OJAS Registration 2025: ઓજસ પર નવું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? (Step-by-Step Guide) - OTR પ્રોસેસ ગુજરાતીમાં

     મિત્રો, ગુજરાત સરકારની વર્ગ-3 ની મોટાભાગની ભરતીઓ (જેવી કે તલાટી, ક્લાર્ક, ફોરેસ્ટ, પોલીસ) માટે OJAS (Online Job Application System) વેબસાઇટનો ઉપયોગ થાય છે. કોઈપણ ભરતીમાં ફોર્મ ભરતા પહેલા તમારે "One Time Registration" (OTR) કરવું ફરજિયાત છે. એકવાર રજીસ્ટ્રેશન થઈ જાય પછી તમને કાયમી રજીસ્ટ્રેશન નંબર મળે છે, જેનાથી તમે ભવિષ્યમાં કોઈપણ ફોર્મ માત્ર ૨ મિનિટમાં ભરી શકો છો.

​આજે આપણે શીખીશું કે OJAS પર ભૂલ વગર નવું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું.


ojas regitation ni jankatri


રજીસ્ટ્રેશન કરતા પહેલા આટલી તૈયારી રાખો

​ફોર્મ ભરવા બેસો તે પહેલા નીચેની વિગતો સાથે રાખો:

  1. પાસપોર્ટ સાઈઝ ફોટો: (માપ: 5cm ઊંચાઈ x 3.6cm પહોળાઈ). સાઈઝ 15KB થી ઓછી હોવી જોઈએ.
  2. સહી (Signature): (સફેદ કાગળ પર કાળી પેનથી કરેલી સહી). માપ: 2.5cm x 7.5cm. સાઈઝ 15KB થી ઓછી.
  3. આધાર કાર્ડ અને 10/12 ની માર્કશીટ: સાચા સ્પેલિંગ અને જન્મ તારીખ માટે.
  4. ચાલુ મોબાઈલ નંબર: જેના પર OTP આવશે.

Step-by-Step Registration Process (રજીસ્ટ્રેશન પ્રક્રિયા)

Step 1: OJAS વેબસાઇટ પર જાઓ

સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરના બ્રાઉઝરમાં ojas.gujarat.gov.in વેબસાઇટ ખોલો.

મેનુમાં ઉપર "Registration" ઓપ્શન હશે, તેમાં "Apply" પર ક્લિક કરો.

login ojas


Step 2: માહિતી વાંચીને આગળ વધો

હવે એક પેજ ખુલશે જેમાં સૂચનાઓ હશે. તે વાંચીને નીચે "I Agree" અથવા "Skip" જેવું બટન હશે ત્યાં ક્લિક કરો. હવે "New Registration" નું ફોર્મ ખુલશે.

Step 3: વ્યક્તિગત માહિતી ભરો (Personal Details)

અહીં તમારે તમારી માર્કશીટ મુજબ ચોક્કસ માહિતી ભરવાની છે:

form fillup ojas

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું