ભારતનું બંધારણ: માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો (DPSP & Duties) | અનુચ્છેદ 40, 44 અને તફાવત - સંપૂર્ણ માહિતી
નમસ્કાર મિત્રો! પોલીસ કોન્સ્ટેબલ અને તલાટીની પરીક્ષામાં બંધારણના ભાગ-૩ (અધિકારો) પછી સૌથી મહત્વનો ભાગ હોય તો તે છે ભાગ-૪ (માર્ગદર્શક સિદ્ધાંતો) અને ભાગ-૪(ક) (ફરજો). એક જાગૃત નાગરિક તરીકે આપણને અધિકારો મળે છે, તો સામે આપણી કેટલીક ફરજો પણ છે. પરીક્ષામાં અવારનવાર "સમાન સિવિલ કોડ" અને "મફત શિક્ષણ" વિશેના અનુચ્છેદો પૂછાય છે. આજે આપણે આ બંને ભાગોને કોષ્ટક દ્વારા સરળતાથી સમજીશું.
૧. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (DPSP - ભાગ ૪)
- અનુચ્છેદ: ૩૬ થી ૫૧.
- સ્ત્રોત: આયર્લેન્ડ (Ireland) ના બંધારણમાંથી લીધેલા છે.
- ઉદ્દેશ્ય: કલ્યાણકારી રાજ્ય (Welfare State) ની સ્થાપના કરવી.
- નોંધ: આ સિદ્ધાંતોનો અમલ કરાવવા માટે કોર્ટમાં જઈ શકાતું નથી (બિન-ન્યાયિક છે).
| અનુચ્છેદ (Article) | વિગત / જોગવાઈ |
|---|---|
| અનુચ્છેદ ૩૯(A) | સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. |
| અનુચ્છેદ ૪૦ | ગ્રામ પંચાયતની રચના (ગાંધીવાદી સિદ્ધાંત). |
| અનુચ્છેદ ૪૪ | સમાન સિવિલ કોડ (UCC) - એકસમાન દીવાની કાયદો. |
| અનુચ્છેદ ૪૫ | ૬ વર્ષથી નીચેના બાળકોનું શિક્ષણ અને સંભાળ (આંગણવાડી). |
| અનુચ્છેદ ૪૮ | ખેતી અને પશુપાલન (ગૌહત્યા પ્રતિબંધ). |
| અનુચ્છેદ ૪૮(A) | પર્યાવરણ અને વન્યજીવોનું રક્ષણ. |
| અનુચ્છેદ ૫૦ | ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવું. |
| અનુચ્છેદ ૫૧ | આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી. |
૨. મૂળભૂત ફરજો (Fundamental Duties - ભાગ ૪-ક)
- અનુચ્છેદ: ૫૧(ક) / 51(A).
- સ્ત્રોત: રશિયા (સવિયેત યુનિયન) માંથી.
- સમિતિ: સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી ઉમેરાઈ.
- સુધારો: ૪૨મો સુધારો (૧૯૭૬) - ત્યારે ૧૦ ફરજો હતી.
- હાલમાં: ૧૧ ફરજો છે (૧૧મી ફરજ ૮૬મા સુધારાથી ૨૦૦૨માં ઉમેરાઈ - શિક્ષણની ફરજ).
યાદ રાખવા જેવી મુખ્ય ફરજો:
- બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રધ્વજ/રાષ્ટ્રગીતનો આદર કરવો.
- દેશની રક્ષા કરવી અને રાષ્ટ્રીય સેવા બજાવવી.
- જાહેર મિલકતનું રક્ષણ કરવું.
- પર્યાવરણ (જંગલો, નદીઓ) નું જતન કરવું.
- ૧૧મી ફરજ: માતા-પિતાએ ૬ થી ૧૪ વર્ષના બાળકને શિક્ષણની તક પૂરી પાડવી.
અધિકાર અને સિદ્ધાંત વચ્ચે તફાવત (Difference Table)
ઘણીવાર પરીક્ષામાં વિધાનવાળા પ્રશ્નોમાં આ તફાવત પૂછાય છે.
| મૂળભૂત અધિકારો (Rights) | માર્ગદર્શક સિદ્ધાંતો (DPSP) |
|---|---|
| બંધારણના ભાગ-૩ માં છે. | બંધારણના ભાગ-૪ માં છે. |
| અમેરિકા (USA) માંથી લીધા છે. | આયર્લેન્ડ માંથી લીધા છે. |
| ન્યાયિક છે (કોર્ટમાં જઈ શકાય). | બિન-ન્યાયિક છે (કોર્ટમાં ન જઈ શકાય). |
| વ્યક્તિના વિકાસ માટે છે (વ્યક્તિગત). | સમાજના કલ્યાણ માટે છે (સામૂહિક). |
પરીક્ષામાં પૂછાતા અગત્યના પ્રશ્નો (One Liner GK)
- ગ્રામ પંચાયતની રચના કયા અનુચ્છેદ મુજબ થાય છે? - અનુચ્છેદ ૪૦.
- ગૌહત્યા પ્રતિબંધ કયા અનુચ્છેદમાં છે? - અનુચ્છેદ ૪૮.
- મૂળભૂત ફરજો કયા વડાપ્રધાનના સમયમાં ઉમેરાઈ? - ઇન્દિરા ગાંધી.
- દારૂબંધી (નશાબંધી) કયા અનુચ્છેદનો વિષય છે? - અનુચ્છેદ ૪૭.
- સમાન સિવિલ કોડ (UCC) નો ઉલ્લેખ ક્યાં છે? - અનુચ્છેદ ૪૪.
નિષ્કર્ષ (Conclusion):
મિત્રો, બંધારણમાં અનુચ્છેદ ૪૦ (પંચાયત) અને ૪૪ (UCC) મોસ્ટ આઈએમપી છે. આ બે તો ગોખી જ લેવા.
વધુ વાંચો (Read More):
બંધારણ: મૂળભૂત અધિકારો (અનુ. ૧૨-૩૫)

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો