નમસ્કાર મિત્રો! ગુજરાતી વ્યાકરણમાં શબ્દભંડોળ વધારવા અને લખાણને ટૂંકું અને સચોટ બનાવવા માટે 'સમાસ' નો ઉપયોગ થાય છે. તલાટી, જુનિયર ક્લાર્ક કે GPSC ની પરીક્ષામાં સમાસના પ્રશ્નો અવારનવાર પૂછાય છે. ઘણા વિદ્યાર્થીઓ 'તત્પુરુષ' અને 'કર્મધારય' માં કન્ફ્યુઝ થઈ જાય છે. આજે આપણે એવા શોર્ટકટ શીખીશું કે તમે શબ્દ જોઈને જ કહી દેશો કે આ કયો સમાસ છે.
સમાસ એટલે શું? (Definition)
સમાસ શબ્દનો અર્થ થાય છે - 'સાથે બેસવું' (સમ + આસ).
જ્યારે બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક નવો અર્થપૂર્ણ શબ્દ બનાવે, ત્યારે તેને સમાસ કહેવાય છે.
ઉદાહરણ: 'રાજાનો મહેલ' બોલવાને બદલે આપણે 'રાજમહેલ' બોલીએ છીએ.
સમાસ ઓળખવાની જાદુઈ ચાવી (Master Table)
સમાસ ઓળખવા માટે સૌથી મહત્વની વાત છે - વિગ્રહ (શબ્દને છૂટો પાડવો). નીચેના કોઠામાં જુઓ કે કયા શબ્દથી વિગ્રહ થાય તો કયો સમાસ બને.
સમાસના પ્રકારોની ટૂંકમાં સમજૂતી
| સમાસનો પ્રકાર | ઓળખ (વિગ્રહ) | ઉદાહરણ |
|---|---|---|
| દ્વંદ્વ | અને, કે, અથવા | ભાઈબહેન, હારજીત |
| તત્પુરુષ | નો, ની, નું, ના, થી, માં | રાજમહેલ, વનવાસ |
| મધ્યમપદલોપી | વચ્ચેનું પદ ઉમેરવું પડે | દહીંવડા, ઘોડાગાડી |
| ઉપપદ | છેલ્લે 'નાર' આવે | પ્રેમદા, જાદુગર |
| કર્મધારય | વિશેષણ + વિશેષ્ય | મહાદેવ, પરદેશ |
| દ્વિગુ | પ્રથમ પદ સંખ્યા હોય | નવરાત્રિ, ત્રિલોક |
| બહુવ્રીહિ | જેના, જેની, જેનું... તે | ગજાનન, ચક્રપાણિ |
સૌથી સહેલો સમાસ! જેમાં બે પદો સમાન હોય અને 'અને' કે 'કે' થી જોડાય.
માતાપિતા = માતા અને પિતા
ચા-કોફી = ચા કે કોફી
૨. તત્પુરુષ સમાસ (Tatpurush):
આમાં વિભક્તિના પ્રત્યયો આવે છે (નો, ની, નું, ના, થી, થકી, વડે, માં).
રાષ્ટ્રધ્વજ = રાષ્ટ્રનો ધ્વજ
સ્નેહભીના = સ્નેહથી ભીના
૩. મધ્યમપદલોપી સમાસ:
નામ પરથી જ ખબર પડે છે - જેનું 'મધ્યમ પદ' (વચ્ચેનો શબ્દ) લોપ (ગાયબ) થયો હોય.
આગગાડી = આગ વડે ચાલતી ગાડી ('વડે ચાલતી' પદ ઉમેરવું પડ્યું).
ટપાલપેટી = ટપાલ નાખવાની પેટી
૪. ઉપપદ સમાસ:
આ શબ્દના અંતે ક્રિયા બતાવનાર શબ્દ હોય છે (જેમ કે -નાર, -ધર, -જ, -ક).
ગિરિધર = ગિરિને ધારણ કરનાર
પંકજ = કાદવમાં જન્મનાર
૫. બહુવ્રીહિ સમાસ:
આખો શબ્દ કોઈ ત્રીજી વ્યક્તિ માટે વપરાય છે. આ કોઈનું વિશેષણ બને છે.
દશાનન = જેનાં દશ મુખ છે તે (રાવણ)
મુશકવાહન = જેનું વાહન મુશક છે તે (ગણેશ)
૬. દ્વિગુ સમાસ (Dvigu):
જેનું પ્રથમ પદ સંખ્યા બતાવે.
ત્રિલોક = ત્રણ લોકનો સમૂહ
નવરાત્રિ = નવ રાત્રિનો સમૂહ
નિષ્કર્ષ (Conclusion):
મિત્રો, સમાસ શીખવા માટે ગોખણપટ્ટી કામ નહીં લાગે. તમે જેટલા વધુ ઉદાહરણોનો મહાવરો (Practice) કરશો, તેટલી જલ્દી તમને વિગ્રહ કરતા આવડશે.
વધુ વાંચો:
તમારું ગુજરાતી વ્યાકરણ પાકું કરવા નીચેની પોસ્ટ પણ વાંચો:

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો