મુખ્ય સામગ્રી પર જાઓ

Std 12 Gujarati IMP Questions 2026 | ધોરણ ૧૨ ગુજરાતી વિભાગ A થી E સંપૂર્ણ આઈએમપી લિસ્ટ | hsc board exam date 2026 | exam preparations l

 


GSEB Std 12 Gujarati Board Exam 2026 IMP Questions Banner - EduStepGujarat

🎓 ધોરણ ૧૨ ગુજરાતી (૦૦૧)

બોર્ડ પરીક્ષા ૨૦૨૬ માટે સંપૂર્ણ આઈએમપી સોલ્યુશન

નમસ્તે વિદ્યાર્થી મિત્રો, HSC Board Exam 2026 -Exam Preparations  માર્ચ ૨૦૨૬ ની બોર્ડ પરીક્ષા હવે ખૂબ જ નજીક છે. ગુજરાતી વિષયમાં ૯૦ થી વધુ ગુણ મેળવવા એ અઘરું નથી, જો તમારી પાસે સાચું માર્ગદર્શન હોય. EduStepGujarat તમારા માટે લાવ્યું છે વિભાગ-એ થી વિભાગ-ઈ સુધીના તમામ મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો મહાસંગ્રહ! exam preparations 

વિભાગ આ પોસ્ટની મુખ્ય સામગ્રી (Highlights)
વિભાગ - A (પદ્ય) કાવ્ય આધારિત હેતુલક્ષી ઉત્તરો, એક વાક્યના પ્રશ્નો, ૨ ગુણના ટૂંકજવાબી અને મોસ્ટ આઈએમપી સવિસ્તાર પ્રશ્નો.
વિભાગ - B (ગદ્ય) પાઠના કર્તા-કૃતિ-પ્રકારની અપડેટ માહિતી, ૧૧૩ જેટલા એક વાક્યના પ્રશ્નો અને મહત્વના મોટા પ્રશ્નો.
વિભાગ - C (વ્યાકરણ) રોકડિયા માર્કસ અપાવતું સંપૂર્ણ ગ્રામર: જોડણી, શબ્દસમૂહ, રૂઢિપ્રયોગ, નિપાત, વિશેષણ અને કૃદંત સોલ્યુશન.
વિભાગ - D (અર્થગ્રહણ) કાવ્ય સમીક્ષા, ગદ્ય સમીક્ષા, સંક્ષેપીકરણ અને કાળકથન રીતિ (વિચારોના વિકાસના ક્રમ) ના ઉદાહરણો.
વિભાગ - E (લેખન) અરજીલેખન, વાદનાત્મક અને ભાવાત્મક ગદ્ય તેમજ બોર્ડમાં પૂછાઈ શકે તેવા ૧૩ મોસ્ટ આઈએમપી નિબંધોની યાદી.

✨ આ મટીરીયલ તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં! ✨

નીચે સ્ક્રોલ કરીને વિગતવાર દરેક વિભાગની તૈયારી શરૂ કરો.

વિષય : ગુજરાતી (ધોરણ - 12)

વિભાગ : A (પદ્ય આધારિત) - હેતુલક્ષી પ્રશ્નો

📌 નોંધ: બોર્ડના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોમાં કૃતિના કર્તા, સાહિત્ય પ્રકાર, પુસ્તક સંદર્ભ, અને મેળવેલા એવોર્ડ જેવી વિગતો પૂછવામાં આવશે.
ક્રમ હેતુલક્ષી પ્રશ્નો સાચો જવાબ
1'અખિલ બ્રહ્માંડમાં' કૃતિના કર્તાનું નામ જણાવો.નરસિંહ મહેતા
2'અખિલ બ્રહ્માંડમાં' કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો.પદ
3ગુજરાતી ભાષાના આદ્યકવિ કોણ ગણાય છે ?નરસિંહ મહેતા
4નરસિંહ મહેતાના કયા પદો લોકકંઠે ચિરંજીવ બન્યા છે ?પ્રભાતિયાં
5નરસિંહ મહેતાએ પ્રભાતિયાં માટે કયો છંદ વાપર્યો છે ?ઝૂલણા છંદ
6નરસિંહ મહેતાએ કયા કયા વિષયો પર પદો લખ્યા છે ?જ્ઞાન-ભક્તિ-વૈરાગ્ય
7નરસિંહ મહેતા આશરે કઈ સદીમાં થઈ ગયા ?15મી સદી
8'દમયંતી સ્વયંવર' કૃતિના કર્તાનું નામ આપો.કવિ પ્રેમાનંદ
9'દમયંતી સ્વયંવર' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો.આખ્યાનખંડ
10ગુજરાતી સાહિત્યના માણભટ્ટ કવિ કોણ છે ?કવિ પ્રેમાનંદ
11પ્રેમાનંદે આખ્યાનોનું કથાવસ્તુ શેમાંથી પસંદ કર્યું છે ?રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી
12લોકસમૂદાયમાં રસની જમાવટ કરવા પ્રેમાનંદ શેનો ઉપયોગ કરતા ?માણનો (તાંબાની માણ)
13કવિ પ્રેમાનંદ આશરે કઈ સદીમાં થઈ ગયા ?17મી સદી
14કવિ પ્રેમાનંદને કયું સન્માન પ્રાપ્ત થયું છે ?કવિ શિરોમણી
15'દમયંતી સ્વયંવર' પ્રેમાનંદના કયા આખ્યાનમાંથી લેવામાં આવી છે ?નળાખ્યાન
16'રામબાણ' કૃતિના કવિનું નામ જણાવો.ધના ભગત
17'રામબાણ' કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો.પદ-ભજન
18ધના ભગતનું આખું નામ જણાવો.ધના કેશવ કાકડિયા
19ભાવનગર જિલ્લાના ધોળા મુકામે કોની સમાધિ આવેલી છે ?ધના ભગતની
20'શ્યામ રંગ સમીપે' કાવ્યના કવિનું નામ જણાવો.દયારામ
21'શ્યામ રંગ સમીપે' કાવ્યનો પ્રકાર જણાવો.ગરબી
22કવિ દયારામે પોતાનું સમગ્ર જીવન કોની ભક્તિમાં સમર્પિત કરી દીધું ?કૃષ્ણ ભક્તિમાં
23ગરબી ક્ષેત્રે વિશેષ ખેડાણ કરનાર ગુજરાતી સાહિત્યના કયા કવિ છે ?દયારામ
24દયારામે કયા સંપ્રદાયની વિશેષ રચનાઓ કરી છે ?પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય
25'ભવના અબોલા' કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો.લોકગીત
26લોકગીત એ કયા સાહિત્યનો પ્રકાર છે ?લોકસાહિત્ય
27લોકગીત એ કોનું સહજ સર્જન છે ?લોકસમૂહનું
28સાસરવાસમાં દીકરીને પડતા અસહ્ય દુઃખની વાત કયા કાવ્ય દ્વારા વ્યક્ત થઈ છે ?ભવના અબોલા
29'ઊર્મિલા' કાવ્યના કવિનું નામ જણાવો.કવિ બોટાદકર
30'ઊર્મિલા' કાવ્યનો પ્રકાર જણાવો.ખંડકાવ્ય
31કવિ બોટાદકરનું આખું નામ શું છે ?દામોદર ખુશાલદાસ બોટાદકર
📝 હેતુલક્ષી પ્રશ્નો (સાહિત્ય અને કર્તા)
ક્રમપ્રશ્નઉત્તર
32'નિર્ઝરિણી' કોનો કાવ્યસંગ્રહ છે ?કવિ બોટાદકરનો
33પ્રકૃતિ, ગૃહજીવન અને ગ્રામજીવનને સુચારુ રીતે કાવ્યમાં ઢાળનાર કવિ કોણ છે ?કવિ બોટાદકર
34'ઊર્મિલા' કાવ્યમાં કવિએ યોજેલા બે છંદોના નામ આપો.મંદાક્રાંતા અને અનુષ્ટુપ
35'પથ્થર થરથર ધ્રૂજે' કાવ્યના કવિનું નામ જણાવો.નિરંજન ભગત
36'પથ્થર થરથર ધ્રૂજે' કાવ્યનો પ્રકાર જણાવો.ગીત
37નિરંજન ભગતનું આખું નામ જણાવો.નિરંજન નરહરિ ભગત
38ગુજરાતી સાહિત્યમાં સ્વાતંત્ર્યોત્તર કવિતાના મોટા કવિ તરીકે કોણ જાણીતું છે ?નિરંજન ભગત
39'છંદોલય' કોનો કાવ્યસંગ્રહ છે ?નિરંજન ભગતનો
40'પથ્થર થરથર ધ્રૂજે' કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ?'છંદોલય બૃહત્'
41નગરજીવનની પાર્શ્વભૂમિમાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ કોણે પ્રગટ કરી છે ?નિરંજન ભગતે
42'બા એકલાં જીવે...' કાવ્યના કવિનું નામ જણાવો.મુકેશ જોષી
43'બા એકલાં જીવે...' કાવ્યનો પ્રકાર જણાવો.ગીત
44'રૂપિયાની રાણી અને ડોલરિયો રાજા' કોનું નાટક છે ?મુકેશ જોષીનું
45મુકેશ જોષીનું આખું નામ જણાવો.મુકેશ ગુલાબરાય જોષી
46'બે પંક્તિના ઘરમાં' કોનો કાવ્યસંગ્રહ છે ?મુકેશ જોષી
47'એક સાવરિયો બીજો બાવરિયો' કોનું નાટક છે ?મુકેશ જોષી
48'બા એકલાં જીવે...' કાવ્યમાં કઈ વેદનાનું નિરૂપણ થયું છે ?બાની એકલતાનું
📖 એક વાક્યમાં ઉત્તર આપો (વિગતવાર)

1. કવિની દૃષ્ટિએ તત્ત્વમાં ઈશ્વર કયા સ્વરૂપે વસેલો છે ?
જવાબ: કવિની દૃષ્ટિએ તત્ત્વમાં ઈશ્વર તેજ સ્વરૂપે વસેલો છે.

2. અખિલ બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે ?
જવાબ: અખિલ બ્રહ્માંડમાં એક પરમાત્મા વ્યાપેલા છે.

3. ઈશ્વર દેહમાં કેવી રીતે બિરાજે છે ?
જવાબ: ઈશ્વર દેહમાં દેવસ્વરૂપે બિરાજે છે.

4. કવિના મતે ઈશ્વર શૂન્યમાં કયા સ્વરૂપે રહેલા છે ?
જવાબ: કવિના મતે ઈશ્વર શૂન્યમાં શબ્દ સ્વરૂપે રહેલા છે.

5. કવિ ઈશ્વરને વૃક્ષમાં કયા સ્વરૂપે જુએ છે ?
જવાબ: કવિ ઈશ્વરને વૃક્ષમાં બીજ સ્વરૂપે જુએ છે.

6. જ્ઞાનગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાઈ છે ?
જવાબ: જ્ઞાનગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગરબડની પરિસ્થિતિ સર્જાઈ છે.

7. દમયંતી કોની પુત્રી છે ?
જવાબ: દમયંતી વિદર્ભ દેશના રાજા ભીમકની પુત્રી છે.

8. નળ કયા દેશના રાજા હતા ?
જવાબ: નળ નિષધ દેશના રાજા હતા.

9. દમયંતીને મંડપમાં કેટલા નળ દેખાય છે ?
જવાબ: દમયંતીને મંડપમાં પાંચ નળ દેખાય છે.

10. પિતા આગળ દમયંતી કઈ મૂંઝવણ અનુભવે છે ?
જવાબ: દમયંતી પોતાના પિતા પાસે આવીને પોતાની મૂંઝવણ જણાવે છે કે સાચા નળ કોણ છે ? પાંચેય સરખા લાગે છે, તેમને કેવી રીતે ઓળખવા તે અંગે મૂંઝવણ અનુભવે છે.

11. દમયંતીને દેવોને ઓળખવા ભીમક રાજાએ શી યુક્તિ બતાવી ?
જવાબ: ભીમક રાજાએ દેવોને ઓળખવા દમયંતીને એ યુક્તિ બતાવી કે તેમની આંખો પલકારા નહીં મારે, તેમના વસ્ત્રો સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે.

12. અગ્નિદેવને ઇન્દ્રએ કયો શાપ આપ્યો ?
જવાબ: ઇન્દ્રએ અગ્નિદેવને શાપ આપ્યો કે તારું મુખ વાંદરા જેવું થશે.

13. ઇન્દ્રને અગ્નિદેવે કયો શાપ આપ્યો ?
જવાબ: અગ્નિદેવે ઇન્દ્રને શાપ આપ્યો કે તારું મુખ રીંછ જેવું થશે.

14. યમરાજે કોને શાપ આપ્યો ?
જવાબ: યમરાજે વરુણને શાપ આપ્યો.

15. વરુણે યમરાજને કયો શાપ આપ્યો ?
જવાબ: વરુણે યમરાજને બિલાડા જેવું મુખ થશે એવો શાપ આપ્યો.

21. દેવોએ દમયંતીને કયું વરદાન આપ્યું ?
જવાબ: દેવોએ દમયંતીને 'તારા હાથ અમૃતસ્ત્રાવી થશે' વરદાન આપ્યું.

22. કલિ શેના ઉપર બેઠો હતો ?
જવાબ: કલિ પાડા ઉપર બેઠો હતો.

23. નળના શરીરમાં પ્રવેશવાનો મોકો કલિજુગને શી રીતે મળ્યો ?
જવાબ: એક દિવસ સંધ્યા સમયે નળ પગ ધોતા હતા એવામાં તેમની પાની કોરી રહી જવાથી કલિજુગને તેમના શરીરમાં પ્રવેશવાનો મોકો મળ્યો.

24. પ્રભુ ભક્તિના આનંદને કોણ જાણતું નથી ?
જવાબ: પ્રભુ ભક્તિના આનંદને મૂર્ખ જાણતો નથી.

25. 'રામબાણ' શબ્દનો અર્થ સમજાવો.
જવાબ: 'રામબાણ' એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ, જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે.

26. રામબાણ કોને કોને વાગ્યા છે ?
જવાબ: રામબાણ ધ્રુવ, પ્રહલાદ, શુકદેવજી, મયુરધ્વજ રાજા, મીરાંબાઈ, નરસિંહ મહેતાને વાગ્યા છે.

33. નાયિકાએ ઘર અને બારણાં શેનાં બનાવ્યાં છે ?
જવાબ: નાયિકાએ ડુંગર કોરીને ઘર અને કાચનાં બારણાં બનાવ્યાં છે.

34. નાયિકાએ શેનાં આંધણ મૂક્યાં છે ?
જવાબ: નાયિકાએ દૂધનાં આંધણ મૂક્યાં છે.

41. પતિ લક્ષ્મણ રામ અને સીતા સાથે વનમાં જવાના છે એ ચિંતાથી ઊર્મિલાની સ્થિતિ કેવી થઈ ગઈ ?
જવાબ: લક્ષ્મણ વનમાં જવાના છે એ વાત સમજવા વિવશ બનીને વારંવાર કાન માંડીને બારી આગળ ઊભી રહી ગઈ.

42. ઊર્મિલાની સરખામણી કોની સાથે કરી છે ?
જવાબ: લક્ષ્મણે ઊર્મિલાની સરખામણી એક શૂરવીર યોદ્ધા સાથે કરી છે.

43. ઊર્મિલાનો જવાબ સાંભળી લક્ષ્મણના મુખેથી કયા શબ્દો સરી પડ્યા ?
જવાબ: ઊર્મિલાનો ઉત્તર સાંભળી લક્ષ્મણના મુખેથી 'ધન્ય ધન્ય તમે દેવી ! અમારી કોઈ ઊર્મિલા !' એવા શબ્દો સરી પડ્યા.

48. પતિનું અવસાન અને સંતાનો દૂર શહેરમાં જવાથી બાની સ્થિતિ કેવી થઈ ગઈ ?
જવાબ: બા સાવ એકલાં પડી ગયાં છે.

49. બાનું હેત કેવું છે ?
જવાબ: બાનું હેત (વહાલ) રસગુલ્લાની ચાસણી જેવું છે.

વિષય : ગુજરાતી (ધોરણ - 12)

વિભાગ - A (પદ્ય આધારિત) - ટૂંકજવાબી પ્રશ્નોત્તર

📌 સૂચના: નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ચાર થી પાંચ વાક્યોમાં લખો. પ્રત્યેક પ્રશ્નના ૨ ગુણ છે. (કુલ ગુણ: 4)

1. પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે ?
2. સોનું તો આખરે સોનું જ છે, એવું શાથી કહી શકાય ?
3. બીજ અને વૃક્ષનો કાર્ય કારણ સંબંધ સ્પષ્ટ કરો.
4. ચારેય દેવોએ એકબીજાને શો-શો શાપ આપ્યા ?
5. રામબાણ એટલે શું ? રામબાણ કોને કોને વાગ્યા છે ?
6. ગોપીને શ્યામ રંગ પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે એવું શા માટે લાગે છે ?
7. ગોપી કાગવાણીને શુકનવંતી માનતી નથી ? કેમ ?
8. કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે ?
9. 'કાચના કમાડ' શબ્દ દ્વારા નાયિકાની શી વેદના પ્રગટી છે ?
10. નાયિકાને વેઠવા પડતા દુઃખ કયા છે ?
11. નાયિકા શો સંદેશો મોકલાવે છે ?
12. 'ઊર્મિલા' કાવ્યમાં વ્યક્ત થયેલી બહાવરી બનીને ઊભેલી ઊર્મિલાની મનોસ્થિતિ વર્ણવો.
13. લક્ષ્મણની વાતનો ઊર્મિલાએ શો જવાબ આપ્યો ?
14. ઊર્મિલા ક્યારે મૂર્છિત થઈ ગઈ ?
15. ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું ? તેનું શું પરિણામ આવ્યું ?
16. ઓલિયાનો ન્યાય સાચો શાથી ગણાય ?
17. કુટુંબનો ખ્યાલ બા કેવી રીતે રાખતા ?
18. વેકેશનના ઝાડ શાનાથી કપાયા અને કઈ પરિસ્થિતિ સર્જાઈ ?
19. કવિ શબરીને કેમ સંભારે છે ?

વિષય : ગુજરાતી (ધોરણ - 12)

વિભાગ - A (પદ્ય આધારિત) સવિસ્તાર પ્રશ્નોત્તર

📌 સૂચના: નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર 70 થી 80 શબ્દોમાં લખવાના રહેશે. પ્રત્યેક પ્રશ્નના 4 ગુણ છે. (કુલ ગુણ: 8)

  1. 'અખિલ બ્રહ્માંડમાં' કાવ્યમાં નરસિંહ મહેતા પરમાત્માની સર્વવ્યાપકતા શી રીતે સમજાવે છે ? તે વિગતે જણાવો.
  2. દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા ?
  3. દમયંતી સ્વયંવર કડવાની કથા તમારા શબ્દોમાં લખો.
  4. રામબાણ કોને કોને વાગ્યા છે ? તેની શી અસરો થઈ છે ?
  5. 'રામબાણ' પદનો મર્મ તમારા શબ્દોમાં લખો.
  6. ગોપી શ્યામ રંગની કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે ?
  7. ગોપી કયા રંગની નજીક જવાની ના પાડે છે ? શા માટે ?
  8. રિસાઈ ગયેલા પતિને મનાવવા નાયિકાએ શા શા પ્રયત્ન કર્યા ? તેનું શું પરિણામ આવે છે ?
  9. દાદાની સલાહ સાંભળી દીકરી દાદાને ફરી પોતાની વ્યથા કઈ રીતે વ્યક્ત કરે છે ?
  10. 'સહ્યું તેં સર્વથા' શબ્દો દ્વારા વર્ણવાયેલી ઊર્મિલાની મહાનતા દર્શાવો.
  11. 'ઊર્મિલા' કાવ્યના આધારે લક્ષ્મણનું ચરિત્ર-ચિત્રણ કરો.
  12. લક્ષ્મણ ઊર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે ?
  13. 'પથ્થર થરથર ધ્રૂજે' કાવ્યનો જીવનસંદેશ તમારા શબ્દોમાં જણાવો.
  14. 'પથ્થર થરથર ધ્રૂજે' કાવ્યનું શીર્ષક ચર્ચો.
  15. 'બાનો વર્તમાન' અને 'બાનો ભૂતકાળ' 'બા એકલાં જીવે...' કવિતાના આધારે સમજાવો.
  16. 'બા એકલાં જીવે...' કાવ્યના આધારે બાની વેદના તમારા શબ્દોમાં લખો.

વિષય : ગુજરાતી (ધોરણ - 12)

વિભાગ - B (ગદ્ય આધારિત) હેતુલક્ષી પ્રશ્નોત્તર

📌 હેતુલક્ષી માર્ગદર્શન: આ પ્રશ્નોમાં પાઠના કર્તા, સાહિત્ય પ્રકાર અને કૃતિના સંદર્ભ ગ્રંથોની સચોટ વિગતો આપવામાં આવી છે જે બોર્ડની પરીક્ષામાં રોકડિયા માર્કસ અપાવશે.
ક્રમ હેતુલક્ષી પ્રશ્નો સાચો જવાબ
1'ખીજડીયે ટેકરે' કૃતિના લેખક કોણ છે ?ચુનીલાલ મડિયા
2'ખીજડીયે ટેકરે' પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.નવલિકા
3ચુનીલાલ મડિયાને કયા બે ચંદ્રકોથી સન્માનિત કર્યા છે ?રણજિતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક
4માસ્તર દંપતીની ઉદારતા કયા પાઠમાં વર્ણવાઈ છે ?'ખીજડીયે ટેકરે'
6ભોજાની લાચારી અને કારમી ગરીબાઈનું વર્ણન શેમાં કરવામાં આવ્યું છે ?'ખીજડીયે ટેકરે'
7ચુનીલાલ મડિયા લિખિત કઈ કૃતિ આપણા અભ્યાસક્રમમાં છે ?'ખીજડીયે ટેકરે'
8ભોજાની હૃદયદ્રાવક મનોસ્થિતિનું કરુણ વર્ણન કઈ કૃતિમાં કર્યું છે ?'ખીજડીયે ટેકરે'
9'સત્યાગ્રહાશ્રમ' કૃતિના લેખકનું નામ લખો.વિનોબા ભાવે
10'સત્યાગ્રહાશ્રમ' કૃતિ શેમાંથી લેવામાં આવી છે ?'અહિંસાની ખોજ' માંથી
11વિનોબા ભાવેનું મૂળ નામ શું હતું ?વિનાયક નરહરિ ભાવે
12'સત્યાગ્રહાશ્રમ' પાઠનો પ્રકાર જણાવો.આત્મકથાખંડ (જીવનપ્રસંગ)
13વિનોબા ભાવેના જીવનપ્રસંગોનું સંકલન કયા નામે થયું છે ?'અહિંસાની ખોજ'
14ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર કોણ હતા ?વિનોબા ભાવે
15ભૂદાનયાત્રા નિમિત્તે ગરીબો માટે હજારો એકર જમીન કોણે એકઠી કરેલી ?વિનોબા ભાવે
16'ઉછીનું માંગનારાઓ' પાઠનો પ્રકાર કયો ?હાસ્ય નિબંધ
17'ઉછીનું માંગનારાઓ' પાઠના લેખક કોણ છે ?નટવરલાલ પ્રભુલાલ બુચ
18લોકોમાં રહેલી સ્વાર્થી મનોવૃત્તિને કયા પાઠમાં ઉજાગર કરી છે ?'ઉછીનું માંગનારાઓ'
19'ઉછીનું માંગનારાઓ' કૃતિ કયા પુસ્તકમાંથી લેવામાં આવી છે ?'રામરોટી બીજી'
20નટવરલાલ બુચને કયા એવોર્ડથી સન્માનિત કરાયા છે ?દર્શક એવોર્ડ
21કયા પ્રવાસનિબંધમાં લેખિકાએ પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો વર્ણવ્યા છે ?'અમરનાથની યાત્રાએ'
22'અમરનાથની યાત્રાએ' કૃતિના લેખિકાનું નામ જણાવો.વિનોદિની રમણલાલ નીલકંઠ
23'અમરનાથની યાત્રાએ' પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો.પ્રવાસ નિબંધ
24ચંદનવાડી શબ્દમાં કોને પોતાપણું લાગે છે ?ગુજરાતીઓને
25વિનોદિની નીલકંઠના બે વાર્તાસંગ્રહોના નામ લખો.'આરસીની ભીતરમાં' અને 'કાર્પાસી'
26'યુધિષ્ઠિર યુદ્ધ-વિષાદ' પાઠના લેખકનું નામ લખો.ઉમાશંકર જોશી
27'યુધિષ્ઠિર યુદ્ધ-વિષાદ' કૃતિનો પ્રકાર જણાવો.નાટ્યખંડ
28ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો.વાસુકી
29ઉમાશંકર જોશીને કયા કાવ્યસંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો ?નિશીથ
30ઉમાશંકર જોશીએ કઈ સંસ્થામાં કુલપતિ પદે સેવાઓ આપી હતી ?ગુજરાત યુનિવર્સિટી અને વિશ્વભારતી
31ઉમાશંકર જોશીના બધા જ કાવ્યસંગ્રહો કયા નામે ગ્રંથસ્થ થયા છે ?'સમગ્ર કવિતા'
32ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ એવોર્ડ કોની સાથે સંયુક્તરૂપે મળ્યો હતો ?કન્નડ કવિ પુટ્ટપ્પા સાથે
33'સૌજન્યશીલ પ્રભાશંકર' પાઠના લેખક કોણ છે ?મુકુંદરાય પારાશર્ય
34'સૌજન્યશીલ પ્રભાશંકર' પાઠ મૂળ કઈ કૃતિમાંથી લેવામાં આવ્યો છે ?'પ્રભાશંકર પટ્ટણી: વ્યક્તિ દર્શન'
35મુકુંદરાય પારાશર્ય એ પ્રભાશંકર માટે કયું વિશેષણ વાપર્યું છે ?સૌજન્યશીલ
36આ પાઠમાં ભાવનગરના કયા રાજાનો ઉલ્લેખ કર્યો છે ?મહારાજા ભાવસિંહજી
37મુકુંદરાય પારાશર્યને કયા પુસ્તકો માટે સાહિત્ય અકાદમીના પારિતોષિક મળ્યા છે ?'સત્યકથા-૧' અને 'મારા મોટી બા'
38'સૌજન્યશીલ પ્રભાશંકર' પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.ચરિત્ર નિબંધ
39'મહાત્માના માણસ' નવલિકાના નાયક કોણ છે ?મણિભાઈ
40'મહાત્માના માણસ' કૃતિ શેમાંથી લેવામાં આવી છે ?'ઇન્કિલાબ ઝિંદાબાદ' માંથી
41'મહાત્માના માણસ' કૃતિના સર્જકનું નામ જણાવો.ધીરુબેન પટેલ
42'મહાત્માના માણસ' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો.ટૂંકી વાર્તા (નવલિકા)
43ધીરુબેન પટેલની કઈ કૃતિને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ મળ્યો છે ?આગંતુક
44હીરા અને મણિભાઈનું પાત્ર કયા પાઠમાં આવે છે ?'મહાત્માના માણસ'
45ધીરુબેને કઈ ફિલ્મનું પટકથા લેખન કરેલું છે ?ભવની ભવાઈ
46'સેલ્વી પંકજમ' પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે ?'આગંતુક' માંથી
47'સેલ્વી પંકજમ' કૃતિના લેખકનું નામ આપો.પ્રફુલ્લ નંદશંકર દવે (હુમશકલ)
48'હુમશકલ' કોનું ઉપનામ છે ?પ્રફુલ્લ દવેનું
49'સેલ્વી પંકજમ' પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો.નવલિકા
50'શરત' કોની વાર્તાનો અનુવાદ છે ?એન્ટોન ચેખોવ
51'શરત' મૂળ કઈ કૃતિનો અનુવાદ છે ?'The Bet'
52'શરત' પાઠનો અનુવાદ કોણે કર્યો છે ?ડૉ. રમેશ ઓઝા
53'શરત' પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.ટૂંકી વાર્તા (નવલિકા)
54'શરત' પાઠના મૂળ લેખકનું નામ આપો.એન્ટોન ચેખોવ
55'શરત' કૃતિ શેમાંથી લેવામાં આવી છે ?'આત્માર્પી ઓષધિ' માંથી
ક્રમ    એક વાક્યમાં ઉત્તર આપો 
1પ્રશ્ન: ખીજડીયે ટેકરાનો ઉપયોગ લોકો શેના માટે કરતા હતા ?
ઉત્તર: ખીજડીયે ટેકરાનો ઉપયોગ લોકો નાના મૃત બાળકોને દાટવા માટે કરતા હતા.
2પ્રશ્ન: ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું ?
ઉત્તર: ભોજાએ રહેઠાણમાં તલબાવળ અને સૂકી સાંઠીઓનો કુબો બનાવ્યો હતો.
3પ્રશ્ન: ભોજો કઈ વાતથી દુઃખી હતો ?
ઉત્તર: શિયાળામાં કપડાંના અભાવે પોતાના નાગાપૂગા બાળકો ટાઢે થરથરે છે તે વાતથી ભોજો દુઃખી હતો.
4પ્રશ્ન: હિરણના હેઠવાસમાં ભોજાએ શું ઊભું કર્યું હતું ?
ઉત્તર: હિરણ નદીના હેઠવાસમાં ભોજાએ તરબૂચનો વાડો ઊભો કર્યો હતો.
5પ્રશ્ન: ભોજાએ અને તેની પત્નીએ મળીને કેવડો કુબો બનાવ્યો ?
ઉત્તર: ભોજાએ અને તેની પત્નીએ મળીને જેમાં ચાર છોકરા અને ચૂલો સમાઈ શકે તેવડો કુબો બનાવ્યો.
6પ્રશ્ન: પસાયતો શા કારણે ભોજાને મારતો ?
ઉત્તર: ગુનાની કબૂલાત કરાવવા અને મુદ્દામાલનો પત્તો મેળવવા માટે પસાયતો ભોજાને મારતો.
7પ્રશ્ન: ભોજાના જીવનનું કયું સૂત્ર હતું ?
ઉત્તર: 'એક ઘા અને બે કટકા' કરવાનું ભોજાના જીવનનું સૂત્ર હતું.
8પ્રશ્ન: ભોજાએ ચોરીનું જોખમ વહોરવાનું શા માટે માંડી વાળ્યું ?
ઉત્તર: ભોજાની ઉંમર થઈ ગઈ હતી, તેથી ચોરી કરતા પકડાઈ જાય તો જેલનો માર હવે તેનાથી સહન નહીં થાય એ બીકે તેણે ચોરીનું જોખમ માંડી વાળ્યું.
9પ્રશ્ન: ભોજા માટે કયું કામ સાવ સહેલું હતું ?
ઉત્તર: સીમચોરી કરવાનું કામ ભોજા માટે સાવ સહેલું હતું.
10પ્રશ્ન: ભોજાના મતે સો ટકા સલામત માર્ગ કયો હતો ?
ઉત્તર: ચોરેલી વસ્તુ મૂળ સ્થાને મૂકી દેવી તે ભોજાના મતે સલામત માર્ગ હતો.
11પ્રશ્ન: કબર ખોદવા પાછળ ભોજાનો શો ઉદ્દેશ્ય હતો ?
ઉત્તર: કબર ખોદવા પાછળ ભોજાનો ઉદ્દેશ્ય મૃત બાળકની લાશ પર વીંટાળેલું રેશમી કાપડ મેળવી પોતાના બાળકોના અંગ ઢાંકવાનો હતો.
12પ્રશ્ન: ભોજો કેમ ડઘાઈ ગયો ?
ઉત્તર: કબર ખોદતી વખતે મૃત ગણાતા બાળકના શરીરમાં સળવળાટ જોઈને ભોજો ડઘાઈ ગયો.
13પ્રશ્ન: ભોજાએ કોની સમક્ષ પોતાના ગુનાની કબૂલાત કરી ?
ઉત્તર: ભોજાએ પોસ્ટ-માસ્તર સમક્ષ પોતાના ગુનાની કબૂલાત કરી.
14પ્રશ્ન: ભોજાને કયો ભય સતાવી રહ્યો હતો ?
ઉત્તર: પોસ્ટ-માસ્તર હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો.
15પ્રશ્ન: બાળપણથી જ વિનોબાનું મન કયા બે સ્થળે જવા તલસતું હતું ?
ઉત્તર: બાળપણથી જ વિનોબાનું મન બંગાળ અને હિમાલય જવા તલસતું હતું.
16પ્રશ્ન: વિનોબાને ગાંધીજી પાસેથી શું પ્રાપ્ત થયું ?
ઉત્તર: વિનોબાને ગાંધીજી પાસેથી હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ પ્રાપ્ત થયા.
17પ્રશ્ન: વિનોબાને બંગાળની કઈ ભાવના ખેંચતી ?
ઉત્તર: વિનોબાને બંગાળની 'વંદે માતરમ્' ની ક્રાંતિની ભાવના ખેંચતી હતી.
18પ્રશ્ન: ગાંધીજીનું ભાષણ ક્યાં થયું હતું ?
ઉત્તર: ગાંધીજીનું ભાષણ કાશીમાં હિંદુ વિશ્વ વિદ્યાલયમાં થયું હતું.
19પ્રશ્ન: કાશીમાં કોના ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલતી હતી ?
ઉત્તર: કાશીમાં ગાંધીબાપુના ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલતી હતી.
20પ્રશ્ન: ગાંધીજીએ પોતાના ભાષણમાં કઈ મુખ્ય વાત કહી હતી ?
ઉત્તર: ગાંધીજીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે અહિંસા નિર્ભયતા વગર આવી શકે નહીં.
21પ્રશ્ન: ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ ?
ઉત્તર: ગાંધીજીના પ્રત્યુત્તરની 'સમાધાન વાતોથી નહીં, જીવનથી થશે' એ વાત વિનોબાને સ્પર્શી ગઈ.
22પ્રશ્ન: ગાંધીજીને શાક સમારતા જોઈ વિનોબાને શેનો પાઠ મળ્યો ?
ઉત્તર: ગાંધીજીને શાક સમારતા જોઈને પ્રથમ દર્શને જ વિનોબાને 'શ્રમનો પાઠ' મળ્યો.
23પ્રશ્ન: વિનોબાને ગાંધીજી પાસેથી બીજો પાઠ કયો મળ્યો ?
ઉત્તર: ગાંધીજીએ કહ્યું 'તમે થોડા માંદલા દેખાઓ છો અને આત્મજ્ઞાની કદી માંદો ન પડે' - આ વિનોબાને બીજો પાઠ મળ્યો.
24પ્રશ્ન: ગાંધીજી હંમેશા શું કહ્યા કરતા ?
ઉત્તર: ગાંધીજી હંમેશા કહેતા કે, 'હું હજુ પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું.'
25પ્રશ્ન: વિનોબાને બાપુ પાસેથી શેની દીક્ષા મળી ?
ઉત્તર: વિનોબાને બાપુ પાસેથી 'કર્મયોગ' ની દીક્ષા મળી.
26પ્રશ્ન: વિનોબા પાસે કેટલો સામાન હતો ?
ઉત્તર: વિનોબા પાસે સામાનમાં લાકડાની થાળી, વાટકો, આશ્રમનો એક લોટો, પંચિયું, કામળો અને થોડા પુસ્તકો હતા.
27પ્રશ્ન: વિનોબાએ કોની મદદ લઈ સંસ્કૃતનો અભ્યાસ કર્યો ?
ઉત્તર: વિનોબાએ પોતાના મિત્ર ગોપાળરાવની મદદ લઈ સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો.
28પ્રશ્ન: વિનોબાએ કયા કયા વ્રતોનું પાલન કર્યું હતું ?
ઉત્તર: વિનોબાએ સત્ય, અહિંસા અને અસ્તેય - આ વ્રતોનું બરાબર પાલન કર્યું.
29પ્રશ્ન: વિનોબાએ વાઈમાં કઈ સંસ્થા સ્થાપી ?
ઉત્તર: વિનોબાએ વાઈમાં 'વિદ્યાર્થી મંડળ' નામની સંસ્થા સ્થાપી હતી.
30પ્રશ્ન: વિનોબાનો પગપાળા ફરવા પાછળનો હેતુ શું હતો ?
ઉત્તર: ઐતિહાસિક કિલ્લાઓ જોવા, જ્ઞાની પુરુષોને મળવું અને લોક-નિરીક્ષણ કરવું એ તેમનો હેતુ હતો.
31પ્રશ્ન: ઉછીનું માંગનારાની ખાસિયત કઈ છે ?
ઉત્તર: ઉછીનું માંગનારાની ખાસિયત એ છે કે તેઓ ઉછીની લીધેલી વસ્તુઓ બેપરવાઈથી વાપરે છે.
32પ્રશ્ન: જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે ?
ઉત્તર: જગતમાં શોષક-શોષિતનો દ્વંદ્વ અનુભવાય છે.
33પ્રશ્ન: લેખકે ઉછીનું માંગનારા લોકોને કેવા કહ્યા છે ?
ઉત્તર: લેખકે ઉછીનું માંગનારાઓને અપરિગ્રહી, યાચકવૃત્તિ વાળા અને બેદરકાર કહ્યા છે.
34પ્રશ્ન: ઉછીનું માંગનારમાં કયો ગુણ હોતો નથી ?
ઉત્તર: ઉછીનું માંગનારામાં વિવેક જેવો ગુણ હોતો નથી.
35પ્રશ્ન: ઉછીનું માંગનારની નજર કેવી હોય છે ?
ઉત્તર: ઉછીનું માંગનારની નજર ગીધ જેવી હોય છે.
36પ્રશ્ન: મેનાબહેનને ત્યાં લેખકની કઈ વસ્તુ કાયમ ઉછીની રહેતી ?
ઉત્તર: મેનાબહેનને ત્યાં લેખકની બે ચાની રકાબીઓમાંથી એક રકાબી કાયમ ઉછીની રહેતી.
37પ્રશ્ન: લેખક કંટાળીને ગીધુભાઈ દંપતી માટે શું લાવેલા ?
ઉત્તર: લેખક કંટાળીને ગીધુભાઈ દંપતી માટે નવું ચપ્પુ ખરીદી લાવેલા.
38પ્રશ્ન: ગામના લોકો ડોશીને 'ઉછી ડોશી' કેમ કહેતા ?
ઉત્તર: કારણ કે ડોશી આખો જન્મારો બીજાની વસ્તુઓ ઉછીની માંગીને જ જીવ્યા હતા.
39પ્રશ્ન: ઉછીનું માંગનારની ધૃષ્ટતા દર્શાવવા લેખકે કયો દાખલો આપ્યો ?
ઉત્તર: લેખકે તેમના પડોશમાં રહેતા લવિંગી બહેનની ધૃષ્ટતાનો દાખલો આપ્યો.
40પ્રશ્ન: ઉછી ડોશી ફરી માંદા પડ્યા ત્યારે કોણ તેમની પાસે ફરક્યું નહીં ?
ઉત્તર: ડોશી ફરી માંદા પડ્યા ત્યારે તેમની આયુષ્ય ઉછીની માંગશે એ બીકે કોઈ સગાં-સંબંધી કે વૈદ્ય-ડોક્ટર પાસે આવ્યા નહીં.
41પ્રશ્ન: લેખિકાએ અમરનાથની યાત્રા ક્યાંથી શરૂ કરી ?
ઉત્તર: લેખિકાએ અમરનાથની યાત્રા પહેલગામથી શરૂ કરી હતી.
42પ્રશ્ન: અમરનાથની યાત્રાએ જતાં પહેલો પડાવ ક્યાં કરવો પડે ?
ઉત્તર: અમરનાથની યાત્રાએ જતાં પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે છે.
43પ્રશ્ન: અમરનાથની યાત્રા કયા સમયમાં સરળ પડે છે ?
ઉત્તર: અષાઢ અને શ્રાવણ માસમાં અમરનાથની યાત્રા કરવી સરળ પડે છે.
44પ્રશ્ન: અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે ?
ઉત્તર: અમરનાથ યાત્રામાં બરફના ડુંગરા ઓળંગવા એ સૌથી મોટો અવરોધ છે.
45પ્રશ્ન: કાશ્મીરમાં કયા સ્થળો મનોહર જોવાલાયક છે ?
ઉત્તર: કાશ્મીરમાં વેરીનાગ, સોનમર્ગ અને ગુલમર્ગ જેવા સ્થળો મનોહર છે.
46પ્રશ્ન: લેખિકાએ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી ?
ઉત્તર: લેખિકાએ અમરનાથ યાત્રા પાણીદાર ઘોડાઓ દ્વારા કરી હતી.
47પ્રશ્ન: લેખિકાએ કોના ખાતર છેલ્લી મજલ જતી કરી હતી ?
ઉત્તર: લેખિકાએ પોતાની પુત્રી રંજના માટે છેલ્લી મજલ જતી કરી હતી.
48પ્રશ્ન: લેખિકાને કયા નામો પારકા-પારકા લાગે છે ?
ઉત્તર: ગુલમર્ગ કે ખીલમર્ગ અને લલીયન સુલેમાન જેવા નામો લેખિકાને પારકા લાગે છે.
49પ્રશ્ન: લેખિકાએ યાત્રા માટે પસંદ કરેલા ઘોડાના નામ શું હતા ?
ઉત્તર: લેખિકાએ પસંદ કરેલા ઘોડાના નામ બુલબુલ, રાજા અને નિશાત હતા.
50પ્રશ્ન: યાત્રામાં કઈ કઈ સાધન-સામગ્રી સાથે રાખવી જરૂરી છે ?
ઉત્તર: ભાથું, કેમેરા, થર્મોસ અને નાસ્તા જેવી સામગ્રી સાથે રાખવી જરૂરી છે.
51પ્રશ્ન: પાણી પીવાને બહાને ઘોડા શું કરી લેતા ?
ઉત્તર: પાણી પીવાને બહાને ઘોડા હિમસુતાઓના સૌંદર્યનું પાન કરી લેતા હતા.
52પ્રશ્ન: શેષ નદીને કેવો ભેરુ મળી ગયો ?
ઉત્તર: શેષ નદીને વરસાદ જેવો સમાનધર્મી ભેરુ મળી ગયો.
53પ્રશ્ન: લેખિકાએ શેના માટે હવાઈ કિલ્લા બાંધ્યા હતા ?
ઉત્તર: હરઘન મેદાન ઉપર તંબુ તાણીને રહેવાની શક્યતાના હવાઈ કિલ્લા બાંધ્યા હતા.
54પ્રશ્ન: હરઘન મેદાનમાં વહેતી શેષ નદીને કોની સાથે સરખાવી છે ?
ઉત્તર: તેને અભિસારિકા જેવી મુગ્ધ કન્યા સાથે સરખાવી છે.
55પ્રશ્ન: પહેલગામ પાછા આવ્યા પછી લેખિકાને શું સુખદ લાગ્યું ?
ઉત્તર: ગરમાગરમ કોફી પીને પલંગમાં સૂઈ જવાનું લેખિકાને સુખદ લાગ્યું.
56પ્રશ્ન: યુધિષ્ઠિરને પોતાનો વિજય વિજય કેમ નથી લાગતો ?
ઉત્તર: કારણ કે તેઓ વ્યક્તિ પર નહીં, પણ તેની દુર્વૃત્તિઓ પર વિજય મેળવવા માંગતા હતા.
57પ્રશ્ન: યુધિષ્ઠિરના મનમાં શેનો વિષાદ છે ?
ઉત્તર: યુધિષ્ઠિરના મનમાં સ્વજનોના મૃત્યુ અંગેનો વિષાદ છે.
58પ્રશ્ન: કૌરવો સાથેની લડાઈને કોની સાથે સરખાવે છે ?
ઉત્તર: માંસ માટે લડતા કૂતરાઓ સાથે સરખાવે છે.
59પ્રશ્ન: રાજમુગટ પર શેનું કલંક લાગ્યું છે ?
ઉત્તર: રાજમુગટ પર ભાઈઓના લોહીનું કલંક લાગ્યું છે.
60પ્રશ્ન: વનવાસની વિટંબણાઓ શેના કરતા સારી હતી ?
ઉત્તર: રક્તરંજિત સમૃદ્ધિ કરતા વનવાસની વિટંબણાઓ સારી હતી.
61પ્રશ્ન: યુધિષ્ઠિરમાં શેની હિંમત નથી ?
ઉત્તર: મુડદા પર પગ મૂકીને લોહી નીકળતો મુગટ પહેરવાની તેમનામાં હિંમત નથી.
62પ્રશ્ન: પાંચાલીના મતે સંસારને બાળી રહેલો દાવાનળ શેનાથી બુઝાય ?
ઉત્તર: દાવાનળ બાળનારા પાપીઓના લોહી છાંટવાથી જ બુઝાય છે.
63પ્રશ્ન: પાંડવો કેટલા વર્ષ વનવગડામાં અથડાયા હતા ?
ઉત્તર: પાંડવો ૧૨-૧૨ વર્ષ વનવગડામાં અથડાયા હતા.
64પ્રશ્ન: યુધિષ્ઠિરને શું જોઈને કંપારી આવે છે ?
ઉત્તર: લોહીથી ખરડાયેલી રાજલક્ષ્મી જોઈને યુધિષ્ઠિરને કંપારી આવે છે.
65પ્રશ્ન: અર્જુનથી શું સહેવાતું નથી ?
ઉત્તર: પરાક્રમથી મેળવેલી આબાદીને યુધિષ્ઠિર ઠોકર મારે તે અર્જુનથી સહેવાતું નથી.
66પ્રશ્ન: યુધિષ્ઠિરને કોની સામે લડવું હતું ?
ઉત્તર: તેમને દુર્યોધનની અભિમાન વૃત્તિ અને દુઃશાસનની નિર્લજ્જતા સામે લડવું હતું.
67પ્રશ્ન: યુધિષ્ઠિર વનમાં એકલા જવાનો વિચાર કેમ કરે છે ?
ઉત્તર: કારણ કે તેમને લાગે છે કે જે થયું તેમાં તેમના એકલાનો જ વાંક છે.
68પ્રશ્ન: વ્યાસના મતે અધર્મ કોને કહેવાય ?
ઉત્તર: વ્યાસના મતે ક્ષત્રિય રાજશૈયામાં મરે તેને અધર્મ કહેવાય.
69પ્રશ્ન: શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને શું છોડી દેવા કહે છે ?
ઉત્તર: શ્રીકૃષ્ણ તેમને કૌરવોના મૃત્યુનો શોક છોડી દેવા કહે છે.
70પ્રશ્ન: અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે ?
ઉત્તર: પસ્તાવો અને અત્યંત ભાવવેશમાં આવવાથી તેઓ બેભાન થઈ જાય છે.
71પ્રશ્ન: લેખકે પ્રભાશંકરના સ્વભાવના કયા લક્ષણો દર્શાવ્યા છે ?
ઉત્તર: સૌજન્ય, નિષ્પૃહતા, નિરભિમાનતા અને પરહિતપરાયણતા.
72પ્રશ્ન: શ્રી પ્રભાશંકરમાં કઈ બાબત આકર્ષક હતી ?
ઉત્તર: તેમની બુદ્ધિ પ્રતિભા અને કાર્યશક્તિ અત્યંત આકર્ષક હતા.
73પ્રશ્ન: મહારાજા ભાવસિંહજી ક્યાં ભણતા હતા ?
ઉત્તર: મહારાજા ભાવસિંહજી રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણતા હતા.
74પ્રશ્ન: મહારાજા ભાવસિંહજીને કોના પ્રત્યે આદરમાન હતું ?
ઉત્તર: મહારાજા ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું.
75પ્રશ્ન: ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાશંકરે શો ઉત્તર આપ્યો ?
ઉત્તર: તેમણે કહ્યું કે, 'હું મોરબી રાજ્યનો નોકર છું, માટે પરવાનગી વગર આવી શકું નહીં.'
76પ્રશ્ન: પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું ?
ઉત્તર: એક અધિકારીના પક્ષમાં અન્યાય ન થાય તે માટે પ્રભાશંકરે પોતે રાજીનામું આપ્યું.
77પ્રશ્ન: સૌજન્યશીલ પ્રભાશંકરે કયા પદને શોભાવ્યું હતું ?
ઉત્તર: ભાવનગર રાજ્યના દીવાન પદ અને એડમિનિસ્ટ્રેટર પદને શોભાવ્યું હતું.
78પ્રશ્ન: લોર્ડ મોરલીએ આપેલા શુભ સમાચારનો પ્રભાશંકરે શો ઉત્તર આપ્યો ?
ઉત્તર: આ વિજય બ્રિટિશ રાજ્યમાં રહેલી ન્યાયની ભાવનાનો છે એમ કહીને આભાર માન્યો.
79પ્રશ્ન: શ્રી પ્રભાશંકર ગોળમેજી પરિષદ વિશે શું સમજતા હતા ?
ઉત્તર: તેઓ સમજતા હતા કે પરિષદ નિષ્ફળ જશે, પણ ભારતને આઝાદી ચોક્કસ મળશે.
80પ્રશ્ન: મણિભાઈને શી શિક્ષા થયેલી ?
ઉત્તર: મણિભાઈને જેલની શિક્ષા થઈ હતી.
81પ્રશ્ન: શા કારણે સરકારે મણિભાઈને છોડી મૂક્યા ?
ઉત્તર: મણિભાઈનું શરીર અત્યંત નબળું પડી ગયું હોવાથી જેલના સત્તાવાળાઓએ તેમને છોડી દીધા.
82પ્રશ્ન: મણિભાઈએ ગાંધીજીને કયો પ્રશ્ન પૂછેલો ?
ઉત્તર: તેમણે પૂછ્યું કે 'હું મૂંગે મોઢે ગાળ ખાઈ લઉં તો જ ભારત આઝાદ થાય?'
83પ્રશ્ન: હૃદયપરિવર્તન કરવા મણિભાઈ શો પ્રયત્ન કરતા ?
ઉત્તર: તેઓ ઉપવાસ કરતા અને મોટા જ્ઞાનીઓની વાણી સાંભળતા.
84પ્રશ્ન: મણિભાઈથી કઈ વાત સહેવાતી ન હતી ?
ઉત્તર: કોઈ તેમને ગાળ આપે તો તે તેમનાથી સહેવાતી ન હતી.
85પ્રશ્ન: હીરાને કયો શોખ હતો ?
ઉત્તર: હીરાને ઘરેણાં પહેરવાનો પુષ્કળ શોખ હતો.
86પ્રશ્ન: ઘર નજીક આવતા મણિભાઈનું મન શેના માટે તલસવા લાગ્યું ?
ઉત્તર: મા-બાપના ચહેરા જોવા અને સ્નેહીજનોના આદરકાર માટે તલસવા લાગ્યું.
87પ્રશ્ન: જેલની સજા પૂરી થતા મણિભાઈની શી અભિલાષા હતી ?
ઉત્તર: ખેતરમાં જઈ બળદની પૂંછડી આમળવાની તેમની ઈચ્છા હતી.
88પ્રશ્ન: મણિભાઈનું રસ્તામાં સ્વાગત કોણે અને કેવી રીતે કર્યું ?
ઉત્તર: બે-ચાર કૂતરાઓએ પહેલા ભસીને અને પછી પૂંછડી હલાવીને સ્વાગત કર્યું.
89પ્રશ્ન: મણિભાઈને કઈ વાતનું કૌતુક મટતું ન હતું ?
ઉત્તર: 'હીરા આટલી સાહસિક કેવી રીતે થઈ શકી' એ વાતનું તેમને આશ્ચર્ય હતું.
90પ્રશ્ન: મણિભાઈએ અંતે શો નિર્ણય લીધો ?
ઉત્તર: સાબરમતી આશ્રમમાં રહીને દેશસેવા કરવાનો અને ફરી જેલ જવાનો નિર્ણય લીધો.
91પ્રશ્ન: મણિભાઈને શાથી આઘાત લાગ્યો ?
ઉત્તર: વર્ષોથી કદી બંધ ન થયેલા ઘરના કમાડ આજે બંધ જોઈને આઘાત લાગ્યો.
92પ્રશ્ન: સેલ્વી પંકજમની કઈ વાત સામેની વ્યક્તિને આત્મીય બનાવી દેતી ?
ઉત્તર: તેના મુખ પરનું સહજ સ્મિત સામેની વ્યક્તિને આત્મીય બનાવી દેતું.
93પ્રશ્ન: ગાંધીગ્રામમાં પ્રવેશતા જ નાયકને શો પ્રશ્ન થયો ?
ઉત્તર: 'મેં કોઈ મોટી મૂર્ખાઈ તો નથી કરી ને?' એવો પ્રશ્ન થયો.
94પ્રશ્ન: અનાથ બાળકોની મુલાકાતથી નાયકને પંકજમ વિશે શો વિચાર આવ્યો ?
ઉત્તર: 'આ તે કેવી રીતે જન્મ્યા હશે? કોણ હશે તેના મા-બાપ?' તેવો વિચાર આવ્યો.
95પ્રશ્ન: સેલ્વી પંકજમને ગુજરાતી શીખવાનું સહેલું કેવી રીતે પડ્યું ?
ઉત્તર: વડોદરામાં અભ્યાસ દરમિયાન બાળકોના સંપર્કમાં રહેવાથી તેમને ગુજરાતી શીખવાનું સહેલું પડ્યું.
96પ્રશ્ન: લેખક શા માટે દક્ષિણમાં દોડી આવેલા ?
ઉત્તર: છાપામાં જાહેરાત વાંચી પત્નીની પસંદગી કરવા માટે તે દક્ષિણમાં આવેલા.
97પ્રશ્ન: નાયકની છાતીમાં કઈ વાત જાણીને ધબકારો થયો ?
ઉત્તર: સેલ્વી પંકજમ એક અનાથ બાળક છે તે જાણીને નાયકની છાતીમાં ધબકારો થયો.
98પ્રશ્ન: પંકજમે કયા વિષયમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી ?
ઉત્તર: પંકજમે ગૃહવિજ્ઞાન (Home Science) વિષયમાં ડિગ્રી મેળવી હતી.
99પ્રશ્ન: પંકજમના ગુજરાતીના વખાણ નાયકે કેવી રીતે કર્યા ?
ઉત્તર: 'તમારી બોલીમાં જે મીઠાશ છે તેવી મેં ગુજરાતમાં પણ સાંભળી નથી.' એમ કહીને કર્યા.
100પ્રશ્ન: પંકજમ કયા કયા ક્ષેત્રોમાં મોખરે હતી ?
ઉત્તર: ભણવા, લેખન અને વકતૃત્વ ક્ષેત્રોમાં તે મોખરે હતી.
101પ્રશ્ન: નાયકે પંકજમ પાસે કયો પ્રસ્તાવ મૂક્યો ?
ઉત્તર: 'તમે મને સ્વીકારશો?' એવો પ્રસ્તાવ મૂક્યો.
102પ્રશ્ન: પંકજમ કોના આશીર્વાદ લેવા માંગતી હતી ?
ઉત્તર: તે તેના અમ્મા અને અપ્પાના આશીર્વાદ લેવા માંગતી હતી.
103પ્રશ્ન: 'શરત' વાર્તાનો પ્રારંભ કેવી રીતે થયો ?
ઉત્તર: મિજબાની દરમિયાન ચાલેલી ચર્ચાથી શરતનો પ્રારંભ થયો.
104પ્રશ્ન: 'શરત' વાર્તામાં કયા વિષય પર ચર્ચા ચાલે છે ?
ઉત્તર: 'મૃત્યુદંડ સારો કે જન્મટીપ?' તે વિષય પર ચર્ચા ચાલી હતી.
105પ્રશ્ન: દેહાંતદંડ એટલે શું ?
ઉત્તર: મૃત્યુની સજા અથવા ફાંસી.
106પ્રશ્ન: જન્મટીપની સજા એટલે શું ?
ઉત્તર: આજીવન જેલની સજા.
107પ્રશ્ન: બેંક માલિક શા માટે ઉશ્કેરાઈ ગયો ?
ઉત્તર: વકીલે જ્યારે જન્મટીપને પસંદ કરી ત્યારે બેંક માલિક ઉશ્કેરાઈ ગયો.
108પ્રશ્ન: બેંક માલિક કેટલા રૂપિયા આપવા તૈયાર થયો ?
ઉત્તર: બેંક માલિક ૨૦ લાખ રૂપિયા (૨ મિલિયન) આપવા તૈયાર થયો.
109પ્રશ્ન: વકીલે કેટલા વર્ષની સજા ભોગવવાની શરત કરી ?
ઉત્તર: વકીલે ૧૫ વર્ષની સજા ભોગવવાની શરત કરી.
110પ્રશ્ન: વકીલે શેનો ત્યાગ કર્યો ?
ઉત્તર: વકીલે પોતાની સ્વતંત્રતાનો ત્યાગ કર્યો.
111પ્રશ્ન: સજાનો પ્રારંભ અને અંત ક્યારે થયો ?
ઉત્તર: પ્રારંભ ૧૪ નવેમ્બર ૧૮૭૦ અને અંત ૧૪ નવેમ્બર ૧૮૮૫ ના રોજ થયો.
112પ્રશ્ન: બેંક માલિકે કેદીના કપાળે ચુંબન કેમ કર્યું ?
ઉત્તર: કેદીએ પૈસાનો ત્યાગ કર્યો હોવાનું જાણીને ખુશ થઈને ચુંબન કર્યું.
113પ્રશ્ન: બેંક માલિકે ક્યારે છુટકારાનો દમ લીધો ?
ઉત્તર: જ્યારે તેને ખબર પડી કે કેદી ભાગી ગયો છે અને હવે પૈસા આપવા નહીં પડે.
📝 ટૂંકજવાબી પ્રશ્નોત્તર (૨ ગુણ) (ગદ્ય)

સૂચના: નીચેના પ્રશ્નોના ૪ થી ૫ વાક્યોમાં ઉત્તર લખો.

1ભોજાએ ઇનામમાં શી માંગણી કરી ? શા માટે ?
2ગાંધીજીમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો એમ શા માટે વિનોબા કહે છે ?
3ગાંધીજીએ મોકલેલી નિયમ પત્રિકામાં શું લખ્યું હતું ? તે વિનોબાને શા માટે આકર્ષક લાગી હતી ?
4શાક સમારતાં સમારતાં ગાંધીજીએ વિનોબાને શું કહ્યું ?
5ઉછીનું માંગનારાની નજર કેવી છે ? શા માટે ?
6ઉછીનું માંગનારાના કયા કયા દ્રષ્ટાંત લેખક આપે છે ?
7લેખિકાને કયા કયા નામ પારકા (પરભાયા) લાગે છે ?
8અમરનાથની યાત્રા કઠિન છે, એવું શાથી કહી શકાય ?
9લેખિકાને હરઘન મેદાનમાંથી વહેતી શેષ નદી કેવી લાગતી હતી ?
10યુધિષ્ઠિર લોહિયાળ વિજયનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવા માંગે છે ?
11ભાવસિંહજીના એક અમલદારને સજા કરવાના ચુકાદાનો પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કર્યો ?
12દરેકને પ્રભાશંકર પોતાના જ છે એમ શા માટે લાગતું ?
13જેલમાંથી છૂટી ઘરે જતાં મણિભાઈએ શી વિસામણ અનુભવી ?
14સેલ્વી પંકજમે નાયકનું સ્વાગત કેવી રીતે કર્યું ?
15સેલ્વી પંકજમ સાથેની પહેલી જ મુલાકાતમાં વાર્તાનાયક કેવી રીતે પ્રભાવિત થયો ?
16નાયિકાને જોતા નાયકે કયા કયા અનુભવો કર્યા ?
17પંકજમના ઓરડાનું વર્ણન કરો.
18મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું ?
19મિજબાનીમાં ઉપસ્થિત મોટા ભાગના મહેમાનોએ મૃત્યુદંડની સજા વિશે શો અભિપ્રાય વ્યક્ત કર્યો ?
20યુવાન વકીલે સજા વિશે શો અભિપ્રાય આપ્યો ?
21યજમાન બેંકરે યુવાન વકીલને શી સલાહ આપી ? શા માટે ?
22વાચન દ્વારા યુવાન વકીલના થયેલા વિકાસનો ખ્યાલ આપો.
📚 સવિસ્તાર પ્રશ્નોત્તર (૪ ગુણ)

સૂચના: નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.

  1. 'ખીજડીયે ટેકરે' પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો.
  2. વિનોબા ભાવેની ભૂદાનયાત્રાનો પરિચય આપો.
  3. વિનોબા ભાવેના વ્યક્તિત્વનું તમારા શબ્દોમાં વર્ણન કરો.
  4. ઉછીનું માંગનારાના સ્વભાવની ખાસિયતો તમારા શબ્દોમાં લખો.
  5. 'ઉછીનું માંગનારા' નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચો.
  6. અમરનાથ યાત્રા કઠિન છે એવું શાથી કહી શકાય ? - સમજાવો.
  7. 'યુધિષ્ઠિર યુદ્ધ-વિષાદ' નાટકના કથાવસ્તુને તમારા શબ્દોમાં વર્ણવો.
  8. 'યુધિષ્ઠિર યુદ્ધ-વિષાદ' નાટકના અંતની ચર્ચા કરો.
  9. 'મહાત્માના માણસ' શીર્ષકની યથાર્થતા ચર્ચો.
  10. 'સેલ્વી પંકજમ' ની હકીકત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન અનુભવ્યું ?
  11. સેલ્વી પંકજમે નાયકને કહેલી સંસ્થા એટલે અમ્મા અને અપ્પાની જીવનકથા તમારા શબ્દોમાં વર્ણવો.
  12. નાયકનું મન હર્ષવિભોર શા માટે બની ગયું ?
  13. 'ગાંધીગ્રામ' માં બાળકોની સંભાળ અને તાલીમ વિશે નોંધ તૈયાર કરો.
  14. 'સેલ્વી પંકજમ' નું ચરિત્ર-ચિત્રણ કરો.
  15. 'શરત' વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો.
  16. મિજબાનીનું વર્ણન તમારા શબ્દોમાં કરો.
  17. જેલવાસ દરમિયાન વકીલ-કેદીએ પોતાનો સમય કેવી રીતે પસાર કર્યો ?
  18. વૃદ્ધ બેંકરનું ચરિત્ર-ચિત્રણ કરો.
  19. વકીલ-કેદીએ નિર્ધારિત સમયે મુક્ત થતાં પહેલાં લખેલ પત્રનો સાર જણાવો.

વિષય : ગુજરાતી (ધોરણ - 12)

વિભાગ - C (વ્યાકરણ) : સમાનાર્થી શબ્દો સામે સામે જોડીને લખો

ક્રમ મુખ્ય શબ્દ સમાનાર્થી શબ્દો (જોડકા)
1કંચુકીકાંચળી, પોલકું, અંગરખું
2સ્નિગ્ધલીસું, કોમળ, સુવાળું
3ઓથારવળગણ, અણસાર, પડછાયો
4સૌજન્યભલાઈ, મૃદુતા, સજ્જનતા
5તાસીરપ્રકૃતિ, સ્વભાવ, તબિયત
6એષણાઇચ્છા, અભિલાષા, આશા
7વંત્યાકવૈંગણ, રીંગણ, ભંટકી
8નિશાશર્વરી, વિભાવરી, રાત્રિ
9વહ્નિઅગ્નિ, પાવક, હુતાશન
10નેમનિયમ, વ્રત, ધારણા
11હયઅશ્વ, તુરંગ, ઘોડો
12અવહેલનાઅવગણના, તિરસ્કાર, અનાદર
13આવરણઢાંકણ, પડદો, આચ્છાદન
14રંજખેદ, દિલગીરી, અફસોસ
15આશયહેતુ, ઉદ્દેશ્ય, ઇરાદો
16જુવાળભરતી, પ્રવાહ, ઉછાળો
17સાંપ્રતવર્તમાન, અર્વાચીન, અત્યારનું
18આશ્ચર્યઅચરજ, કૌતુક, અહોભાવ
19ઉપાધિપદવી, ખિતાબ, ડિગ્રી
20અરિશત્રુ, વેરી, રિપુ
21કર્મભાગ્ય, નસીબ, પ્રારબ્ધ
22વિભૂતિસંપત્તિ, ઐશ્વર્ય, લક્ષ્મી
23પ્રબંધવ્યવસ્થા, સંચાલન, આયોજન
24આદિત્યસૂર્ય, માર્તંડ, દિવાકર
25ચંદ્રમયંક, હિમાંશુ, શશાંક
26કનકકાંચન, હેમ, સોનું
27ધામઘર, આલય, રહેઠાણ
28સરિતાનદી, તટિની, નદ
29કુલટાવ્યભિચારિણી, પાપિણી
30નિસબતસંબંધ, નાતો, લેવા-દેવા
31ગજગ્રાહતર્ક-વિતર્ક, ગડમથલ, કજિયો
32થાપણમૂડી, અમાનત, જમા પૂંજી
33સંવત્સરીપુણ્યતિથિ, વર્ષગાંઠ, બરસી
34કુટિરઝૂંપડી, ખોરડું, પર્ણકુટી
35મરુભૂમિરણ, રેતાળ જમીન
36પ્રદાનયોગદાન, ફાળો, અર્પણ
37લેબાસપહેરવેશ, પોશાક, વસ્ત્ર
38ફરસંદસંતાન, બાળક, નબીરો
39ગડમથલઉકેલ, તર્ક-વિતર્ક, મથામણ
40ઓલિયોસંત, ફકીર, અવધૂત
41લાઠીલાકડી, છડી, દંડો
42પદધ્વનિપગરવ, અવાજ, ચાલવાનો રવ
43રણકોસૂર, અવાજ, રણકાર
44ખામીકમી, ઉણપ, કસર, ત્રુટિ
45ભગિનીબહેન, સ્વસા, સહાદરા
46પ્રવ્રજ્યાસંન્યાસ, સંસારત્યાગ, વૈરાગ્ય
47ધૂમસઝાંઝવા, ઓઝળ, કુહર (Mist)
48પ્રખરવરિષ્ઠ, જ્યેષ્ઠ, તેજસ્વી
49ઉપકૃતકૃતજ્ઞ, આભારી, ઉપકારવશ
50સંઘર્ષસામનો, મથામણ, પ્રતિકાર
51જેહુકમીઆપખુદી, સરમુખત્યારશાહી
52તુલનાસરખામણી, સામ્ય, મિલન
53અઢળકપુષ્કળ, અપરંપાર, અત્યંત




📌 સૂચના: નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દનો વિરોધી શબ્દ મૂકી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે પરિવર્તન કરો. (કુલ 43 પ્રશ્નો)



ક્રમ મૂળ વાક્ય ઉત્તર (પરિવર્તિત વાક્ય)
1આ વિભાગ નૈસર્ગિક અને અફર છે.આ વિભાગ કૃત્રિમ અને અફર નથી.
2મને શરત નામંજૂર નથી.મને શરત મંજૂર છે.
3તે હિંદ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે.તે હિંદ માટે પ્રતિકૂળ વાતાવરણ નહીં ઘડે.
4હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું.હું અશાંતિનો દાવ ખેલવા નથી બેઠો.
5આ ત્રણે ઘોડેસવારીની આવડતવાળા હતા.અમે ત્રણે ઘોડેસવારીની અણઆવડતવાળા ન હતા.
6એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી.એમાં ખોટી રાષ્ટ્રભક્તિ ન હતી.
7ઉછીનું માંગનારમાં વિવેક હોતો નથી.ઉછીનું માંગનારમાં અવિવેક હોય છે.
8આ રાજમુગટ પર કલંક લાગ્યું છે.આ રાજમુગટ નિષ્કલંક નથી.
9ખોદકામ કરવું ભોજા માટે સાવ સહેલું હતું.ખોદકામ કરવું ભોજા માટે એકદમ અઘરું ન હતું.
10નદીકિનારે અસંખ્ય ફૂલો ખીલી ઊઠ્યા હતા.નદીકિનારે જૂજ ફૂલો ખીલી ઊઠ્યા ન હતા.
11પ્રભુ તેજના અવતાર છે.પ્રભુ તિમીરના અવતાર નથી.
12ભોજા જેવો ભડ માણસ પણ નિસાસો મૂકતો.ભોજા જેવો કાયર માણસ પણ નિસાસો મૂકતો નહીં.
13એને ઘરેણાંનો બેહદ શોખ હતો.એને ઘરેણાંનો ઓછો શોખ ન હતો.
14આપણા બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થયા.આપણા બધા પ્રયત્નો અને પૈસા નિરર્થક ગયા નથી.
15આ તો મુખ્ય ભાષા નથી.આ તો ગૌણ ભાષા છે.
16અમારા ઘરમાં ટ્રંક-પેટી રાખવાના મજબૂત સ્ટેન્ડ છે.અમારા ઘરમાં ટ્રંક-પેટી રાખવાના નબળા સ્ટેન્ડ નથી.
17ટેકરાની જમીન પોચી હતી.ટેકરાની જમીન કઠણ ન હતી.
18પ્રભાશંકર નિરાભિમાની હતા.પ્રભાશંકર અભિમાની ન હતા.
19કૌરવો પાપી હતા.કૌરવો પુણ્યશાળી ન હતા.
20'છેલ્લું દર્શન' એ વ્યક્તિનિષ્ઠ વિરહપ્રેમનું કાવ્ય છે.'છેલ્લું દર્શન' એ વ્યક્તિનિષ્ઠ મિલનપ્રેમનું કાવ્ય નથી.
21સેલ્વી પંકજમનો હું મહેમાન છું.સેલ્વી પંકજમનો હું યજમાન નથી.
22સેલ્વી પંકજમ આકર્ષક હતા.સેલ્વી પંકજમ અનાકર્ષક ન હતા.
23ભક્તિને અણગાર બનવા આગ્રહ કરાયો.ભક્તિને અણગાર બનવા દુરાગ્રહ ન કર્યો.
24મારો ચોકીદાર બેઈમાન નથી.મારો ચોકીદાર ઈમાનદાર છે.
25તારે લીધે તો મને અપયશ મળ્યો.તારે લીધે તો મને યશ ન મળ્યો.
26હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું.હું તમને એક અર્વાચીન પુસ્તકમાંથી વાર્તા નહીં કહું.
27એણે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી.એણે એક સામાન્ય મિજબાની ગોઠવી ન હતી.
28આવતીકાલે બાર વાગ્યે એ મુક્ત થઈ જશે.આવતીકાલે બાર વાગ્યે એ બંધનમાં નહીં રહે.
29સૌંદર્યનું એ છેલ્લું દર્શન છે.સૌંદર્યનું એ પ્રથમ દર્શન નથી.
30બા બધા સાથે રહેતા ન હતા.બા બધાથી જુદા રહેતા હતા.
31બા પરાવલંબી થવાનું બળ ન આપતી.બા સ્વાવલંબી થવાનું બળ આપતી.
32અખિલ બ્રહ્માંડમાં શ્રીહરિ એક છે.અખિલ બ્રહ્માંડમાં શ્રીહરિ અનેક નથી.
33તેમનું શરીર ગુસ્સાને કારણે બેકાબૂ બનતું.તેમનું શરીર કાબૂમાં ન રહેતું.
34ડૉ. આંબેડકર જાહેર જીવનમાં વધુ સક્રિય હતા.ડૉ. આંબેડકર જાહેર જીવનમાં નિષ્ક્રિય ન હતા.
35એમના વસ્ત્ર સ્વચ્છ છે.એમના વસ્ત્ર અસ્વચ્છ નથી.
36ગોપી શ્વેત વસ્તુઓનો ત્યાગ નથી કરતી.ગોપી કાળી વસ્તુઓનો ત્યાગ કરે છે.
37આજે કોઈને સહજ રીતે મળવું સહેલું છે.આજે કોઈને સહજ રીતે મળવું અઘરું નથી.
38સંતાનોના જીવનમાં હંમેશા સુખનો સૂરજ ઊગ્યો.સંતાનોના જીવનમાં હંમેશા દુઃખનો સૂરજ ન ઊગ્યો.
39વરુણ કહે, સૂકું વૃક્ષ નવપલ્લવ થાય.વરુણ કહે, સૂકું વૃક્ષ સૂકું ન રહે.
40વિષના પ્યાલા આરોગ્યા એ તો અમૃતને ઠેકાણે.અમૃતના પ્યાલા આરોગ્યા એ તો વિષને ઠેકાણે નહીં.
41ભગવાને સંમતિ દર્શાવી.ભગવાને અસંમતિ ન દર્શાવી.
42શાહુ મહારાજ સામાજિક સમાનતાના હિમાયતી હતા.શાહુ મહારાજ સામાજિક અસમાનતાના હિમાયતી ન હતા.
43જન્મટીપની સજા માણસને ધીમે ધીમે ખતમ કરે છે.જન્મટીપની સજા માણસને જલ્દીથી ખતમ કરતી નથી.

ગુજરાતી વ્યાકરણ (ધોરણ - 12)

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો (વિભાગ - C )

ક્રમ શબ્દસમૂહ (શબ્દોનું લખાણ) એક શબ્દ (ઉત્તર)
1આત્માનું જ્ઞાન હોય તેઆત્મજ્ઞાની
2કાનમાં પહેરવાનું એક ઘરેણુંકુંડળ
3છોડને પાણી સીંચવું તેસીંચામણ
4આંખનો પલકારો માર્યા વગરઅનિમિષ
5પાંચેય ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તેસંયમ / ઇન્દ્રિયનિગ્રહ
6જૂની લાકડાની પેટીમંજૂષા (પટારો)
7દુઃખનો પોકારઆર્તનાદ
8ઘરનો સરસામાનરાચરચીલું
9ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળપસાયતો
10નાણાંની આપ-લે માટેની ચિઠ્ઠીહૂંડી
11અમરત્વ મળે તેવા હાથઅમૃતસ્ત્રાવી
12સંગ્રહ ન કરવો તેઅપરિગ્રહી
13માંગવાની વૃત્તિયાચક
14યોગથી પ્રાપ્ત થતી શક્તિયોગબળ
15સમુદ્રમાં લાગતો અગ્નિવડવાનલ
16હિમાલયમાંથી નીકળતી નદીહિમસુતા
17ઘડિયાળની શોધ પહેલાં વપરાતું સમય માપવાનું સાધનરેતઘડી
18સિપાઈઓને રહેવાની ઓરડીઓની લાંબી હારબરાક
19ઇન્દ્રનું ઉપવનનંદનવન
20ગોળ કે કાકવી મેળવી કરાતી તમાકુગડાકુ
21એક બંગાળી મીઠાઈરસગુલ્લા
22કસવાળી નાની ચોળીકબજો
23સામાન્ય રીતે ગોળ આકારનું અને માથે ઘુમ્મટાકાર છાપરાવાળું ઝૂંપડુંકુબો
24સુંદર સુકોમળ સપ્રમાણ દેહદેહયષ્ટિ
25પાર વિનાનુંઅપાર
26પોતાનું કામ પોતાની જાતે જ કરે તેસ્વાવલંબી
27આનંદ સાથે લેવાતું ભોજનમિજબાની
28વડની ડાળ પર ફૂટેલું કૂણું મૂળિયુંવડવાઈ
29જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદજન્મટીપ
30રાજદ્વારી પુરુષમુત્સદ્દી
31તિરસ્કાર પામેલુંબહિષ્કૃત
32જીવમાત્ર પ્રત્યે એકાત્મતાસમસંવેદના
33નવું આવનારઆગંતુક
34લોકોને એકઠા કરી સંયુક્ત બળ ઊભું કરવું તેસંગઠન
35હાથી, ઘોડા, રથ અને પાયદળ એમ ચાર અંગવાળીચતુરંગિણી (સેના)
36પગનો ચાલવાનો અવાજપગરવ
37પહેલેથી બંધાયેલો અભિપ્રાયપૂર્વગ્રહ
38જેમાં ધર્મ કે અધર્મની સૂઝ ન પડે એવો કઠિન પ્રસંગધર્મસંકટ
39બ્રહ્મવિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથઉપનિષદ
40રસાયણોનું જ્ઞાન આપનાર શાસ્ત્રરસાયણશાસ્ત્ર
41કચરો - પૂંજો નાખવાની જગ્યાઉકરડો
42શિક્ષિત વ્યક્તિઓનો આચારશિષ્ટાચાર
43પીંજલા રૂ ને વણીને કાંતવા માટે બનાવેલો લાંબો આકારપૂણી
44સંસાર અસાર છે એવો મત દર્શાવતો વાદઅસારવાદ
45ગામમાં સૌને બેસવાની જગ્યાચોરો
46ચાંદીનો બનાવેલો ઘંટરૂપેરી ઘંટ
47ઇન્દ્રનું વજ્ર પડ્યું હોય એવો આઘાતવજ્રપાત
48વિશ્વના સર્જનની સર્વસામાન્ય પ્રણાલીસૃષ્ટિક્રમ
49સૈનિક વગેરેને પહેરવાનું લોઢાના તારનું રક્ષણાત્મક કવચબખ્તર
50પહાડો, જંગલો વગેરેમાં ઉનાળામાં લાગતી આગદાવાનળ
51રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણીઆંધણ
52જેને જુવાની ફૂટી હોય તેવી સ્ત્રીમુગ્ધા
53ગુરુ પાસેથી વ્રત, નિયમ કે મંત્ર લેવો તેદીક્ષા
54વંશપરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ આચારકુલાચાર
55વણ દ્વારા પ્રાપ્ત કરેલુંશ્રુતિ
56સ્વાદ વિનાનું ખાવાનું વ્રતઅસ્વાદવ્રત

ગુજરાતી વ્યાકરણ (ધોરણ - 12)

તળપદા શબ્દોના શિષ્ટ અર્થ અને સાચી જોડણીનો સંગ્રહ

🔸 તળપદા શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ
ક્રમ તળપદો શબ્દ શિષ્ટ (માન્ય) અર્થ
1ટાણેસમયે
2પોંચ્યાપહોંચ્યા
3ભણીતરફ
4કારજકાર્ય
5મલકપ્રદેશ / દેશ
6માણહમાણસ
7ઓછાયોપડછાયો / છાયા
8નિહાળનિશાળ
9બાયડીપત્ની / સ્ત્રી
10હાલચાલ
11બચોળિયાંબચ્ચાં
12ચરિતરવર્તન / ચરિત્ર
13લગણસુધી
14દિશામાંદિશામાં
15ટોપરડેકોપરું (ટોપરું)
16ટાઢોઠંડો / શાંત
17સાળુડોસાડલો
18શિયાળવાંશિયાળ
19દરિદ્રદુનિયા
20ડોબુંભેંસ
21ઓહાણયાદ / ઓળખાણ
22વાયરોપવન
23અહવારસવાર
24કહાણીકથા
25ક્યારનોક્યારનો
26ચૈતરચૈત્ર
27પોટલાંગાંસડી (પોટલાં)
28હરખહર્ષ
29વહાલવહાલ
30સૂરજસૂર્ય
31ભોમકાભૂમિ
32અબળાનિરાધાર સ્ત્રી
33પરતક્ષપ્રત્યક્ષ
34મસાણમાંસ્મશાનમાં
35ભોળાંસાથે
36તાંઈત્યાં
37મહાતમામહાત્મા
38આયાઆવ્યા
39અગરુઅગરબત્તી
40નયનમધ્યમ
41ભઈલાભાઈ
📝 નીચેના શબ્દોની સાચી જોડણી લખો
1. સહાનુભૂતિ
2. દિશાશૂન્ય
3. શ્રીફળ
4. પ્રતિનિધિ
5. જીવનપર્યંત
6. આભૂષણ
7. બુદ્ધિ
8. અખતરો
9. સુશોભન
10. પ્રાકૃતિક
11. મિજબાની
12. પ્રસિદ્ધ
13. દેહયષ્ટિ
14. અસ્પૃશ્ય
15. વયોવૃદ્ધ
16. કોલ્હાપુર
17. જીવનસૂત્ર
18. ગાંધીગ્રામ
19. નિષેધાત્મક
20. ચતુષ્ક
21. ભાષાભિવ્યક્તિ
22. અનિરુદ્ધ
23. અભિલાષા
24. નિષ્ઠા
25. કિલ્લો
26. નિર્ભય
27. નિમિત્ત
28. પ્રદર્શિત
29. સ્નિગ્ધ
30. સ્થિતપ્રજ્ઞ
31. કુતૂહલ
32. આધ્યાત્મિક
33. બ્રિટિશ
34. નિયમિતતા
35. યજ્ઞોપવીત
36. રાજકીય
37. સર્વાંગીણ
38. રાષ્ટ્રદ્રોહ
39. અપરિગ્રહી
40. ઉદ્યાનભૂમિ
41. નિરભિમાની
42. શિષ્યવૃત્તિ
43. સૌમ્ય
44. ઉપનિષદ
45. અનિમિષ
46. કારકિર્દી
47. પથ્થરો
48. વિષાદ
49. શિથિલ
50. પ્રતીક
51. પ્રવ્રજ્યા
52. નિર્મૂળ
53. હિમસુતા
54. શ્વેતકેતુ
55. પ્રવૃત્તિ
56. પૂર્વગ્રહ
57. પરિચિત
58. સ્વૈચ્છિક
59. જીર્ણોદ્ધાર
60. કલ્લોલ

ગુજરાતી વ્યાકરણ (ધોરણ - 12)

નિપાત, વિશેષણ, કૃદંત અને રૂઢિપ્રયોગો - સંપૂર્ણ સોલ્યુશન

📝 44. વાક્યમાંથી નિપાત શોધો
ક્રમવાક્યઉત્તર (નિપાત)
1તેનો માત્ર ઉપયોગ કરી શકે છે.માત્ર
2ભાષણની શરૂઆતમાં જ તેમણે કહ્યું.
3દરેક ગુજરાતી ચંદનવાડી અચૂક જાય છે જ.
4મને બોલવાની ટેવ તો પહેલેથી હતી.તો
5પાપી તો હું જ હતો.તો, જ
6ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે.પણ
7આ કપટી કોણ આવ્યા ખરા.ખરા
8રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી.કેવળ
9એનો આવો પૂજન અર્ઘ્ય જ ઘટે.
10એ અહીં અસારવાદમાં પણ સરી પડ્યા નથી.પણ
11બાકી સંચામાં તિરાડ પહેલેથી જ હશે.
12હા, એટલું ય હું ન જાણું ?
13તું ય કાન્તા, બાપુની ગાડીએ બેસી ગઈ !
14બસ ! માંગી માંગીને આટલું જ માંગ્યું ?
15છોકરો મરેલો જ જન્મ્યો હતો.
16એક મહિનો માત્ર કેળાં, લીંબુ અને દૂધ પર કાઢ્યો.માત્ર
17રોકાવાના છો ને ?ને
18પછી તો રસનું પૂછવું જ શું ?તો, જ
19આ હિન્દીનું ય એક નવું જ હતું.ય, જ
20અમારી તૃપ્તિમાં ઉણપ પણ આવતી.પણ
📝 45. ખાલી જગ્યામાં યોગ્ય નિપાત મૂકો
  1. પરમેશ્વર અહીં છે.
  2. ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ હતું.
  3. પથ્થરો બોલે તો બોલાવી જુઓ.
  4. બા એકલાં જીવે છે.
  5. સાથે તેમના નાયટી ઉપાધ્યાયને પણ લીધો.
  6. તો અહીં આવ્યા વિના રહેશે નહીં.
  7. માત્ર એને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી.
  8. તમને હું એક નક્કર દાખલો આપું.
  9. હું કોઈની સાથે બોલતો પણ નહીં.
  10. મોટી મહાત્માવાળી ના જોઈ હોય તો ?
  11. તમે એક નવાઈ કરી.
  12. આ ખોરાક પણ ખાસો અમીરી છે.
  13. મને હું રજ માત્ર હીણ ગણતી નથી.
📝 46. વાક્યમાંથી વિશેષણ શોધો
ક્રમવાક્યવિશેષણ
1મેં તો કાચના કર્યા કમાડ.કાચના
2હું મારી સ્વતંત્રતાનો જોખમ ઉઠાવું છું.મારી
3બાર-બાર વર્ષ વનવગડામાં અથડાયા.બાર-બાર
4હું જંગલી જનાવર જેવો છું.જંગલી
5અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ.અખિલ, એક
6ગાંધીજી સમગ્ર હિંદની વાત બોલે છે.સમગ્ર
7મૃત્યુવિષયક કાવ્યોમાં તો એ વિરલ છે.મૃત્યુવિષયક, વિરલ
8ગુરુ મહાદેવ આંબેડકર સ્વયં બ્રાહ્મણ છે.સ્વયં
9આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે.આપણી, વધુ, મીઠી
10હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું.અસભ્ય
📝 50. વાક્યના કૃદંતનો પ્રકાર જણાવો
ક્રમવાક્યકૃદંત (પ્રકાર)
1મારે માણસના મનમાં પડેલા દુકાળને દૂર કરવા છે.પડેલા (ભૂતકૃદંત), કરવા (હેતવર્થ)
2કલિજુગ પામ્યો પોતાના ભાગ.પામ્યો (ભૂતકૃદંત)
3હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું.ખેલવા (હેતવર્થ કૃદંત)
5પિતાએ ખાટલા પર ચલમ પીતા પીતા એને આવકાર્યો.પીતા પીતા (વર્તમાનકૃદંત)
6બીજા માટે પૈસા વાપરવા એ સહેલું નથી.વાપરવા (સામાન્યકૃદંત)
🚩 રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો
  1. જીવ બાળવો: અત્યંત સંતાપ થવો, દુઃખ થવું.
  2. કામ પાર ન પડવું: કાર્ય સફળ ન થવું.
  3. ઝખ મારવી: વાંકે રહેવું, ના છૂટકે કામ કરવું.
  4. ગઈ ગુજરી ભૂલી જવી: ભૂતકાળની વાતો યાદ ન કરવી.
  5. વળતા પાણી થવા: રોગમાં સુધારો થવો.
  6. વંઠી જવું: અંકુશમાં ન રહેવું, બગડી જવું.
  7. આંખ ઉઘડવી: સાચી સમજ આવવી.
  8. આભ ફાટી પડવું: એકાએક મોટી આફત આવી પડવી.
  9. ઉલાળધરાળ ન હોવું: આગળ-પાછળની ચિંતા ન હોવી.
  10. જોઈ જોઈને બોલવું: ખૂબ વિચારીને બોલવું.
  11. હોડ લગાડવી: શરત મારવી.
  12. વેર વાળવું: બદલો લેવો.
  13. રાવ ખાવી: ફરિયાદ કરવી.

ગુજરાતી વ્યાકરણ સોલ્યુશન (ધોરણ - 12)

લેખનરૂઢિ, ભાષાશુદ્ધિ, પદક્રમ અને વાક્ય સંયોજન

📝 53. લેખનરૂઢિની દૃષ્ટિએ વાક્ય સુધારો
ક્રમઅશુદ્ધ વાક્ય અને તેનો શુદ્ધ ઉત્તર
1ભલે ને તે આવ્યા, તમે પણ આવજો ને !
2મા, દીકરો તો નજર સામે જ સારો.
3લાખ સમજાવો તોય પથ્થર પર પાણી જ....
5આ કાવ્ય સુંદરીનું નથી, સૌંદર્ય કે મંગલનું છે.
6બા એ સૌના સપના સેવ્યા : કોણ બાના સેવે ?
7એનામાં સમતા અને બંધુતા માટેનું દર્દ હતું.
8તે તો ગરમ થઈ ગયો અને ભારપૂર્વક જ બોલ્યો.
9“બા, એ બા ! કમાડ ખોલો. હું છું .... હું !”
11મોટાઓએ સૌથી નાના છોકરાની વાત સાંભળતા જ નહોતા.
12આહાર પણ હું વિચારી કરીને જ લેતો હતો.
13આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે !
14નદીને કિનારે કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઊઠ્યા હતા.
15(પ્રસાદમાં) વાદક વિનાના વાજિંત્રો વાગતા.
16મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા માંડી હતી.
17એને જો. કેવી નિર્મળ, નિર્દોષ અને નિખાલસ !
📝 54. ભાષાશુદ્ધિની દૃષ્ટિએ વાક્ય સુધારો
1પતિ-પત્ની મળ્યા.
2હું તમને વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ.
3સગાં-વહાલાં લગ્ન માણવા ઉમટ્યા હતા.
4તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજિયો ધાડપાડુ સળવળી ઊઠ્યો.
5પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે.
6પતિએ પીઠ કરી ને દયિતા દેખતી રહી.
7પણ બોક્સમાં દીવાસળી નથી અને પિનમાં વાલો નથી.
8બા એ સૌના સપના સેવ્યા : કોણ બાના સેવે ?
9આગળ જતાં અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો.
10વાદળાં થાય ને વરસાદ જ ન પડે એવું તો હોય !
11મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું નહોતું.
12અરે એ ય ઉપાધ્યાય, લે આ આભૂષણ ને તું અહીંથી પાછો વળી જા.
13ધ્રુવને વાગ્યા, પ્રહલાદને વાગ્યા, ને ઠરીને બેઠા ઠેકાણે.
📝 55. પદક્રમ અને પદસંવાદની દૃષ્ટિએ વાક્ય સુધારો
1ઈશ્વર ત્યાં દેખાતો નથી, તો એ ક્યાં રહેતો હશે ?
2અભિનંદન, શ્રી પ્રભાશંકર, તમે તમારી કેસ જીતી ગયા છો.
3એના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો.
4જીવનમાં અંત એ જ પ્રકારનો અંત છે ને ?
5બગલથેલો પાટ પર મૂકીને એ બેસી ગયો.
6તે ધરતીને નંદનવનમાં ફેરવવા માંગે છે ?
7ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે.
8તે દૂર દેશ ગુરુને ઘેર વિદ્યા ભણવા ગયો.
9એ ક્યાંથી આટલી સાહસિક થઈ શકી ?
10હું ભારે લુખ્ખો માણસ હતો.
11પાંચમી પેઢી જોવાની વાસના ડોશીને હતી જ.
12મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે છે.
13ભોજા જેવો ભડ આદમી પણ ભડકી ગયો.
14મારા પર આપ વિશ્વાસ ન રાખતા તો આવું ?
15આ હિમસુતાઓમાં સૌંદર્યનું પાન કરી લેતા હતા.
16તમારા-મારા પરાક્રમોનું જ આ રાજમુગટ પર કલંક લાગ્યું છે.
📝 55. વાક્યમાં પ્રત્યય સુધારો
1ચોકીદારીમાં મારું મન હવે ધરપતું નથી.
2વેરીઓમાં મૂળ રહી ગયા હોય એમ તમને લાગ્યા કરે છે !
3બિરાંજ મૂળ તો કોઠારમાં ઉત્પન્ન થાય છે.
4મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો.
5તમે અસત્યને સત્ય માની લીધું છે.
6આ બાળકોને અહીં કોણ લાવે છે !
7પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે.
8મૃત્યુવિષયક કાવ્યોમાં તો એ વિરલ છે.
9દેવરાજ હરખમાં બોલી ઊઠ્યો.
10બાપુએ મને પાળેલા પ્રાણી જેવો બનાવ્યો.
11એનું શરીર કાબૂમાં ન રહેતું.
12હું ગાંધીગ્રામના સ્ટેશને ઉતર્યો.
13બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકરે સર્વ છૂટ આપી.
14ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી.
15ખારા પદાર્થોને તમે મીઠું કેમ કહો છો ?
16ઓરડો નાનો, પણ ખૂબ ચીવટથી સજાવેલો હતો.
📝 56. સંયુક્ત/સંકુલ વાક્યોને સાદા વાક્યોમાં ફેરવો

સૂચના: નીચેના વાક્યોમાંથી સંયોજક ઓળખી તેને સાદા વાક્યોમાં રૂપાંતરિત કરો.

  1. અગ્નિની સાક્ષીએ જેઓનું મિલન થયું હતું. અગ્નિની સાક્ષીએ જ જુદાં પડી રહ્યાં છે. (સંયોજક: જેઓનું... તે)
  2. તમે તમારે નિરાંતે રાજ કરો. મનની આશાઓ સંતોષો. (સંયોજક: ને)
  3. ગળે સોપારી જેવો ગોળ ડૂમો ભરાયો. આંખ ભીની થઈ ગઈ. (સંયોજક: ને)
  4. હું કાદવનું ફૂલ છું. મને હું રજમાત્ર હીણ ગણતી નથી. મને એનું ગૌરવ છે. (સંયોજક: પણ, બલ્કે)
  5. આ છોકરો બાર વર્ષનો થયો. ત્યાં સુધી ગુરુને ઘેર ગયો નહીં. (સંયોજક: ત્યાં સુધી)
  6. હવે નવું લઈ આવો. ત્યારે મને સાથે લઈ જજો. (સંયોજક: ત્યારે)
  7. મને તેઓ સારી રીતે રાખે છે. નિષ્કારણ તેમની નોકરી મારાથી ન છોડાય. (સંયોજક: એટલે)
  8. આર્ય, તમારી આજ્ઞા થાય. તે મારે મસ્તક પર જ ચડાવવાની હોય. (સંયોજક: એટલે)
  9. જેમ પ્રભુમાંથી આ સર્વ સૃષ્ટિ ફેલાઈ છે. તેમ વડમાંથી વડવાઈઓ ફેલાઈ હતી. (સંયોજક: જેમ... તેમ)
  10. સૌને થયું. આને પણ બોલતા આવડે છે. (સંયોજક: કે)
  11. શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો. એ ગઠ્ઠો બિલકુલ જણાયો નહીં. (સંયોજક: પણ)
  12. ગળે સોપારી જેવો ગોળ ડૂમો ભરાયો. આંખ ભીની થઈ ગઈ. (સંયોજક: ને)
  13. હું એને એ રકમ આપી દઈશ. હું બરબાદ થઈ જઈશ. (સંયોજક: જે... તો)
  14. ચાકર થઈને રહીશ. સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. (સંયોજક: પણ)
  15. મેં મારી સગી આંખે જોયું છે. બિરાંજ કઢાઈમાંથી ઉત્પન્ન થાય છે. (સંયોજક: કે)
📝 સાદા વાક્યોને સંયુક્ત/સંકુલમાં ફેરવો
1ભગવાન મહાકાલ કરાવે તેમ આપણે કરીએ છીએ. (સંયોજક: તેમ)
2કાવ્ય સંબોધનરૂપે રચાયેલું છે પણ કાવ્યમાં સંબોધ્ય છે આંખતો. (સંયોજક: પણ)
3મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે. (સંયોજક: કે)
4જ્યારે હું કાશી આવ્યો ત્યારે બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. (સંયોજક: જ્યારે... ત્યારે)
5હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના. (સંયોજક: કે)
6મગજ બહેર મારી ગયું હતું પણ પગને એમની પોતાની આગવી સૂઝ હતી. (સંયોજક: પણ)
7જેલ પાસે જઈને એણે બે વાર ચોકીદારને બૂમ પાડી પરંતુ કઈ જવાબ ન મળ્યો. (સંયોજક: પરંતુ)
8મારું માનો તો કૌરવો પાછળનો શોક છોડી દો ! (સંયોજક: તો)
9એ તો ભગવાને લાજ રાખી નહિ તો મને ઠાર કરત. (સંયોજક: નહિ તો)
10તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું. (સંયોજક: કે)
11જ્યારે ભક્તિ પ્રવ્રજ્યા લે ત્યારે તારે પણ લેવી. (સંયોજક: જ્યારે... ત્યારે)
12જ્યાં એટલું બોલે છે ત્યાં એન્જિને સીટી મારી. (સંયોજક: જ્યાં... ત્યાં)
13મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો અને સંચો ટુકડા-ટુકડા થઈ ગયો ! (સંયોજક: અને)

વિભાગ - D (અર્થગ્રહણ)

નીચેના કાવ્યો વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો.

📝 કાવ્ય - 1

મને જો પૃથ્વીની હકૂમત મળે એક ક્ષણ તો
પહેલાં તો કાઢું વટહુકમ કે આ જ ક્ષણથી
પ્રજા મારી પંખી - મનુજ - પશુ ને કીટગણો
બધાંને જીવ્યાનો જ હક, હણવાનો હક નથી.
તરુઓની ડાળે નીડ, નગર આવાસ ભીડમાં,
વનોની લ્હરી કે ગિરિકુહરમાં ભૂમિ ભીતરે
જ્યાં આબાદી ત્યાં સહુ મળી મોજ રચી રહો
પ્રજા મારીને ના ફિકર ફરિયાદ કશી હો,
હું પૃથ્વીનો રાજા, અવર ગ્રહશું વિગ્રહ નહીં
કરારો મૈત્રીના કરું, અગર હો આક્રમણ તો,
પ્રીતિનું, જેમાં ન હણાવું પણ જિતાઈ જ જવું.
સ્વતંત્ર વ્યક્તિના રહું વિરચી હું શાસન નવું.
પ્રજાને એવા તો સ્વનિયમનમાં બાંધી લઉં કે
પછીના રાજા કે હકૂમતની એને જરૂર રહે !
- ઉમાશંકર જોશી

પ્રશ્નો :

  1. કવિના વટહુકમની કેવી અસર થશે ?
  2. કવિ કેવા કરારો અને આક્રમણ કરવા ઈચ્છે છે ?
  3. પ્રીતિના આક્રમણમાં કયો સિદ્ધાંત રહેલો છે ?
  4. કવિના મતે સ્વનિયમનનું શું પરિણામ આવશે ?
  5. આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
📝 કાવ્ય - 2

કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા, મન રે ભોળા ! આપણા જુદા આંક,
થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ,
એમાં તો શું બગડી ગયું ? એમાં તે શી ખોટ !
ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમમાલ
આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ,
ધૂળિયે મારગ કંઈક મળે જો આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કહેતા બાથમાં ભીડી બાથ,
ખુલ્લાં ખેતર અડખેપડખે માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું, ક્યાં આવો છે લાભ ?
સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત,
દોઢિયાં માટે દોડતા એમાં જીવતા જાણે પ્રેત !
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ !
- મકરંદ દવે

પ્રશ્નો :

  1. કવિ પાસે શું શું નથી ? એની એમના પર શી અસર થાય છે ?
  2. ઉપરવાળી બેંક કઈ છે ? તે કેવી રીતે ઉપયોગી થાય છે ?
  3. સોનાની સાંકડી ગલી એટલે શું ? ધનલોભી માણસો માટે કવિ શું કહે છે ?
  4. કવિને ધૂળિયો મારગ શા માટે ગમે છે ?
  5. આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
📝 કાવ્ય - 3

ભમ્યો તીર્થો તીર્થો ધરી ઉર મનીષા દર્શનની
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ
ભમ્યો યાત્રાધામો, અડસઠ જલે સ્નાન કરિયાં,
વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.
છતાં હે ન લાધ્યું પ્રભુ ! પુનિત એકે તીર્થ જ્યાં
શકે મારી છીપી ચરમ મનીષા તુજ - દર્શનની !
અને એવા નવ નવ દિનો વહી ગયા શોધનમાં,
વધ્યા એથી નવ નવ સતત ઘટમાં જીવનના !
અમે બે સંગાથે સહજ મઢી ઓટલે નિત પેઠે
વળ્યાં તા વાતોમાં, નયન નમણાં ને સખીતણાં
ઢળ્યાં તા વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે -
લૂખી, ઢાંકી જેને અર્ધાપરધ્ધાં પાલવ થકી
ઉછંગે પિવડાવે અનર્ગળ વહી અમૃત ધારા !
મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.
- બાલમુકુન્દ દવે

પ્રશ્નો :

  1. કવિ તીર્થોમાં કેમ ફર્યા ?
  2. કવિએ પ્રભુદર્શન માટે શા શા પ્રયત્નો કર્યા ? તેનું શું પરિણામ આવ્યું ?
  3. સાંજના સમયે કવિ શું કરતા હતા ?
  4. કવિને પ્રભુના દર્શન ક્યાં થયા ?
  5. આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
📝 કાવ્ય - 4

દેશ તો આઝાદ થતાં થઈ ગયો, તે શું કર્યું ?
દેશ જે બરબાદ થતાં રહી ગયો,
એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું ?
લાંચરુશવત, ઢીલ, સત્તાદોર, મામા માસીના,
કાળાં બજારો, મોંઘવારી : ના સીમા !
રોષથી સૌ દોષ ગોખ્યા,
ગાળથી બીજાને પોષ્યા,
આળ પોતાના ય શિર આવે ન, જો ! તે શું કર્યું ?
આપણું ગજું ખાલી પૂરું ? જો, દેશના આ ભાગ્યમાં તે શું ભર્યું ?
સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે,
સ્વાતંત્ર્યના ગઢ કાંગરા : કરવત ગળે.
ગાફેલ થા હોંશિયાર ! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે ?
શી સ્વર્ગદુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે.
હર એક હિન્દી હિન્દ છે,
હર એક હિન્દીની છે જિંદગી.
હો હિન્દ સુરભિત ફુલ્લદલ અરવિંદ ! એ સ્વાતંત્ર્યદિનની બંદગી.
- ઉમાશંકર જોશી

પ્રશ્નો :

  1. કવિ આપણને શો પ્રશ્ન કરે છે ? શા માટે ?
  2. આ કાવ્યમાં આપણી કઈ નબળાઈઓનો ઉલ્લેખ થયો છે ?
  3. સ્વાતંત્ર્યદિને કવિ શી પ્રાર્થના કરે છે ?
  4. કાવ્યના સંદર્ભમાં શબ્દસમૂહનો અર્થ સમજાવો : મૃત્તિકા, સુરભિત
  5. આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
📝 કાવ્ય - 5

મારી ફળીના ઝાડવા બે હતાં કરતાં એક દી' વાતો,
એક કહે હદ થાય હવે, નહિ ભાંડુ - વિયોગ ખમાતો :
ચાલને અહીંથી ચાલતા થઈએ,
આઘા આઘા વનમાં જઈએ.
બીજું કહે : એમાં જીવનું જોખમ, નિત આવે કઠિયારા,
આવી ઓચિંતાના ચલાવે આપણા પર કુઠારના મારા,
જોકે મરવું કોઈ ન ટાળે,
તોયે મરવું શીદ અકાળે !
પહેલું કહે : અહીં દન ખૂટે તો પાછી ન ખૂટે રાત,
અહીં અટુલું એકલું લાગે, તહીં તો આપણી નાત,
ચાલને, આપણે ચાલતા થઈએ,
આઘા આઘા વનમાં જઈએ,
બીજું કહે : જેણે જીત ઘસીને આપણને જળ પાયાં,
એમને ક્યારે આપશું આપણાં ફળ ને આપણી છાયા ?
હું તો કહું અહીં રોકાઈ જઈએ,
એના ચૂલામાં ઇંધણાં થઈએ !
- દેવજી મોઢા

પ્રશ્નો :

  1. પહેલું ઝાડ ક્યાં જવા માંગે છે ? કેમ ?
  2. બીજું ઝાડ વનમાં જવામાં શો ભય બતાવે છે ?
  3. બીજું ઝાડ ફળિયામાં જ રહેવાનું કેમ પસંદ કરે છે ?
  4. નીચેના શબ્દોના પર્યાય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો : વિયોગ, લાકડાં
  5. આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.

વિભાગ - D (અર્થગ્રહણ)

ગદ્ય સમીક્ષા, સંક્ષેપીકરણ અને કાળકથન રીતિ

📝 નીચેના ગદ્યખંડો વાંચી પ્રશ્નોના ઉત્તર આપો (05 ગુણ)

1. વૃક્ષો અન્યના સુખને માટે છાંયડો આપે છે. પોતે તાપમાં તપે અને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે. પરોપકારી મનુષ્યો એવા જ હોય છે. જે આ નાશવંત કાયાનો ઉપયોગ પરોપકારાર્થે ન થવાનો હોય તો તેની ઉપયોગિતા શી ? સુખડ જેમ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે. સોનું જેમ વધારે તપે તેમ વધારે ચળકાટ ધારણ કરે. ઉદાર મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદ્ગુણો ત્યજતા નથી. જગત તેમની સ્તુતિ કરે કે ન કરે, તેઓ શ્રીમંત હોય કે ગરીબ, તેઓ અલ્પાયુ હોય કે દીર્ઘાયુ હોય, તેઓ ગમે તે સ્થિતિમાં હોય, પરંતુ તેઓ પોતાના માર્ગમાંથી ચલિત થતા નથી. જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે. જીવન ખાતર જીવવું એ તો કાગડા - કૂતરાનું જીવન. જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે.

- પં. સુખલાલજી

પ્રશ્નો :

  1. પરોપકારી મનુષ્યો કોના જેવા હોય છે ? કેવી રીતે ?
  2. કાગડા - કૂતરાનું જીવન કોને કહેવાય ?
  3. ઉદાર મનુષ્યોની કઈ બે વિશેષતા અહીં દર્શાવવામાં આવી છે ?
  4. કોનું જીવન નિરર્થક છે ?
  5. આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.

2. એકાગ્રતાની શક્તિ જેમ વધુ ને વધુ કેળવાતી જશે, તેમ વધુ ને વધુ જ્ઞાનપ્રાપ્તિ થતી જશે. જ્ઞાનપ્રાપ્તિનો આ જ માત્ર ઉપાય છે. બૂટપોલિશવાળો પણ જેટલો એકાગ્ર થશે, તેટલો તે બૂટને વધારે ચમકવાળા બનાવશે. ધન મેળવવામાં ઈશ્વરની આરાધના કરવામાં કે અન્ય કોઈ કાર્ય બજાવવામાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે, તેટલું તે કાર્ય વધારે સારું થશે. માનવીની શક્તિઓને એકાગ્ર કર્યા સિવાય આ જગતમાંનું બધું જ્ઞાન ક્યાં મેળવાયું છે ? આપણે એનાં દ્વાર કેમ ખખડાવવા તે જાણીએ, યોગ્ય પ્રહાર કેવી રીતે કરવો તે પિછાણીએ તો જગત તેનાં રહસ્યો આપણી સમક્ષ ખુલ્લાં કરવા તૈયાર છે. એકાગ્રતામાંથી આ પ્રકારનું બળ અને શક્તિ આવે છે.

- સ્વામી વિવેકાનંદ

પ્રશ્નો :

  1. જ્ઞાનપ્રાપ્તિનો એકમાત્ર ઉપાય કયો છે ?
  2. બૂટપોલિશવાળો અને રસોઈયો વધુ સારું કામ ક્યારે કરી શકશે ?
  3. કાર્ય વધારે સારું શેનાથી થશે ?
  4. કઈ શરતે જગત તેનાં રહસ્યો આપણી સમક્ષ ખુલ્લાં કરવા તૈયાર છે ?
  5. આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.

3. સાધુ જ્યારે ગામડામાં વિચરે ત્યારે ગ્રામદેવતાના મંદિરમાં અગર કોઈ વૃક્ષ તળે પોતાની ધૂણી ધખાવે. ત્યાં તેની પાસેથી ગામના છોકરાઓને વાર્તાઓ દ્વારા લોકજીવનનું અને ભૂગોળનું જ્ઞાન મળે, વેપારીઓને વેપારની માહિતી મળે, શૂરવીરોને પોતાની બહાદુરીની કદર ક્યાં થઈ શકે તેમ છે તે જાણવાનું મળે, ગામની ડોશીઓના વૈદકના જ્ઞાનમાં વધારો થાય, દુનિયાના રોગ મટે અને ઘણીવાર ગામના જૂના મંદિર કે ધર્મશાળાનો જીર્ણોદ્ધાર પણ થાય. પતંગિયા જેમ એક ફૂલ પરથી બીજી ફૂલ પર બેસે અને વૃક્ષને સુફલિત કરે છે, તેમ સાધુઓ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં વિચરીને સંસ્કૃતિની આપ - લે કરનારા વણઝારા બને છે. અને દેશોદેશ સંસ્કૃતિની પોઠો ઉઘાડે છે. સમાજના ઉચ્ચ અને સંસ્કારી વર્ગના લોકો ગ્રહણલોલુપ થયા, સંયમનો સ્વાદ તેમનામાંથી લોપ પામ્યો. અને તેથી સાધુવર્ગમાંથી પણ સારા લોકો ઓછા થયા. સમાજ આળસુ, વિષયાસક્ત અને લાલચુ બન્યો, સાધુની કદર કર્યા વગર, ધર્મનું પુણ્ય ખિસ્સામાં પડે એટલા જ હેતુથી, સાધુઓનું પાલન થવા લાગ્યું તેથી તે વર્ગ પણ સમાજના જેટલો જ નીચો પડ્યો.

- કાકા કાલેલકર

પ્રશ્નો :

  1. સાધુઓ નિવાસસ્થાન ક્યાં રાખતા ?
  2. સાધુઓને કોની સાથે સરખાવવામાં આવ્યા છે ?
  3. સાધુ પાસેથી ગામના જુદા જુદા વર્ગોને શું શું મળી શકે ?
  4. સાધુવર્ગમાંથી સારા લોકો ઓછા કેમ થયા ?
  5. આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.

4. પ્રાર્થના એ એક રીતે હૃદયનું સ્નાન છે. અને બીજી રીતે હૃદયનો ખોરાક પણ છે. પ્રાર્થનાના વાતાવરણમાં જો આપણે તલ્લીન થઈ શક્યા તો હૃદયમાં ભેગા થયેલા અનેક કુસંસ્કારો અને મલિન સંકલ્પો ધીમે ધીમે ઓગળી જાય છે અને શુભ સંકલ્પો મજબૂત અને વિકસિત થતા જાય છે. પ્રાર્થનામાં આપણે કશુંક માંગીએ કે ન માંગીએ, ભગવાનની સન્નિધિમાં આપણે ઊભા રહીએ એટલે આખું વાતાવરણ એની મેળે પવિત્ર થતું જાય છે. સમૂહમાં કરેલી પ્રાર્થના દ્વારા તેમાં ભળનાર લોકો વચ્ચે એક જાતની આત્મીયતા અને આત્મપરયણતા પેદા થઈ શકે છે. સમાજ અનેક રીતે પડેલો હોય, હારેલો હોય અને છિન્ન ભિન્ન થઈ ગયો હોય, તોય તેમાં નવું ચૈતન્ય પેદા કરવા માટે પ્રાર્થના સમર્થ છે. દરેક કુટુંબમાં કાંઈ નહીં તો રોજ એકવાર, સવારે કે સાંજે બધા લોકોએ ભેગા થઈ પ્રાર્થના કરવાનો રિવાજ રાખવો જોઈએ અને અંતે એ જ પવિત્ર વાતાવરણમાં, ઘરના સુખદુઃખની તેમજ સંપકુસંપની વાતો છેડવી જોઈએ. દરેક ખાનદાન માટે આ મોટામાં મોટી કેળવણી છે. જેમ વ્યક્તિને આત્મા હોય છે તેમ કુટુંબ, કોમ કે સંસ્થામાં પણ આપણે આત્મા જાગ્રત કરી શકીએ છીએ.

- કાકા કાલેલકર

પ્રશ્નો :

  1. પ્રાર્થનાને 'હૃદયનું સ્નાન' અને 'હૃદયનો ખોરાક' શા માટે ગણવામાં આવે છે ?
  2. સમૂહપ્રાર્થના દ્વારા શો લાભ થાય છે ?
  3. પ્રાર્થનાથી કઈ સમર્થતા પ્રાપ્ત થઈ શકે છે ?
  4. લોકોએ કયો રિવાજ રાખવો જોઈએ ?
  5. આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.

5. કેટલાક લોકો એમ માને છે કે અર્થશાસ્ત્રને નીતિશાસ્ત્ર અથવા ધર્મનીતિ સાથે તો કશી લેવા દેવા જ ન હોય. ખરી રીતે જોઈએ તો જનસમાજનું કલ્યાણ એ જ ઉદ્દેશ્ય બંને શાસ્ત્રોના છે. અને તેમાંય સમાજના આત્યંતિક કલ્યાણની દૃષ્ટિએ ધર્મ એ તો સમાજનો પ્રાણ છે. એટલે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો ધર્મ અથવા નીતિના વિરોધી હોઈ જ ન શકે. પણ આપણામાં એ માન્યતાએ ઘર કર્યું છે કે અર્થશાસ્ત્રમાં આર્થિક લાભનો અથવા સ્વાર્થનો વિચાર કરવાનો છે અને નીતિશાસ્ત્રમાં દયાભાવ અને પરોપકારનો વિચાર કરવાનો છે. માટે એ બે શાસ્ત્રોનો મેળ નહીં બેસે. બંને ભેગા કરવા જતાં 'બાવળના બેઉ બગડે' એવું થશે. આ બાબતમાં ગાંધીજી કહે છે, 'ધર્મ અને અર્થ વચ્ચે મેળ ન હોઈ શકે એમ માનવું ઘોર અજ્ઞાન છે, જે મનુષ્ય અર્થને ધર્મ પર નિર્ભર રાખે છે તેને અર્થલાભ થાય છે અને ધર્મલાભ તો થાય જ છે.' જે વ્યક્તિ કે સમાજ ધર્માધર્મનો કે નીતિ - અનીતિનો વિચાર કર્યા વિના સ્વાર્થને પ્રાધાન્ય આપીને પોતાની પ્રવૃત્તિ ચલાવે છે તે ચરિત્રમાં શિથિલ થયા વિના રહેતા નથી અને પોતાની પ્રગતિ કે કલ્યાણ સાધી શકતા નથી. પરંતુ આધુનિક અર્થશાસ્ત્રના મૂળ પ્રવર્તકો એડમ સ્મિથ, રિકાર્ડો વગેરેએ અર્થ અને નીતિને અલગ પાડીને અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તારવ્યા તે અર્થકારી નીવડ્યા છે.

- નરહરિ પરીખ

પ્રશ્નો :

  1. અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વિશે આપણામાં કઈ માન્યતાએ ઘર ઘાલ્યું છે ?
  2. લેખકના મત અનુસાર અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે શો સંબંધ હોઈ શકે ?
  3. આધુનિક અર્થશાસ્ત્રના મૂળ પ્રવર્તકો કોણ ?
  4. સ્વાર્થને પ્રાધાન્ય આપીને પ્રવૃત્તિ ચલાવવાથી વ્યક્તિને અને સમાજને શી અસર થાય છે ?
  5. આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.
📝 સંક્ષેપીકરણ: ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી શીર્ષક આપો (05 ગુણ)

1. સત્યથી ભિન્ન કોઈ પરમેશ્વર હોય એવું મેં નથી અનુભવ્યું. સત્યમય થવાને સારુ અહિંસા એ જ એક માર્ગ છે, એમ આ પ્રકરણોને પાને પાને ન દેખાયું હોય તો આ પ્રયત્ન વ્યર્થ સમજું છું. પ્રયત્ન વ્યર્થ હો, પણ શબ્દ વ્યર્થ નથી. મારી અહિંસા સાચી તોય કાચી છે, અપૂર્ણ છે, તેથી મારી સત્યની ઝાંખી હજારો સૂરજને એકઠા કરીએ તો પણ જે સત્યરૂપી સૂરજના તેજનું પૂરું માપ મળી ન શકે એવા સૂરજના એક કિરણમાત્રના દર્શનરૂપ જ છે. એનું સંપૂર્ણ દર્શન સંપૂર્ણ અહિંસા વિના અશક્ય છે. એટલું તો હું મારા આજ લગીના પ્રયોગોને અંતે અવશ્ય કહી શકું છું. આવા વ્યાપક સત્યનારાયણના પ્રત્યેક દર્શનને સારુ જીવમાત્રની પ્રત્યે આત્મવત્ પ્રેમની પરમ આવશ્યકતા છે અને તે કરવાની ઇચ્છા રાખનાર મનુષ્ય જીવનના એક પણ ક્ષેત્રની બહાર નથી રહી શકતો.

- મહાત્મા ગાંધી

2. ‘મરણ વિસામો છે, છેડો નથી’ માનવીની જીવનયાત્રા મરણ છેડે પૂરી થતી નથી. કાળ - કાળાંતરો વચ્ચે યુગયુગથી માણસ પોતાની વાટે ચાલી રહ્યો છે. માણસ મરે છે. સંસ્થાઓ, સંઘો. પ્રજાઓ મરે છે. ધર્મો, સંપ્રદાયો કે વિચારધારાઓના જોમ - જુસ્સો ઓસરી જાય છે. છતાં એ બધા સંસારમાંથી નિઃશેષપણે લુપ્ત થતા નથી. એક કે બીજે રૂપે પોતાની અમિટ છાપ, પોતાના જીવન અને શ્રમના અવશેષ પોતાની પાછળ મૂકતો જાય છે. કારણ કે એ તમામના હાડની ભીતર કોઈ ને કોઈ એક એવું ચિરંતન તત્ત્વ પડેલું છે, જે મરતું નથી. દેહરૂપે મરવા છતાં પ્રજાતંત્રરૂપે પોતાના વંશવેલાને કાયમ રાખી, મરીને જીવવાની જે પ્રેરણા કુદરતે આખી જીવસૃષ્ટિમાં મૂકી છે તેના બળ દ્વારા માણસ સ્મૃતિ, ઇતિહાસ, પરંપરા કે એવા જ કોઈ ને કોઈ રૂપે અવશિષ્ટ રહે છે.

- સ્વામી આનંદ

3. ભારતની ખરી દુર્બળતા તેની ગરીબાઈમાં નથી. ગરીબાઈને તો આપણે ખાળી શકીશું, પણ ભારતની સૌથી નબળી કડી ધર્માન્ધતા છે. ઘાત - પ્રતિઘાતના રૂપમાં તેનો પડઘો વધતો જઈ રહ્યો છે, કારણ કે ધર્માન્ધતાનો મોટો જથ્થો અંતે તો પૂરા વળતર સાથે મતપેટીઓ છલકાવી દેવાની પ્રચંડ શક્તિ ધરાવતો થયો છે. આપણે એવી પરિસ્થિતિનું નિર્માણ કરી ચૂક્યા છીએ કે પૂરી ધર્મનિરપેક્ષતા, પૂરી કોમનિરપેક્ષતા કે પૂરી નોકરીનિરપેક્ષતાની ઉચ્ચ અને મહાન આદર્શો સાથે ચૂંટણી લડી શકીએ તેમ નથી. જેમ યુદ્ધમાં બધું જ કર્તવ્ય બની જતું હોય છે તેમ ચૂંટણીમાં બધું જ આચરી શકાતું હોય છે. ચૂંટણીનો દોર મોટા ભાગે એવા લોકોના હાથમાં ચાલ્યો જતો હોય છે, જે ચોખ્ખા હાથના ના કહેવાય. ધર્માન્ધતા, કોમવાદ, ભ્રષ્ટાચાર, નોકરીવાદ અને અસામાજિકતા વગેરે મળીને નિશ્ચિત પરિણામ લાવતા હોય છે. અનિષ્ટોનો પ્રભાવ તથા શક્તિ એટલા વધી ગયા છે કે ઇષ્ટ તત્ત્વો બિચારા બની ગયા છે.

- સ્વામી સચ્ચિદાનંદ

4. ખરું જોતા માણસના વિકાસને હદ જ બાંધી ન શકાય. વૃક્ષ આકાશમાં જેટલો વિકાસ પામે છે તેટલું ઓછું છે. મનુષ્ય વિશે પણ એમ છે. મનુષ્યનો આદર્શ હંમેશા અપ્રાપ્ય રહે છે. જેમ - જેમ તે આગળ વધતો જશે તેમ તેમ આદર્શ પણ આગળ વધતો જશે. મનુષ્યે જીવનમાં આગળ ચાલ્યા જ કરવાનું છે. આદર્શ જ્યારે પ્રાપ્ત બને છે ત્યારે તે આદર્શ મટી જાય છે. આદર્શનું કામ માણસને દોરવાનું છે. ઈશુનો આદર્શ જુઓ - તેણે કહ્યું કે જ્યારે પ્રભુનું રાજ્ય પૃથ્વી પર અવતરશે ત્યારે માણસો એકબીજાને ચાહશે. લડાઈટંટા છોડી દેશે, દ્વેષ નહીં કરે, લોહી વહેવું બંધ થશે. લોકો તલવારના દાતરડાં કરશે, વાઘ અને બકરી એક આરે પાણી પીશે. રોગ, દુઃખ મટી જશે. તે મુજબ નરસિંહ મહેતાએ વૈષ્ણવજનનો આદર્શ મૂક્યો. આપણે જોઈ શકીએ છીએ કે આ બંને આદર્શોમાં વર્ણવાયેલી સ્થિતિ ક્યારેય પણ સંપૂર્ણતયા બનવી શક્ય નથી. પણ એટલી એ ખોટી છે. માટે આપણે પ્રયત્ન છોડી દેવો જોઈએ નહીં એને પ્રાપ્ત કરવા પ્રયત્ન ચાલુ જ રહે. ઉલટું આપણે એ તરફ કેટલું ચાલ્યા એની હંમેશા સરખામણી કરવાનો પ્રયત્ન કરવાનો પ્રસંગ એ આદર્શથી મળે છે અને તેમ આપણી સ્થિતિને આદર્શની સરખામણીમાં આગળ વધારી શકીએ છીએ.

- સુંદરમ્

5. પ્રેમનો જન્મ પરસ્પર સમભાવથી થાય છે. સમભાવ પ્રેમનું બીજ છે. એમાંથી જન્મતો પ્રેમ સ્થૂળથી પર છે. એ ચાહે છે પરસ્પરના હૃદયનું આકર્ષણ, હૃદયનો વિનિમય, પરસ્પરના હૃદયનું પૂજન. ત્યાં સુધી એનું સ્વરૂપ ઊર્ધ્વગામી છે. પરસ્પરને પાવન કરનારું છે. પરંતુ સમભાવમાંથી જન્મેલો પરસ્પરના હૃદય ઐક્યને ચાહતો પ્રેમ સ્ત્રી અને પુરુષ વચ્ચે બંધાય છે. ત્યારે એના સ્વરૂપને સમજવું ખૂબ જરૂરી છે. એની બે પાંખો - એક સૂક્ષ્મ અને બીજી સ્થૂળ, સૂક્ષ્મ માર્ગે જનાર પ્રત્યેક વ્યક્તિ સામેની વ્યક્તિનું પૂજન કરે છે. એને હૃદયમાં સ્થાપે છે. અને પ્રેમના પૂજન દ્વારા પોતાના જીવનને ઉન્નત બનાવે છે. પરંતુ પ્રત્યેક વ્યક્તિ જ્યારે બીજી પાંખે સ્થૂળ પાંખે ચાલી જાય છે ત્યારે એ પોતાનો વિનાશ નોતરે છે. સ્થૂળ સૌંદર્યને ચાહનાર કદી પણ સુખ પ્રાપ્ત કરી શકનાર નથી જ, એ ખાતરી રાખજો.

📝 કાળકથન રીતિ: વિચારોના વિકાસના ક્રમમાં ગોઠવો

1. તે તો અમારું નામબોળ્યું રાખ્યું. પોસ્ટમાસ્તરના પત્ની બોલતા હતા. અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તમારા ગુણનું સાટું વળે એમ નથી. છતે છોકરે વાંઝિયા જેવું થઈ પડ્યું હતું. તમારો તો જેટલો ગુણ માનીએ એટલો ઓછો છે મારા વીર ! અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી.

2. હું પોતે સારું હિન્દી નહોતો જાણતો. એમાં છ વિદ્યાર્થીઓને આખી ગીતા અર્થ સાથે સમજાવી. આ બધું કરતાં કરતાં સેવાની દ્રષ્ટિએ, બીજા પણ કેટલાક કામો કરતો હતો. બે વિદ્યાર્થીઓને સાથે રાખીને હિન્દી છાપા વાંચવાનો કાર્યક્રમ રાખ્યો હતો. બીજી એક વર્ગમાં ચાર વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના છ અધ્યાય ભણાવ્યા. ગીતાનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો.

3. મારું M.Sc. Home Science મેં ત્યાં ચાલુ કર્યું હતું. મને ગુજરાત ગમી ગયું હતું - ને ગુજરાતીઓ પણ. એણે જ મૌન તોડ્યું. બાળકોના સંપર્ક માં ભાષા શીખવાનું વધુ સહેલું બની ગયું હતું. ડિગ્રી લીધા બાદ મેં દોઢ - બે વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી. તમારા મોં ના ભાવ જોઈ હું સમજી ગઈ હતી. હું ત્રણ-ચાર વર્ષ વડોદરામાં રહી હતી. મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ લાગી હશે !

4. ત્યારબાદ બેંક માલિકે બારણાનું તાળું તોડ્યું. કેદી હજુ હાલતો ચાલતો ન હતો. તે ઓરડામાં દાખલ થયો અને એણે એ પાતળા અને દૂબળા થઈ ગયેલા માણસ (વકીલ) ને જોયો. પાંચ મિનિટ પસાર થઈ ગઈ. નીચેની બાજુએ વળેલા એના મસ્તકની સામે એક કાગળનો ટુકડો પડ્યો હતો. બેંક માલિકે બારણા પર ટકોરા માર્યા, જેમાં સુંદર હસ્તાક્ષરમાં કંઈક લખેલું હતું. બેંક માલિકે બારણે ટકોરા માર્યા. એ નિદ્રામાં ડૂબેલો હતો.

વિષય : ગુજરાતી (ધોરણ - 12)

વિભાગ - E (લેખન સજ્જતા) - સંપૂર્ણ પ્રશ્ન સંગ્રહ

📩 74. અરજીલેખન (આશરે ૧૦૦ શબ્દોમાં)
  1. તમારા વિસ્તારમાં અસામાજિક તત્ત્વોએ અને માથાભારે શખ્સોએ ભય અને ત્રાસનું વાતાવરણ ફેલાવ્યું હોવાથી તમામ વિસ્તારની સલામતી માટે અને રાહદારીઓના રક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવા પોલીસ કમિશનરશ્રીને સંબોધીને એક અરજી લખો.
  2. તમારા વિસ્તારમાં સ્વચ્છતાના અભાવે રોગચાળો ફેલાયો છે, તેને દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીશ્રીને સંબોધીને ૧૦૦ શબ્દોમાં અરજી લખો.
  3. તમારા વિસ્તારમાં આવેલ રંગ-રસાયણના કારખાનાના કારણે નદી તથા કૂવાના પાણી દૂષિત થયા હોવાથી પડતી મુશ્કેલીઓ અંગે આરોગ્ય વિભાગના અધિકારીશ્રીને ૧૦૦ શબ્દોમાં અરજી લખો.
  4. તમારા ગામમાં એક સરકારી દવાખાનાની ખૂબ જરૂર છે, તે માટે જિલ્લા આરોગ્ય અધિકારીને સંબોધીને જિલ્લા પંચાયતની ઓફિસમાં ૧૦૦ શબ્દોમાં અરજી લખો.
  5. તમારા વિસ્તારમાં અતિશય વરસાદના કારણે અને ખરાબ હવામાનના કારણે પાકને ભારે નુકસાન થયું હોવાથી યોગ્ય સહાય પૂરી પાડવા માટે મુખ્યમંત્રીશ્રીને સંબોધીને ૧૦૦ શબ્દોમાં અરજી લખો.
  6. તમારા વિસ્તારમાં કોરોના મહામારીના કેસો સતત વધી રહ્યા છે, આ અંગે યોગ્ય પગલાં લેવા આરોગ્ય અધિકારીને સંબોધીને ૧૦૦ શબ્દોમાં અરજી લખો.
🗣️ 75. નીચેના ગદ્યખંડોનું વાદનાત્મક ગદ્યમાં રૂપાંતર કરો
  1. આપણા દેશમાં વધતી જતી મોંઘવારી માનવીના શરીરમાં ફેલાતા જ્વલંત રોગ જેવી ભયાનક છે. આવક અને ખર્ચના છેડાને માંડ માંડ મેળવતા લોકો મોંઘવારી વધતા કઈ વસ્તુનો વપરાશ ઘટાડવો એ વિચારમાં પડી ગયા છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાયાની જરૂરિયાતો મેળવવામાં મુશ્કેલી અનુભવે છે. સામાજિક અશાંતિ અને આપઘાતના કિસ્સાના મૂળમાં મોંઘવારી જ હોય છે.
  2. આજે માતૃભાષાને સ્થાને અંગ્રેજી દ્વારા શિક્ષણ આપવાનું ફેશનરૂપ બનતું જાય છે. સામાન્ય વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમ બેવડી મુશ્કેલી ઊભી કરે છે. એક મુશ્કેલી વિદેશી ભાષા શીખવાની અને બીજી મુશ્કેલી તેના દ્વારા વિષયને સમજવાની. જો માતૃભાષા દ્વારા શિક્ષણ અપાય તો બાળક માટે અભ્યાસ વધુ સરળ અને રસપ્રદ બને. પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થાય તો જ શિક્ષણ ઓછું બોજારૂપ બને.
  3. સ્ત્રી-પુરુષની સમાનતામાં સ્પર્ધાની વાત નથી. હરિજનોને સૌની સમાન ગણવા જોઈએ એમ આપણે કહીએ ત્યારે તેમાં સ્પર્ધાની વાત આવતી નથી. સ્ત્રી કરતા પુરુષની સ્નાયુશક્તિ વધારે છે, બંનેની શરીર રચના ભિન્ન છે. પણ આ ભિન્નતાના કારણે કોઈને ચડિયાતું કે ઉતરતું ન ગણાય. એકને બીજા પર આધિપત્ય જમાવવાનો અધિકાર હોઈ શકે નહીં. સ્ત્રીને તેની શક્તિઓના વિકાસ માટે પુરુષ જેટલી જ તકો મળવી જોઈએ.
  4. નાની લાગતી વસ્તુ ઘણીવાર મહત્વની બને છે અને મોટી લાગતી વસ્તુ ખરેખર મહત્વ વિનાની હોય છે. મૃગજળનો વિસ્તાર ઘણો મોટો હોવા છતાં ત્યાં પાણીનું ટીપું નથી. આકાશ મોટું છે, આખી પૃથ્વીને વ્યાપેલું છે, આકાશમાં તારાઓ એક ખૂણામાં ક્યાંક સમાઈ જાય છે અને નાના દેખાય છે. આમ તો આકાશ જેવું કશું નથી અને તારાઓ તો પૃથ્વી અને સૂર્યથી પણ મોટા છે.
  5. કેવળ હડતાલ શ્રમિકોના પ્રશ્નો ન ઉકેલી શકાય. હડતાલ સિવાય પણ બીજા ઘણા માર્ગો છે. આપણા જેવા વિકાસશીલ દેશને હડતાલનો વિલાસ પોસાય નહીં. હડતાલથી રાષ્ટ્રને થતું નુકસાન વિચારવાનો સમય હવે પાકી ગયો છે. હડતાલથી કદાચ શ્રમિકોના એક વર્ગને લાભ થતો હશે, પણ રાષ્ટ્રને થતા નુકસાનનો અંદાજ કાઢવો જોઈએ. જનતાએ આમાં રિબાવું પડે છે.
  6. વર્તમાન શિક્ષણ પરીક્ષાલક્ષી છે, જીવનલક્ષી નથી. પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એ જ શિક્ષણનું આખરી ધ્યેય છે. આને પરિણામે વિદ્યાર્થીના ઘડતરમાં ઉણપ રહે છે. શૈક્ષણિક પરીક્ષામાં ઊંચા ગુણ સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી જગત અને જીવનની પાઠશાળામાં નિષ્ફળ પુરવાર થાય છે. આ હકીકત શિક્ષણના આખા માળખાની ખામીનો પુરાવો છે.
  7. મનુષ્ય તેના અનુભવોથી ઘડાય છે. નાનું બાળક સળગતો કોલસો જુએ અને લોભાઈને પકડી લે તો દાઝી જાય. એ અનુભવ તેને લાલ ચમકતી ચીજથી દૂર રહેવાનું શીખવે છે. પરંતુ પુખ્ત ઉંમરે પણ જો લાલ ચમકતો હીરો જોઈને ડરી જાય અને તેને હાથમાં ન લે તો તે મનુષ્ય થવા માટે લાયક નથી. અનુભવોમાંથી તેણે શીખવું જોઈએ કે કોલસો અને હીરો અલગ છે.
  8. ગઈ કાલે આપણે જે હતા તેવા આજે નથી. આપણી ઈચ્છા હોય તો પણ આપણે તેવા રહી શકતા નથી. સમય અને સંજોગો બદલાઈ ગયા છે એટલે ગઈ કાલે જે બની ગયું તે આજે નવું બની શકે તેમ નથી. આજે તો કશુંક નવું જ બનવાનું છે. એટલે ભૂતકાળ તો એક તૂટી ગયેલી હોડી છે. એનું અસ્તિત્વ આજે હોઈ શકે જ નહીં. એનાથી ડરીને પાછા ફરવાને બદલે આગળ નીકળી જવું જોઈએ.
  9. લીમડો સ્વાદમાં કડવો ક્યાં નથી હોતો ? છતાં એ કડવા લીમડાના વૃક્ષ નીચે માણસ બેસે છે. ઉનાળામાં લીમડાની છાયામાં અદભૂત શીતળતાનો અનુભવ ક્યાં નથી થતો ? કેટલાક મૂર્ખાઓ કુહાડીથી તેને કાપી નાખે છે તે શું યોગ્ય છે ? માંદા બાળકને કડવું ઓષધ કોણ પાય છે ? માં સિવાય બીજું કોણ પાય ? માં તે માં, બીજા બધા વગડાના વા. માં કડવી દવા પાય તેથી તેને મારી ન નાખાય. માં-બાપ ઘણીવાર બાળકને ઠપકો આપે છે પણ તેની પાછળ તેમનો હેતુ શુભ હોય છે.
  10. જે કામ અત્યારે ધકેલી દીધું હોય તે જ સૌથી પ્રથમ હાથ પર લો. ભલે એ કામ અઘરું કે અણગમતું લાગે. ઘણીવાર કામ શરૂ નથી કરતા માટે જ તે અઘરું લાગે છે. કામની શરૂઆત કરી દેવાથી તેમાં રહેલું અઘરાપણું દૂર થવા માંડશે. શરૂઆતમાં જે કામ લાંબુ લાગતું હોય તે થોડા સમયમાં પતી જાય એવા અનુભવો પણ થાય છે. સફળતા માટે મનનું વલણ મહત્વનું છે.
🎭 75. ભાવાત્મક ગદ્ય (૮૦ શબ્દોમાં)
  1. પ્રાર્થના: પ્રાર્થના, હૃદયનું સ્નાન, હૃદયનો ખોરાક, વાતાવરણ, ભગવાનનું સાનિધ્ય, આત્મીયતા, આત્મપરાયણતા, નવું ચૈતન્ય, મહાન મૂડી, ધીરજ, નવી આશા...
  2. કન્યા વિદાય: કોડભરી કન્યા - પરવાળા જેવા હોઠ - હરણાં જેવા નેત્રો - જમીનસરસી નજર - પાનેતર - આભૂષણ - ચંચળતા - ગાંભીર્ય - વેદના અને હર્ષોલ્લાસ - મનના ઘોડા દોડાવવા - આપ્તજનો.
  3. યુવાન અને આતંકવાદ: યુવાન - નોકરીની અનિશ્ચિતતા - સમાજનો તિરસ્કાર - આક્રોશ - બદલો - આતંકવાદની લાલચ - ભૂલ - ફસાવું - ડગલે પગલે મોત - ડર - પસ્તાવો - શરણે થવાની ઈચ્છા.
  4. લોકસાહિત્યનો કાર્યક્રમ: ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિ માટે આયોજન - ભવ્ય વિશાળ કલામય સ્ટેજ - લોકવાજિંત્રો - લોકગીતો - કલાકારોની મસ્તી - દુહા - છંદની રમઝટ - જામતી રાત - સુખદ સ્મૃતિ.
  5. એન્જિનિયર સ્નાતકની વ્યથા: ઇજનેરી સ્નાતક - પિતાની ચિંતા - પિતા પર પોતે બોજરૂપ - ખુશામત - ભ્રષ્ટાચારનો ભોગ - પ્રાદેશિકતાની પીડા - સતત પ્રયત્ન - નિષ્ફળતાઓ - આપઘાત કરવા પ્રયત્ન - ઝેર - ગળાફાંસો - નબળાઈ અનુભવવી - અસહ્ય વેદના - મનની વ્યાથિત દશા.
  6. એકલતાની વેદના: છાતી ફાટ રુદન - તૂટેલો આધારસ્તંભ - એકલતા - નિરાશા - ઢસરડા - જીવ કપાઈ જવો - કડવા ઘૂંટડા ગળવા - શક્તિ હણાવી - રોગ - ખાટલાવશ - રીબાવું - વેદના - અસહ્ય સ્થિતિ.
  7. ચરિત્ર: ચરિત્ર - જીવનની શોભા - શરીરમાં ફેફસાં - જીવનમાં ચરિત્ર - ચરિત્રહીન વ્યક્તિની કિંમત કોડીની - ચરિત્ર બધા સદ્ગુણોનો સરવાળો - ચરિત્રવાન વ્યક્તિઓની ઉણપ - ચરિત્રવાન વ્યક્તિની સમાજ પર અસર - ચરિત્રની કેળવણી અનિવાર્ય.
  8. સફળતા: નાનમ ન લાગવી - દુર્બળતા - ખોટો અહંકાર - સ્વાસ્થ્ય - સશક્ત - હૃષ્ટપુષ્ટ - બુદ્ધિ - દોષ - ભાગ્યવાન - નાગરિક - ગૃહસ્થ - આદર્શ - પ્રયત્નશીલ - દીર્ઘ - સાવધ - સિદ્ધિઓ - અનુકૂળ - સફળ - પારસમણી.
  9. અહિંસા: અહિંસા - આચરણનો સ્થૂળ નિયમ - મનની વૃત્તિ - સત્યના જેટલી વ્યાપક સિદ્ધિ - અશક્ય સાધન - સિક્કાની બે બાજુ - પ્રેમ અને અહિંસા - શુદ્ધ સ્વરૂપ - તીવ્ર - કાર્યશક્તિ - અમોઘ - વેરઝેર - પોથીમાંનું રીંગણું - મહાન શક્તિ - કલ્યાણકારી.
  10. મોંઘવારીની ભીંસ: સમાજમાં ત્રણ વર્ગો - અઢળક સંપત્તિ - ભીખ માંગવી - મોંઘવારીમાં પરેશાન - સામાજિક પ્રતિષ્ઠા - ઓછી આવક - આર્થિક ભીંસ - કેળવણીથી વંચિત - વ્યવહારમાં ફેરફારો.
✍️ 76. નિબંધ લેખન (આશરે ૨૫૦ શબ્દોમાં)
  1. પ્રકૃતિના રમ્ય - રૌદ્ર સ્વરૂપો: પ્રસ્તાવના - પ્રકૃતિના રમ્ય સ્વરૂપો : શરદ, વર્ષા, વસંત - પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપો : અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, ભૂકંપ, સુનામી - ઉપસંહાર.
  2. મોંઘવારીનું વિષચક્ર / હાય રે મોંઘવારી !: પ્રસ્તાવના - મોંઘવારી વધવાના કારણો - મોંઘવારીની ભયાનક અસર - મોંઘવારીના વિષચક્રથી અર્થતંત્રને બચાવવાના ઉપાયો - ઉપસંહાર.
  3. ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર: પ્રસ્તાવના - ભ્રષ્ટ આચરણ - ભ્રષ્ટાચારના કારણો - પાયો - સમાજ જીવન પર અસરો - ઉપસંહાર.
  4. જનતા - લોકશાહીનું સાચું બળ: પ્રસ્તાવના - લોકશાહીમાં જનતાનું સ્થાન - મતની તાકાત - પ્રજાની જાગૃતિ અને વિવેકબુદ્ધિનું મહત્વ - ઉપસંહાર.
  5. વધતી જતી જનસંખ્યા - ભારતની એક સમસ્યા: પ્રસ્તાવના - ભારતમાં વધતી જતી વસ્તી - વસ્તી વધારાના કારણો - વસ્તી વધારાના લીધે થતી અસરો - ઉપસંહાર.
  6. આતંકવાદ : ભારતનો એક સળગતો પ્રશ્ન: પ્રસ્તાવના - આતંકવાદ : વિશ્વવ્યાપી સમસ્યા - ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ - આતંકવાદ અને દેશને થતી હાનિ - આતંકવાદનો વરવો ચહેરો - ઉપસંહાર.
  7. પ્રદૂષણ - એક સાર્વત્રિક સમસ્યા: પ્રસ્તાવના - ઔદ્યોગિક ક્રાંતિની અસરો - વસ્તી વિસ્ફોટની અસરો - અણુશસ્ત્રોના અખતરાની અસરો - પ્રદૂષણ ઘટાડવાના ઉપાયો - ઉપસંહાર.
  8. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય / પરિશ્રમ એ જ પારસમણી: પ્રસ્તાવના - શ્રમ પ્રત્યે આપણા દેશમાં પ્રવર્તતી સૂગ - મહાપુરુષોના ઉદાહરણો - શ્રમ કરવાના ફાયદા - બદલાતો દ્રષ્ટિકોણ - ઉપસંહાર.
  9. નારી તું નારાયણી: પ્રસ્તાવના - નારીનો મહિમા - આર્ય નારીની મહાનતા - આર્ય નારી પર પશ્ચિમની અસર - કુટુંબના કેન્દ્ર સ્થાને નારી - ઉપસંહાર.
  10. ઓનલાઇન થઈ રહેલું વિશ્વ: પ્રસ્તાવના - ઇન્ટરનેટની સંકલ્પના - શોધ - ડિજિટલાઇઝેશનના ફાયદા - ગેરફાયદા - વેપાર - રોજગાર - સંચાર - મુશ્કેલીઓ - યુવાનો પર અસર - ઉપસંહાર.
  11. પુસ્તક : જ્ઞાનનો પુંજ: પ્રસ્તાવના - શ્રેષ્ઠ મિત્ર - જ્ઞાનનો પુંજ - પ્રેરણામૂર્તિ - જીવનની દિશા બદલનાર માર્ગદર્શક - મહાપુરુષો અને તેમનો પુસ્તક પ્રેમ - દ્રષ્ટાંતો - ઉપસંહાર.
  12. કોરોના મહામારીમાં અટવાયેલું માનવ જીવન: પ્રસ્તાવના - ભૂતકાળમાં આવેલી અન્ય મહામારી - કોરોના વાયરસનો ઉદ્ભવ અને ફેલાવો - લક્ષણો - વૈશ્વિક ભયાનકતા - ભારતમાં અસર - સરકાર દ્વારા લીધેલા પગલાં - સાવચેતીના ઉપાયો - આર્થિક, માનસિક, શૈક્ષણિક અસરો - ઉપસંહાર.
  13. મોબાઈલના લાભાલાભ / મોબાઈલ : વરદાન કે અભિશાપ: પ્રસ્તાવના - સંપર્કનું સાધન - શિક્ષણ અને માહિતીનો ભંડાર - અતિ ઉપયોગના ગેરફાયદા - સામાજિક અંતર - આરોગ્ય પર અસર - સમજદારીપૂર્વક ઉપયોગ - ઉપસંહાર.

📝 નિષ્કર્ષ (Conclusion)

આશા છે કે EduStepGujarat દ્વારા તૈયાર કરવામાં આવેલું આ 'માસ્ટર આઈએમપી લિસ્ટ' તમારી બોર્ડ પરીક્ષાની તૈયારીમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. ગુજરાતી વિષયમાં સફળતા મેળવવાની ચાવી 'નિયમિત રિવિઝન' અને 'લેખન મહાવરો' છે. જો તમે અહીં આપેલા તમામ ૫ વિભાગોને ધ્યાનપૂર્વક તૈયાર કરશો, તો તમે ચોક્કસપણે ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકશો. તમારી મહેનતને સાચી દિશા આપવા માટે અમે હંમેશા તમારી સાથે છીએ.

🤔 વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

પ્રશ્ન ઉત્તર
૧. શું આ પ્રશ્નો બોર્ડની પરીક્ષા માટે પૂરતા છે? હા, આ પ્રશ્નો પાછલા વર્ષોના પેપર્સ અને નવા માળખા મુજબ તૈયાર કરેલા હોવાથી તે તૈયારી માટે શ્રેષ્ઠ છે.
૨. આમાં વ્યાકરણના કયા ટોપિક્સ આવરી લેવાયા છે? વિભાગ-સી માં જોડણી, નિપાત, વિશેષણ, કૃદંત, રૂઢિપ્રયોગો અને વાક્ય રૂપાંતર જેવા તમામ મુદ્દાઓ છે.
૩. ગદ્ય વિભાગના ૧૧૩ પ્રશ્નો કરવા જરૂરી છે? હા, આ ૧૧૩ પ્રશ્નોમાં દરેક પાઠના અતિ મહત્વના મુદ્દાઓ વણી લેવાયા છે, જેમાંથી જ પ્રશ્નો પૂછાવાની શક્યતા વધુ છે.
૪. નિબંધ લેખન માટે કયા વિષયો વધુ મહત્વના છે? કોરોના મહામારી, મોબાઈલના લાભાલાભ, પ્રદૂષણ અને નારી તું નારાયણી જેવા ૧૩ વિષયો મોસ્ટ આઈએમપી છે.
૫. શું આ મટીરીયલ ૨૦૨૬ ના નવા માળખા મુજબ છે? ચોક્કસ, આ સમગ્ર લિસ્ટ બોર્ડની લેટેસ્ટ બ્લુપ્રિન્ટ (Blueprint) અને પેપર સ્ટાઈલ મુજબ તૈયાર કરાયું છે.
૬. અર્થગ્રહણ (વિભાગ-ડી) ની તૈયારી કેવી રીતે કરવી? આ પોસ્ટમાં આપેલા ૫ મહત્વના ઉદાહરણોનો મહાવરો કરવાથી તમે પંક્તિઓનો અર્થ સરળતાથી સમજી શકશો.
૭. આ પ્રશ્નોના ઉત્તરો ક્યાંથી મળશે? મોટાભાગના ઉત્તરો આ પોસ્ટમાં જ આપેલા છે, બાકીના ઉત્તરો માટે તમે પાઠ્યપુસ્તકનો સંદર્ભ લઈ શકો છો.
૮. ભાવાત્મક ગદ્ય લખતી વખતે શું ધ્યાન રાખવું? આપેલા શબ્દોનો ઉપયોગ કરીને લાગણીસભર અને મૌલિક લખાણ લખવું જોઈએ.
૯. જોડણી અને લેખનશુદ્ધિ માટે શું કરવું? વિભાગ-સી માં આપેલી સાચી જોડણીની યાદીનું વારંવાર રિવિઝન કરવું અને લખવાની પ્રેક્ટિસ કરવી.
૧૦. શું આ પ્રશ્નોની પીડીએફ (PDF) મળી શકે? હા, અમારી વેબસાઈટના ડાઉનલોડ સેક્શનમાં આ મટીરીયલની પીડીએફ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.

⚠️ ડિસ્ક્લેમર (Disclaimer)

આ પોસ્ટમાં આપવામાં આવેલા પ્રશ્નો અને મટીરીયલ માત્ર વિદ્યાર્થીઓના અભ્યાસ અને રિવિઝનના હેતુ માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રશ્નો પાછલા વર્ષોના અનુભવ અને વિષય નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવેલા 'મહત્વના' પ્રશ્નો છે. અમે એવો કોઈ દાવો કરતા નથી કે બોર્ડની પરીક્ષામાં માત્ર આ જ પ્રશ્નો પૂછાશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ મટીરીયલની સાથે સાથે સમગ્ર પાઠ્યપુસ્તકનો પણ અભ્યાસ કરે. EduStepGujarat કોઈ પણ પ્રકારની પરીક્ષાના પરિણામની ગેરંટી આપતું નથી.

વધુ શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહો.

🌐 www.EduStepGujarat.com

 

અમારી સોશિયલ મીડિયા ચેનલમાં જોડાઓ:

WhatsApp ચેનલ Telegram ચેનલ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

AEIAT Hall Ticket 2026: મદદનીશ કેળવણી નિરીક્ષક પરીક્ષાની હોલ ટિકિટ જાહેર, અહીંથી ડાઉનલોડ કરો | EduStepGujarat

ભારતના વર્તમાન પદાધિકારીઓ ૨૦૨૬: ૨૮ રાજ્યો, સંરક્ષણ દળ અને તમામ આયોગની સંપૂર્ણ યાદી | EduStepGujarat

ભારતીય બંધારણ: મૂળભૂત ફરજો (કલમ ૫૧-ક) | શોર્ટકટ ટ્રીક્સ અને IMP પ્રશ્નો | Fundamental Duties in Gujarati

 

ચર્ચાપત્ર લખવાની રીત, ફોર્મેટ અને ઉદાહરણો | Charchapatra in Gujarati for GPSC, CCE & TAT Mains | EduStepGujarat

                              

ગણિત: ચક્રવૃદ્ધિ વ્યાજ (Compound Interest) ચક્રવૃદ્ધિ વ્યાજ નું સૂત્ર | તફાવત અને શોર્ટકટ ટ્રીક અને અર્ધવાર્ષિક વ્યાજના નિયમો - સંપૂર્ણ ગાઈડ