Digital Gujarat Scholarship 2025: ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું? | જરૂરી ડોક્યુમેન્ટ્સ અને છેલ્લી તારીખ - સંપૂર્ણ માહિતી
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો! ગુજરાત સરકાર દ્વારા ધોરણ 10 પછીના અભ્યાસ (Post Matric) માટે SC, ST, SEBC (OBC) અને અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ માટે તમારે Digital Gujarat Portal પર ઓનલાઇન ફોર્મ ભરવું પડે છે. ઘણા વિદ્યાર્થીઓ સાયબર કાફેમાં જઈને પૈસા ખર્ચે છે, પણ તમે આ પોસ્ટ વાંચીને ઘરે બેઠા તમારા મોબાઈલ કે લેપટોપથી ફોર્મ ભરી શકો છો.
આજે આપણે જોઈશું કે રજીસ્ટ્રેશનથી લઈને ફોર્મ સબમિટ કરવા સુધીની આખી પ્રોસેસ શું છે.
કોણ ફોર્મ ભરી શકે? (Eligibility)
ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નીચે મુજબના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે:
- SC (અનુસૂચિત જાતિ)
- ST (અનુસૂચિત જનજાતિ)
- SEBC / OBC (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ)
- જે વિદ્યાર્થીઓ કોલેજ (BA, BCom, BSc, Engineering), ITI, Polytechnic કે ઉચ્ચ અભ્યાસ કરતા હોય.
ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ (Documents Required)
ફોર્મ ભરતા પહેલા નીચેના ડોક્યુમેન્ટ્સના ફોટા (સ્કેન કોપી) તૈયાર રાખો:
- જાતિનો દાખલો (Caste Certificate)
- આવકનો દાખલો (Income Certificate) - મામલતદાર કે TDO નો.
- છેલ્લી પરીક્ષાની માર્કશીટ (ધો-10/12 અથવા છેલ્લા સેમેસ્ટરની).
- બેંક પાસબુક (વિદ્યાર્થીના નામની).
- આધાર કાર્ડ (બેંક સાથે લિંક હોવું ફરજિયાત).
- ફી ભર્યાની પહોંચ (Fee Receipt).
- બોનાફાઈડ સર્ટિફિકેટ (Bonafide Certificate) - કોલેજમાંથી મળશે.
- પાસપોર્ટ સાઈઝ ફોટો.
- L.C. (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર).
- જો તમે પહેલીવાર આવ્યા હોવ તો જમણી બાજુ ઉપર "Register" પર ક્લિક કરો.
- તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ સેટ કરીને રજીસ્ટ્રેશન કરો. OTP આવશે તે નાખો એટલે તમારું એકાઉન્ટ બની જશે.
- જો જૂના વિદ્યાર્થી હોવ તો સીધું "Login" કરો.
- લોગીન થયા પછી "Scholarship" (શિષ્યવૃત્તિ) ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમારે "Financial Year" (જેમ કે 2024-25) પસંદ કરવાનું રહેશે.
- Registration Details: તમારી બેઝિક માહિતી.
- Bank Details: બેંકનું નામ, એકાઉન્ટ નંબર અને IFSC કોડ.
- Academic Details: કોલેજનું નામ, કોર્સ, એડમિશન તારીખ વગેરે.
- Disability Details: જો દિવ્યાંગ હોવ તો જ ભરવું.
- Attachments: ઉપર જણાવેલા તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- 🏃 પોલીસ ભરતી ૨૦૨૬: શારીરિક કસોટીના કોલ લેટર ડાઉનલોડ કરો
- 📊 GPSC STI પરિણામ: STI વર્ગ-૩ ફાઈનલ કટ-ઓફ અને મેરિટ લિસ્ટ
- 📌 નવો સિલેબસ: પોલીસ કોન્સ્ટેબલ નવો સિલેબસ ૨૦૨૬ - સંપૂર્ણ વિગત
- ⚖️ ભારતીય બંધારણ: બંધારણના મોસ્ટ IMP ૩૦૦+ પ્રશ્નો (PDF)
- ✍️ વ્યાકરણ: ગુજરાતી વ્યાકરણ: તમામ ટોપિક્સ અને ઉદાહરણો
- 🏛️ ઇતિહાસ: ભારત અને ગુજરાતનો ઇતિહાસ - પરીક્ષાલક્ષી મટીરીયલ
- 🧮 ગણિત: ૧ થી ૧૦૦ ના વર્ગ અને ઘન યાદ રાખવાની ટ્રીક
- 🖼️ ભૂગોળ: ગુજરાતની જમીનના પ્રકારો (નકશા સાથે)
- 🌏 ભારતનું બંધારણ: દરેક ભાગની ફ્રી PDF મેળવો
- 🛶યુરોપિયન પ્રજાનું આગમન: પોર્ટુગીઝો અને અંગ્રેજોનો સંપૂર્ણ ઇતિહાસ
- 🗓️ડેલી કરંટ અફેર્સ: દરરોજના મહત્વના સમાચાર
- 🛡️ગુજરાત પોલીસ ભરતી: ૯૫૦ જગ્યાઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા
- બંધારણ: રાષ્ટ્રપતિની સત્તાઓ અને સંપૂર્ણ યાદી
- મનોવિજ્ઞાન: બુદ્ધિ અને IQ શોધવાનું સૂત્ર
- ઈતિહાસ: ૧૮૫૭નો વિપ્લવ અને આઝાદીનો જંગ
Step 1: વેબસાઇટ પર જાઓ
સૌ પ્રથમ Google માં digitalgujarat.gov.in સર્ચ કરો અથવા અહીં ક્લિક કરો.
Step 2: રજીસ્ટ્રેશન (Registration)
Step 3: સર્વિસ પસંદ કરો
Step 4: તમારી સ્કીમ પસંદ કરો
અહીં તમને અલગ-અલગ સ્કીમ દેખાશે (જેમ કે BCK-6.1 for SC, VKY-157 for SEBC). તમારી કાસ્ટ (SC/ST/SEBC) મુજબ યોગ્ય યોજના પસંદ કરો. જો ખબર ન પડે તો કોલેજમાં પૂછી લેવું.
Step 5: ફોર્મમાં માહિતી ભરો
હવે ૫ સ્ટેપમાં ફોર્મ ભરવાનું આવશે:
Step 6: ફાઈનલ સબમિટ (Final Submit)
બધી વિગતો ચેક કરી લો. ડ્રાફ્ટ સેવ કરો અને પછી "Final Submit" બટન પર ક્લિક કરો.
છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ (Print) કાઢી લો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડીને તમારી કોલેજ/સંસ્થામાં જમા કરાવો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
Q: સ્કોલરશિપ ક્યારે જમા થશે?
A: તમારી અરજી કોલેજ અને પછી જિલ્લા કક્ષાએથી મંજૂર થાય પછી સીધી તમારા બેંક ખાતામાં (DBT દ્વારા) જમા થાય છે. આમાં ૨-૩ મહિના લાગી શકે છે.
Q: શું હું ફોનથી ફોર્મ ભરી શકું?
A: હા, તમે મોબાઈલ બ્રાઉઝરમાં 'Desktop Mode' ઓન કરીને ભરી શકો છો. પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સાયબર કાફે કે લેપટોપનો ઉપયોગ વધુ સારો રહેશે.
નિષ્કર્ષ:
મિત્રો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ એ સરકારની ખૂબ સારી યોજના છે. છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલા ફોર્મ ભરી દેવું હિતાવહ છે.
ડિસ્ક્લેમર: અમે સત્તાવાર વેબસાઇટ નથી. આ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. સત્તાવાર અપડેટ માટે digitalgujarat.gov.in ની મુલાકાત લો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો