મુખ્ય સામગ્રી પર જાઓ

ગામડું કેવું હોઈ !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!...................................

કવિતા: ગામડું કેવું હોય..

ધૂળ ઢેફા ને પાણાં હોય,

ભીંતે - ભીંતે છાણાં હોય.

ટાણાં એવા ગાણાં હોય,

મળવા જેવા માણાં હોય.

ganmdu kevu hoi


સાહિત્યમા રુચી હોય,

શેરી વાંકી ચુકી હોય.

બાયુને કેડે કુંચી હોય,

ઉકરડાં ને ઓટા હોય.

બળદીયાના જોટા હોય,

પડકારા હાકોટા હોય.

માણસ મનનાં મોટા હોય,


માથે દેશી નળીયા હોય.

વિઘા એકનાં ફળીયા હોય,

બધા હૈયા બળીયા હોય.

કાયમ મોજે દરીયા હોય,

સામૈયા ફુલેકા હોય.

તાલ એવા ઠેકા હોય,

મોભને ભલે ટેકા હોય.

દિલના ડેકા - ડેકા હોય,

gamdu kevu hoi


ગાય, ગોબર ને ગારો હોય.

આંગણ તુલસીક્યારો હોય,

ધરમનાં કાટે ધારો હોય.

સૌનો વહેવાર સારો હોય,

ભાંભરડા ભણકારા હોય.

ડણકું ને ડચકારા હોય,

ખોંખારા ખમકારા હોય.


ગામડામાં વસ્તી નાની હોય,

ઘરે - ઘરે જ્ઞાની હોય.

આંગણિયે આવકારો હોય,

મહેમાનોનો મારો હોય !

ચા પાવાનો ધારો હોય,

વહેવાર એનો સારો હોય.

રામ રામનો રણકારો હોય,

જમાડવાનો પડકારો હોય.

gamdu kevu hoi by edustepgujart


સત્સંગ મંડળી જામી હોય,

બેસો તો સવાર સામી હોય.

જ્ઞાનની વાતો બહુ નામી હોય,

જાણે સ્વર્ગની ખામી હોય.


વહુને સાસુ ગમતાં હોય,

ભેળાં બેસી .. જમતાં હોય.

બોલવામાં સૌને સમતા હોય,

ભૂલ થાય તો નમતાં હોય.

છોકરાં ખોળામાં રમતાં હોય,

એવી માની મમતા હોય.

edustepgujarat by gamdu kevi hoi


‘ ગઈઢ્યા ’ છોકરાવને સંભાળવતાં હોય,

ચોરે બેસી રમાડતાં હોય !

સાચી દિશાએ વાળતાં હોય,

બાપાના બોલ સૌ પાળતા હોય.

ભલે ! આંખે ઓછું ભાળતાં હોય,

આવા ‘ ગઇડાં ’ ગાડા વાળતાં હોય.


નીતિ નિયમનાં શુઘ્ધ હોય,

આવાં ઘરડાં ઘરમાં વૃધ્ધ હોય.

માંગે પાણી ત્યાં દૂધ હોય,

માનો તો ભગવાન બુદ્ધ હોય !


ભજન - કીર્તન થાતાં હોય,

પરબે પાણી પાતાં હોય.

મહેનત કરીને ખાતાં હોય,

પાંચમાં પૂછાતાં હોય !

દેવ જેવા દાતા હોય,

ભકિત રંગમાં રંગાતા હોય.

પ્રભુનાં ગુણ ગાતા હોય,


ઘી - દૂધ બારે માસ હોય.

મીઠી - મધુર છાસ હોય,

વાણીમાં મીઠાશ હોય.

રમઝટ બોલતા રાસ હોય,

પુન્ય તણો પ્રકાશ હોય.

ત્યાં નક્કી કૃષ્ણનો વાસ હોય,


કાચાં - પાકાં મકાન હોય.

એમાંય એક દુકાન હોય,

ગ્રાહકોનાં એવાં માન હોય,

જાણે મળ્યા ભગવાન હોય,

સંસ્કૃતિની શાન હોય.

ત્યાં સુખીએનાં સંતાન હોય,


ઓશરીએ રૂમ ચાર હોય.

ભેળું જમણવાર હોય,

અતિથીને આવકાર હોય.

ખુલ્લાં ઘરનાં દ્વાર હોય,


કુવા કાંઠે આરો હોય.

નદીને કિનારો હોય,

વહુ - દીકરીનો વર્તારો હોય.

ધણી પ્રાણથી પ્યારો હોય !


કાનો ભલે ! કાળો હોય,

એની રાધાને મન રૂપાળો હોય.

વાણી સાથે વર્તન હોય,

મોટા સૌનાં મન હોય,

સુંદર હરિયાળાં વન હોય.


સુગંધી પવન હોય,

ગામડું નાનું વતન હોય.

ત્યાં જોગમાયાનાં જતન હોય,

માનવી મોતીનાં રતન હોય.

પાપનું ત્યાં પતન હોય,

gamdu


શીતળવાયુ વાતો હોય.

ઝાડવે જઇ ... અથડાતો હોય,

મોર તે દી ’ મલકાતો હોય,

ત્યારે મન મુકીને " કવિ " ગાતો હોય.

ભલે ... ! ભલે ... ! ભાય..ભાય ... બાહપો ... બાહપો ..... ગામડુ એટલે ગામડુ હો મારા વાલા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Gujarat Police Constable Syllabus 2025: નવી પરીક્ષા પદ્ધતિ (Part 1 & 2) | વિષયવાર સંપૂર્ણ અભ્યાસક્રમ અને ટોપિક લિસ્ટ

  ગુજરાત સરકારના ગૃહમંત્રાલય દ્વારા ટૂંક સમયમાં 13,000+ જગ્યાઓ પર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની નવી ભરતી જાહેર થવા જઈ રહી છે (સંભવિત નવેમ્બર-ડિસેમ્બર 2025). આ ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખુશખબર એ છે કે ભરતી બોર્ડે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. ​પરીક્ષા પાસ કરવા માટે નવો સિલેબસ જાણવો ખૂબ જરૂરી છે. અહીં અમે તમને Part-1 અને Part-2 નો ઓફિશિયલ વિગતવાર સિલેબસ આપી રહ્યા છીએ. ​ પરીક્ષા પદ્ધતિની મુખ્ય બાબતો (Exam Pattern Overview) ​ પરીક્ષાનો પ્રકાર: MCQ (બહુવિકલ્પી પ્રશ્નો). ​ કુલ સમય: Part 1 અને Part 2 માટે કુલ 3 કલાક. ​ નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક કપાશે. ​ સાચો જવાબ: દરેક પ્રશ્નનો 1 માર્ક રહેશે. ​ ૧. પોલીસ કોન્સ્ટેબલ: Part-1 સિલેબસ (Qualifying) આ વિભાગ 80 માર્ક્સનો રહેશે. પાસ થવા માટે તમારે 40% (એટલે કે 32 માર્ક્સ) લાવવા ફરજિયાત છે. વિષય (Subject) માર્ક/પ્રશ્નો રીઝનીંગ 30 ગણિત 30 ગુજરાતી કોમ્પ્રિહેન્શન 20 કુલ (Part 1) ...

ભારતનું બંધારણ: ૧૨ અનુસૂચિઓ (Schedules) | યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક અને વિગતવાર સમજૂતી - GK

  નમસ્કાર મિત્રો! પોલીસ ભરતી હોય કે તલાટી, બંધારણ વિષયમાં 'અનુસૂચિઓ' (Schedules) નો પ્રશ્ન અચૂક પૂછાય છે. જ્યારે મૂળ બંધારણ બન્યું ત્યારે તેમાં ૮ અનુસૂચિ હતી, પરંતુ હાલમાં સુધારા વધારા સાથે કુલ ૧૨ અનુસૂચિ છે. કઈ અનુસૂચિમાં કયો વિષય છે? તે યાદ રાખવું થોડું અઘરું પડે છે. આજે આપણે આ ૧૨ અનુસૂચિઓને સરળ સમજૂતી સાથે યાદ રાખીશું. ​ ૧૨ અનુસૂચિઓનું સંપૂર્ણ લિસ્ટ (Master Table) ​નીચેના કોઠામાં અનુસૂચિનો ક્રમ અને તેમાં કઈ બાબતનો સમાવેશ થાય છે તે આપેલું છે. ક્રમ વિષય / જોગવાઈ અનુસૂચિ-1 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામ અને વિસ્તાર અનુસૂચિ-2 રાષ્ટ્રપતિ, રાજ્યપાલ વગેરેના પગાર અને ભથ્થા અનુસૂચિ-3 વિવિધ હોદ્દેદારોના શપથ અને પ્રતિજ્ઞા અનુસૂચિ-4 રાજ્યસભાની બેઠકો ની ફાળવણી અનુસૂચિ-5 SC અને ST વિસ્તારોનો વહીવટ અનુસૂચિ-6 આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ (AMTM) ના આદિવાસી વિસ્તારો અનુસૂચિ-7 કેન્દ્ર અ...

Gujarat University Recruitment 2025-26: Apply Online for 84 Junior Clerk & 36+ Other Administrative Posts | ગુજરાત યુનિવર્સિટી વહીવટી ભરતી ૨૦૨૫-૨૬

  નમસ્કાર મિત્રો! જો તમે સરકારી યુનિવર્સિટીમાં વહીવટી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા હોવ, તો તમારા માટે સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ (GU) દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે વિવિધ વહીવટી પોસ્ટ્સ (Administrative Posts) જેવી કે જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, રજિસ્ટ્રાર અને અન્ય ૩૬ થી વધુ કેડર માટે સત્તાવાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી દ્વારા કુલ ૮૪ થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. આજના આ લેખમાં આપણે ફોર્મ ભરવાની તારીખ, લાયકાત, પગાર ધોરણ અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે ઊંડાણપૂર્વક જાણીશું. 📌 ગુજરાત યુનિવર્સિટી ભરતી ૨૦૨૫ હાઇલાઇટ્સ વિગત માહિતી સંસ્થાનું નામ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ કુલ જગ્યાઓ 84+ (જુનિયર ક્લાર્ક સહિત) અરજી શરૂઆત 29 ડિસેમ્બર 2025 છેલ્લી તારીખ 13 જાન્યુઆરી 2026 💼 ખાલી જગ્યાઓ અને પગાર ધોરણની વિગત ​ગુજરાત યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક (૮૪ જગ્યાઓ) ઉપરાંત રજિસ્ટ્રાર, સિનિયર ક્લાર્ક અને સિક્યુરિટી ઓફિસર જેવી અનેક પોસ્ટ્સ ...