૧૮૫૭નો વિપ્લવ (Revolt of 1857): ભારત અને ગુજરાતના ક્રાંતિકારીઓ | કારણો અને પરિણામ - સંપૂર્ણ ઇતિહાસ (History GK)
નમસ્કાર મિત્રો! ભારતની આઝાદીની લડાઈનો પાયો ૧૮૫૭ના વિપ્લવ દ્વારા નંખાયો હતો. અંગ્રેજોના અન્યાયી શાસન સામે ભારતીય પ્રજા અને સૈનિકોએ કરેલો આ પ્રથમ સશસ્ત્ર બળવો હતો. વીર સાવરકરે આ ઘટનાને "ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ" કહ્યો છે. મંગલ પાંડેની બંદૂકથી શરૂ થયેલી આ ક્રાંતિમાં ઝાંસીની રાણી અને તાત્યા ટોપે જેવા વીરોએ બલિદાન આપ્યા હતા. આજે આપણે ભારત અને ગુજરાતમાં આ વિપ્લવ ક્યાં અને કોણે કર્યો? તેની વિગતવાર માહિતી મેળવીશું.
વિપ્લવનું મુખ્ય કારણ: એનફિલ્ડ રાઈફલ
- અંગ્રેજ સરકારે સૈનિકોને નવી 'Enfield Rifle' આપી હતી.
- આ રાઈફલના કારતૂસ (Cartridge) પર ગાય અને ડુક્કરની ચરબી લાગેલી હતી, જેને દાંતથી તોડવી પડતી.
- હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના સૈનિકોની ધાર્મિક લાગણી દુભાઈ, જે વિપ્લવનું તાત્કાલિક કારણ બન્યું.
- પ્રથમ શહીદ: ૨૯ માર્ચ ૧૮૫૭ના રોજ બરાકપુર છાવણીમાં મંગલ પાંડે એ અંગ્રેજ અધિકારી પર ગોળી ચલાવી હતી. તેમને ૮ એપ્રિલે ફાંસી આપવામાં આવી.
૧. ભારતમાં વિપ્લવના મુખ્ય કેન્દ્રો (Leaders of India - Table)
કયા શહેરમાં કોણે નેતૃત્વ કર્યું? તે જોડકાં પરીક્ષામાં વારંવાર પૂછાય છે.
| કેન્દ્ર (Center) | નેતૃત્વ (Leader) |
|---|---|
| દિલ્હી | બહાદુરશાહ ઝફર (છેલ્લા મુઘલ બાદશાહ) |
| કાનપુર | નાનાસાહેબ પેશ્વા અને તાત્યા ટોપે |
| ઝાંસી | રાણી લક્ષ્મીબાઈ ("હું મારી ઝાંસી નહીં આપું") |
| લખનૌ | બેગમ હઝરત મહલ |
| જગદીશપુર (બિહાર) | કુંવરસિંહ (૮૦ વર્ષના યુવાન) |
| બરેલી | ખાન બહાદુર ખાન |
૨. ગુજરાતમાં ૧૮૫૭નો વિપ્લવ (Revolt in Gujarat)
ગુજરાત પણ આ ક્રાંતિમાં પાછળ નહોતું. અહીં પણ અનેક જગ્યાએ અંગ્રેજો સામે બળવો થયો હતો.
| ગુજરાતનું સ્થળ | આગેવાન / નેતા |
|---|---|
| ઓખામંડળ (દ્વારકા) | જોધા માણેક અને મૂળુ માણેક |
| આણંદ / ખેડા | ગરબડદાસ મુખી (આંદામાનની સજા થઈ) |
| મહીસાગર | પાંડરવાડાના આદિવાસીઓ |
| છોટાઉદેપુર | તાત્યા ટોપે (સંતાયા હતા) |
| નાંદોદ (રાજપીપળા) | સૈયદ મુરાદ અલી |
પરીક્ષામાં પૂછાતા અગત્યના પ્રશ્નો (One Liner GK)
- વિપ્લવની શરૂઆત ક્યારે થઈ? - ૧૦ મે, ૧૮૫૭ (મેરઠથી).
- વિપ્લવ સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? - લોર્ડ કેનિંગ.
- વિપ્લવનું પ્રતિક શું હતું? - કમળ અને રોટલી.
- તાત્યા ટોપે ગુજરાતમાં કયા નામે રહેતા હતા? - ટહેલદાસ.
- ગુજરાતમાં વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ? - અમદાવાદ (૭મી લશ્કરી ટુકડી દ્વારા).
નિષ્કર્ષ (Conclusion):
મિત્રો, ભલે ૧૮૫૭નો વિપ્લવ નિષ્ફળ ગયો, પણ તેણે અંગ્રેજી શાસનના પાયા હચમચાવી નાખ્યા. આ ઘટના પછી જ ભારતમાં 'ઈસ્ટ ઈન્ડિયા કંપની' નું શાસન પૂરું થયું અને સીધું 'બ્રિટિશ તાજ' (રાણી વિક્ટોરિયા) નું શાસન આવ્યું.
વધુ વાંચો (Read More):

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો