ગુજરાતી વ્યાકરણ: છંદ (Chhand)
“કાવ્યમાં વાણીની મધુરતા લાવવા માટે નિયમ અનુસાર કરવામાં આવતી મેળવણીની રચનાને છંદ કહે છે.”
છંદના મુખ્ય બે પ્રકાર છે: ૧. અક્ષરમેળ છંદ, ૨. માત્રામેળ છંદ
સ્વર: અ આ ઇ ઈ ઉ ઊ એ ઐ ઓ ઔ અં અઃ ઋ
વ્યંજન: ક, ખ, ગ.... થી જ્ઞ સુધી (દરેક વ્યંજનમાં ‘અ’ સ્વર ભળેલો હોય છે.)
બારાક્ષરી: ક કા કિ કી કુ કૂ કે કૈ કો કૌ કં કઃ કૃ
લઘુ-ગુરુ અને તેના નિયમો
| લઘુ અક્ષર (U) | ગુરુ અક્ષર (—) |
|---|---|
|
|
મહત્વના નિયમો:
- જોડાક્ષરનો નિયમ: જો સંયુક્ત વ્યંજન (જોડાક્ષર) હોય તો તેની આગળનો હ્રસ્વ અક્ષર લઘુ હોવા છતાં ગુરુ બની જાય છે.
(દા.ત. સિકકો, સત્ય, વિશ્વ, બુદ્ધિ - અહીં સિ, સ, વિ, બુ ગુરુ ગણાશે). - અનુસ્વારનો નિયમ: જે અક્ષર પર તીવ્ર અનુસ્વાર હોય તે ગુરુ ગણાય. (દા.ત. પંકજ, ગંગા). મંદ અનુસ્વાર લઘુ રહે છે.
- વિસર્ગનો નિયમ: વિસર્ગ યુક્ત અક્ષર ગુરુ ગણાય છે. (દા.ત. દુઃખ, નિઃશબ્દ).
- ચરણને અંતે: પંક્તિ કે ચરણને અંતે આવતો લઘુ અક્ષર પણ ગુરુ ગણી શકાય છે.
ગણ કોષ્ટક (સૂત્ર: ય મા તા રા જ ભા ન સ લ ગા)
| ક્રમ | ગણ | બંધારણ | ચિહ્ન | અક્ષર |
|---|---|---|---|---|
| ૧ | ય | ય માતા | U – – | લઘુ ગુરુ ગુરુ |
| ૨ | મ | મા તા રા | – – – | ગુરુ ગુરુ ગુરુ |
| ૩ | ત | તા રા જ | – – U | ગુરુ ગુરુ લઘુ |
| ૪ | ર | રા જ ભા | – U – | ગુરુ લઘુ ગુરુ |
| ૫ | જ | જ ભા ન | U – U | લઘુ ગુરુ લઘુ |
| ૬ | ભ | ભા ન સ | – U U | ગુરુ લઘુ લઘુ |
| ૭ | ન | ન સ લ | U U U | લઘુ લઘુ લઘુ |
| ૮ | સ | સ લ ગા | U U – | લઘુ લઘુ ગુરુ |
| ૯ | લ | લઘુ | U | લઘુ |
| ૧૦ | ગ | ગુરુ | – | ગુરુ |
૧. શાર્દૂલવિક્રીડિત છંદ
- અક્ષર: ૧૯
- બંધારણ: મ સ જ સ ત ત ગા (મસજસતતગા)
- યતિ: ૧૨ અક્ષરે
| ઉ ગે છે | સુ ર ખી | ભ રી ર | વિ મૃ દૂ | હે મં ત | નો પૂર્વ | માં |
| – – – | U U – | U – U | U U – | – – U | – – U | – |
| મ | સ | જ | સ | ત | ત | ગા |
ઉદાહરણો:
- (૧) એ મૂક્યું વન,એ મૂકમાં જન,ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ
- (૨) જેવો કો નભતારબો ગરી જતો અંધારામાં પધારી – ઉમાશંકર જોશી
- (૩) ચિંતા અંતરની દઈ દયિતને સંગી થવા ઈચ્છવું - બોટાદકર
૨. મંદાક્રાન્તા છંદ
- અક્ષર: ૧૭
- બંધારણ: મ ભ ન ત ત ગા ગા (મભનતતગાગા)
- યતિ: ૪ અને ૧૦ અક્ષરે
| મૂં ચી તી | ણી સ જ | લ દ ગ | માં કા ચ | કે રી ક | ણિ કા |
| – – – | – U U | U U U | – – U | – – U | – – |
| મ | ભ | ન | ત | ત | ગાગા |
ઉદાહરણો:
- (૧) ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણિકા.
- (૨) દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઉકેલ્યાં આપ રૂડાં.
- (૩) રે પંખીડા ! સુખથી ચણજો ગીત વા કાંઈ ગાજો.
૩. શિખરિણી છંદ
- અક્ષર: ૧૭
- બંધારણ: ય મ ન સ ભ લ ગા (યમનસભલગા)
- યતિ: ૬ અને ૧૨ અક્ષરે
| ત રે જે | શો ભા થી | વ ન વ | ન વિ શે | બા લ હ | રિ ની |
| U – – | – – – | U U U | U U – | – U U | U – |
| ય | મ | ન | સ | ભ | લગા |
ઉદાહરણો:
- (૧) અમારા એ દાદા,વિપુલ વડના ઝુંડ સરખા.
- (૨) અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા.
૪. પૃથ્વી છંદ
- અક્ષર: ૧૭
- બંધારણ: જ સ જ સ ય લ ગા (જસજસયલગા)
- યતિ: ૮ અક્ષરે
| પ્રિ યે તુ | જ લુ ટે | ધ રૂં ધ | વ લ સ્વ | ચ્છ આ મો | ગ રો |
| U – U | U U – | U – U | U U – | U – – | U – |
| જ | સ | જ | સ | ય | લગા |
ઉદાહરણ: ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળો.
૫. વંશસ્થ છંદ
અક્ષર: ૧૨ | બંધારણ: જ ત જ ર (જતજર)
| ત્રિ કા ળ | નું જ્ઞા ન | હ તું કુ | મા ર ને |
| U – U | – – U | U – U | – U – |
હરિગીત છંદ (માત્રામેળ)
- માત્રા સંખ્યા: ૨૮
- યતિ: ૧૪ અને ૧૬ માત્રાએ
- છેલ્લો અક્ષર: ગુરુ
| આ | પ્રેમ | સંસારી | તણો | તુજ | તેજ | જેવો | છે | નક્કી |
| ૨ | ૨૧ | ૨૨૨ | ૧૨ | ૧૧ | ૨૧ | ૨૨ | ૨ | ૧૨ |
ઉદાહરણો:
- (૧) બેસે છે ભાગ્ય બેઠાનું,ઊભું ઊભા રહેલનું.
- (૨) જે પોષતું તે મારતું એ ક્રમ નથી શું કુદરતી.
- (૩) જ્યાં જ્યાં નજર મારી ઠરે,યાદી ભરી ત્યાં આપની.
અન્ય મહત્વના અક્ષરમેળ છંદ
૧. મનહર છંદ (સંખ્યામેળ)
- અક્ષર સંખ્યા: ૩૧ (પહેલી પંક્તિમાં ૧૬ + બીજી પંક્તિમાં ૧૫)
- યતિ: ૮, ૧૬ અને ૨૪ અક્ષરે
- વિશેષ: છેલ્લો અક્ષર ગુરુ હોય છે. આમાં ગણ હોતા નથી, માત્ર અક્ષર ગણાય છે.
ઉદાહરણ:
ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા,
ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે.
૨. અનુષ્ટુપ છંદ
- અક્ષર: ૩૨ (દરેક ચરણમાં ૮ અક્ષર)
- બંધારણ:
- ૧ અને ૩ ચરણમાં: ૫-૬-૭ અક્ષર = લઘુ-ગુરુ-ગુરુ (ય ગણ)
- ૨ અને ૪ ચરણમાં: ૫-૬-૭ અક્ષર = લઘુ-ગુરુ-લઘુ (જ ગણ)
ઉદાહરણ:
સત્યે જડાયેલું જીવન, દિવ્ય તેજથી શોભશે,
પ્રભુના પંથમાં જાતાં, કદી ના ડર લાગશે.
૩. માલિની છંદ
અક્ષર: ૧૫ | બંધારણ: ન ન મ ય ય (નનમયય) | યતિ: ૮ અક્ષરે
| ન | ન | મ | ય | ય |
| U U U | U U U | – – – | U – – | U – – |
ઉદાહરણ: સરળ હૃદયવાળી, માતૃભાષા રૂપાળી.
વધુ માત્રામેળ છંદ
માત્રામેળ છંદમાં અક્ષર લઘુ હોય તો ૧ માત્રા અને ગુરુ હોય તો ૨ માત્રા ગણાય છે.
૧. દોહરો (Dohro)
- માત્રા: ૨૪
- બંધારણ: પહેલા અને ત્રીજા ચરણમાં ૧૩ માત્રા, બીજા અને ચોથા ચરણમાં ૧૧ માત્રા. (૧૩+૧૧)
- છેલ્લો અક્ષર: બીજા અને ચોથા ચરણને અંતે ગુરુ-લઘુ આવે.
ઉદાહરણ:
દીપકના બે દીકરા, કાજળ ને અજવાસ,
એક કપૂત કાળું કરે, બીજો દિએ પ્રકાશ.
૨. ચોપાઈ (Chopai)
- માત્રા: ૧૫ (દરેક ચરણમાં)
- ચરણ: ૪ ચરણ હોય છે.
- વિશેષ: ચરણને અંતે ગુરુ-લઘુ આવે.
ઉદાહરણ:
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.
કાળજે કોર્યું તે કોને કહું? મોંઢે કહીએ તો મરી જઉં.
૩. સવૈયા (Savaiya)
- માત્રા: ૩૧ અથવા ૩૨
- યતિ: ૧૬ અને ૨૧ માત્રાએ
- પ્રકાર: ૩૧ માત્રા હોય તો 'સવૈયા એકત્રીસા' અને ૩૨ હોય તો 'સવૈયા બત્રીસા'.
ઉદાહરણ (૩૧ માત્રા):
ઝાઝી મૂછો વળી પાંડુ રાજા યુધિષ્ઠિરને પાયે લાગી,
નાની વહુને નાદ સંભળાયો ને ચોંકીને જાગી.
૪. ઝૂલણા (Zulana)
- માત્રા: ૩૭
- યતિ: ૧૦, ૨૦ અને ૩૦ માત્રાએ
- વિશેષ: નરસિંહ મહેતાના પ્રભાતિયાં (જેમ કે 'જાગને જાદવા') આ છંદમાં છે.
ઉદાહરણ:
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે ?

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો