મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં અમુક વિષયો એવા છે જે પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે, અને તેમાંનો જ એક મહત્વનો વિષય છે 'કૃદંત' (Krudant). ઘણા વિદ્યાર્થીઓને કૃદંત ઓળખવામાં મુશ્કેલી પડતી હોય છે, પરંતુ જો તમે ક્રિયાપદ અને તેના પ્રત્યયોને સમજી લો, તો આ ટોપિક રમતા-રમતા શીખી શકાય છે.સામાન્ય રીતે કૃદંતનો સીધો સંબંધ ક્રિયાપદ સાથે છે. જ્યારે ક્રિયાપદને કાળ કે અવસ્થા મુજબ ચોક્કસ પ્રત્યય લાગે છે, ત્યારે તે કૃદંત બને છે. આજની આ પોસ્ટમાં આપણે કૃદંત કોને કહેવાય અને તેના મુખ્ય 6 પ્રકારોને કઈ રીતે ઓળખવા તે શોર્ટકટ કી (પ્રત્યયો) સાથે શીખીશું. તો ચાલો, એક માર્ક પાકો કરીએ!
કૃદંતસામાન્ય રીતે કૄદંતનો અર્થ સમજવા માટે આપણને ક્રિયાપદની સમજ હોવી જરૂરી છે.કેમ કે, ક્રિયાપદને કાળ કે અવસ્થાના પ્રત્યય લાગે ત્યારે કૄદંત બને છે.કૃદંતના આપણે નીચે પ્રમાણે પ્રકાર જોઇએઃ
- વર્તમાન કૃદંત
- ભૂત કૃદંત
- ભવિષ્ય કૃદંત
- વિધ્યર્થ કૃદંત
- હેત્વર્થ કૃદંત
- સંબંધક ભૂત કૃદંત
- વર્તમાન કૃદંત
- જ્યારે ક્રિયાપદને "ત" પ્રત્યય લાગે છે ત્યારે વર્તમાન કૃદંત બને છે.
દોડતા,વાંચતાં, ભાગતાં,રમતાં,ભણતાં,જાગતા
- ભૂત કૃદંત
- જ્યારે ક્રિયાપદને "ય કે એલ" પ્રત્યય લાગે છે ત્યારે ભૂત કૃદંત બને છે.
. લખ્યું,વાંચ્યું,દોડ્યો,
"દોડ" ક્રિયાપદને "એલ" પ્રત્યય લાગતા બનેલા શબ્દો ...
.દોડેલ ,વાંચેલ , જાગેલ , રમેલ, ભણેલ, લખેલ,પીધેલ વગેરે.....
- ભવિષ્ય કૃદંત
- જ્યારે ક્રિયાપદને "નાર" પ્રત્યય લાગે છે ત્યારે ભવિષ્ય કૃદંત બને છે.
દોડનાર,વાંચનાર, ભાગનાર,રમનાર,ભણનાર,જાગનાર
- વિધ્યર્થ કૃદંત
- જ્યારે ક્રિયાપદને "વા કે વી" પ્રત્યય લાગે છે ત્યારે વિધ્યર્થ કૃદંત બને છે.
દોડવા,વાંચવા, ભાગવા,રમવા,ભણવા,જાગવા
- હેત્વર્થ કૃદંત
- જ્યારે ક્રિયાપદને "વું" પ્રત્યય લાગે છે ત્યારે હેત્વર્થ કૃદંત બને છે.
દોડવું,વાંચવું, ભાગવું,રમવું,ભણવું,જાગવું
- સંબંધક ભૂત કૃદંત
- જ્યારે ક્રિયાપદને "ઇ કે ઇને" પ્રત્યય લાગે છે ત્યારે સંબંધક ભૂત કૃદંત બને છે.
દોડી,વાંચી, ભાગી,રમીને,ભણીને,જાગીને
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો