ભારતનું બંધારણ: ૧૨ અનુસૂચિઓ (Schedules) | યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક અને વિગતવાર સમજૂતી - GK

 

Indian Constitution Schedules 1 to 12 Chart in Gujarati

નમસ્કાર મિત્રો! પોલીસ ભરતી હોય કે તલાટી, બંધારણ વિષયમાં 'અનુસૂચિઓ' (Schedules) નો પ્રશ્ન અચૂક પૂછાય છે. જ્યારે મૂળ બંધારણ બન્યું ત્યારે તેમાં ૮ અનુસૂચિ હતી, પરંતુ હાલમાં સુધારા વધારા સાથે કુલ ૧૨ અનુસૂચિ છે. કઈ અનુસૂચિમાં કયો વિષય છે? તે યાદ રાખવું થોડું અઘરું પડે છે. આજે આપણે આ ૧૨ અનુસૂચિઓને સરળ સમજૂતી સાથે યાદ રાખીશું.

૧૨ અનુસૂચિઓનું સંપૂર્ણ લિસ્ટ (Master Table)

​નીચેના કોઠામાં અનુસૂચિનો ક્રમ અને તેમાં કઈ બાબતનો સમાવેશ થાય છે તે આપેલું છે.

ક્રમ વિષય / જોગવાઈ
અનુસૂચિ-1 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ અને વિસ્તાર
અનુસૂચિ-2 રાષ્ટ્રપતિ, રાજ્યપાલ વગેરેના પગાર અને ભથ્થા
અનુસૂચિ-3 વિવિધ હોદ્દેદારોના શપથ અને પ્રતિજ્ઞા
અનુસૂચિ-4 રાજ્યસભાની બેઠકોની ફાળવણી
અનુસૂચિ-5 SC અને ST વિસ્તારોનો વહીવટ
અનુસૂચિ-6 આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ (AMTM) ના આદિવાસી વિસ્તારો
અનુસૂચિ-7 કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી (3 યાદીઓ)
અનુસૂચિ-8 બંધારણીય માન્ય 22 ભાષાઓ
અનુસૂચિ-9 જમીન સુધારણા કાયદા (પ્રથમ સુધારો-1951)
અનુસૂચિ-10 પક્ષપલટા વિરોધી કાયદો (52મો સુધારો)
અનુસૂચિ-11 પંચાયતી રાજ (ગ્રામીણ શાસન)
અનુસૂચિ-12 નગરપાલિકા (શહેરી શાસન)

મહત્વની અનુસૂચિઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી (Detailed Info)

અનુસૂચિ-૭ (કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી):

આ અનુસૂચિમાં ત્રણ યાદીઓ આપેલી છે:

  1. સંઘ યાદી (Union List): ૧૦૦ વિષયો (જેના પર માત્ર કેન્દ્ર સરકાર કાયદો બનાવે. દા.ત. રેલવે, સંરક્ષણ).
  2. રાજ્ય યાદી (State List): ૬૧ વિષયો (જેના પર રાજ્ય સરકાર કાયદો બનાવે. દા.ત. પોલીસ, ખેતી).
  3. સંયુક્ત યાદી (Concurrent List): ૫૨ વિષયો (બંને સરકાર કાયદો બનાવી શકે. દા.ત. શિક્ષણ).

અનુસૂચિ-૮ (માન્ય ભાષાઓ):

  • ​મૂળ બંધારણમાં ૧૪ ભાષાઓ હતી. હાલમાં ૨૨ ભાષાઓ માન્ય છે.
  • ​છેલ્લે ૨૦૦૩માં (૯૨મા સુધારા દ્વારા) ૪ ભાષાઓ ઉમેરાઈ: બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી (યાદ રાખવાની ટ્રીક: BDMS).
  • ​નોંધ: અંગ્રેજી અને રાજસ્થાની ભાષાનો આમાં સમાવેશ થતો નથી.

અનુસૂચિ-૧૦ (પક્ષપલટા વિરોધી કાયદો):

  • ​આ અનુસૂચિ ૫૨મા સુધારા (૧૯૮૫) દ્વારા ઉમેરવામાં આવી હતી.
  • ​કોઈ નેતા એક પક્ષમાંથી ચૂંટાઈને બીજા પક્ષમાં જાય તો તેનું સભ્યપદ રદ થાય છે.

અનુસૂચિ-૧૧ (પંચાયતી રાજ):

  • ૭૩મા સુધારા (૧૯૯૨) થી ઉમેરાઈ.
  • ​તેમાં પંચાયતોને લગતા ૨૯ વિષયો છે.

અનુસૂચિ-૧૨ (નગરપાલિકા):

  • ૭૪મા સુધારા (૧૯૯૨) થી ઉમેરાઈ.
  • ​તેમાં શહેરી વિકાસને લગતા ૧૮ વિષયો છે.

યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક (Shortcut Trick)

"TEARS OF OLD PM"

  • T - Territory (રાજ્યો - ૧)
  • E - Emoluments (પગાર - ૨)
  • A - Affirmation (શપથ - ૩)
  • R - Rajya Sabha (બેઠકો - ૪)
  • S - SC/ST (વિસ્તારો - ૫)
  • ​...આવી રીતે યાદ રાખી શકાય.

નિષ્કર્ષ (Conclusion):

મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ અને PSI ના પેપરમાં બંધારણનું ભારણ વધુ હોય છે. ખાસ કરીને ૭, ૮, ૧૦ અને ૧૧ નંબરની અનુસૂચિ ગોખી લેવી.

📖 વધુ વાંચો (Read More):

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું