નમસ્કાર મિત્રો! અંગ્રેજી વ્યાકરણ શીખવાની આપણી સફરમાં આજે આપણે વાત કરીશું "Simple Future Tense" (સાદો ભવિષ્યકાળ) વિશે. જ્યારે આપણે કોઈ કામ ભવિષ્યમાં કરવાના હોઈએ, કોઈ પ્લાનિંગ કરતા હોઈએ કે કોઈ આગાહી કરીએ ત્યારે આ કાળ વપરાય છે. આ કાળ શીખવો ખૂબ સરળ છે કારણ કે તેમાં ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. ચાલો, Will અને Shall ના ઉપયોગ સાથે આ કાળ સમજીએ.
ક્યારે વપરાય? (Uses)
સાદો ભવિષ્યકાળ નીચે મુજબની પરિસ્થિતિમાં વપરાય છે:
- ભવિષ્યમાં થનારી ક્રિયા: હું કાલે ક્રિકેટ રમીશ. (I will play cricket tomorrow.)
- ભવિષ્યનું આયોજન: અમે આવતા વર્ષે નવું ઘર ખરીદશું. (We will buy a new house next year.)
- આગાહી કે સંભાવના: આજે કદાચ વરસાદ આવશે. (It will rain today.)
વાક્ય રચના (Sentence Structure - Master Table)
હકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને? તે નીચેના કોઠામાં જુઓ.
| વાક્યનો પ્રકાર | સૂત્ર (Structure) | ઉદાહરણ (Example) |
|---|---|---|
| હકાર (Positive) | Subject + will + V1 + Object | I will go to school tomorrow. |
| નકાર (Negative) | Subject + will not + V1 | I will not (won't) go to school. |
| પ્રશ્નાર્થ (Interrogative) | Will + Subject + V1 ...? | Will you go to school? |
Will અને Shall નો નિયમ (Most IMP Rule)
ઘણા વિદ્યાર્થીઓ Will અને Shall માં કન્ફ્યુઝ થાય છે.
જૂનો નિયમ (Old English):
- I અને We સાથે 'Shall' વપરાતું.
- બાકી બધા (You, He, She, It, They) સાથે 'Will' વપરાતું.
આધુનિક નિયમ (Modern English):
- અત્યારે બોલચાલમાં અને લખવામાં લગભગ બધે જ 'Will' નો ઉપયોગ સાચો ગણાય છે.
- એટલે તમે I will go બોલો તો તે બિલકુલ સાચું છે.
Shall નો ઉપયોગ ક્યારે? જ્યારે આપણે કોઈ પરવાનગી માંગતા હોઈએ કે ઓફર કરતા હોઈએ ત્યારે પ્રશ્નાર્થમાં Shall વપરાય છે. (દા.ત. Shall I help you? - શું હું તમારી મદદ કરું?).
કાળ ઓળખવાના શબ્દો (Keywords)
જો વાક્યમાં નીચેના શબ્દો હોય તો તે સાદો ભવિષ્યકાળ હોય છે:
Tomorrow (આવતીકાલે), Next week / Next month / Next year (આવતા અઠવાડિયે/મહિને), In future, Coming soon.
નિષ્કર્ષ (Conclusion):
મિત્રો, સાદા ભવિષ્યકાળમાં માત્ર Subject + Will + V1 યાદ રાખવાનું છે. આ સૌથી સરળ કાળ છે.
વધુ વાંચો:

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો