Gujarat Police Constable Syllabus 2025: નવી પરીક્ષા પદ્ધતિ (Part 1 & 2) | વિષયવાર સંપૂર્ણ અભ્યાસક્રમ અને ટોપિક લિસ્ટ
ગુજરાત સરકારના ગૃહમંત્રાલય દ્વારા ટૂંક સમયમાં 13,000+ જગ્યાઓ પર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની નવી ભરતી જાહેર થવા જઈ રહી છે (સંભવિત નવેમ્બર-ડિસેમ્બર 2025). આ ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ખુશખબર એ છે કે ભરતી બોર્ડે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે.
પરીક્ષા પાસ કરવા માટે નવો સિલેબસ જાણવો ખૂબ જરૂરી છે. અહીં અમે તમને Part-1 અને Part-2 નો ઓફિશિયલ વિગતવાર સિલેબસ આપી રહ્યા છીએ.
પરીક્ષા પદ્ધતિની મુખ્ય બાબતો (Exam Pattern Overview)
- પરીક્ષાનો પ્રકાર: MCQ (બહુવિકલ્પી પ્રશ્નો).
- કુલ સમય: Part 1 અને Part 2 માટે કુલ 3 કલાક.
- નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક કપાશે.
- સાચો જવાબ: દરેક પ્રશ્નનો 1 માર્ક રહેશે.
૧. પોલીસ કોન્સ્ટેબલ: Part-1 સિલેબસ (Qualifying)
આ વિભાગ 80 માર્ક્સનો રહેશે. પાસ થવા માટે તમારે 40% (એટલે કે 32 માર્ક્સ) લાવવા ફરજિયાત છે.
| વિષય (Subject) | માર્ક/પ્રશ્નો |
|---|---|
| રીઝનીંગ | 30 |
| ગણિત | 30 |
| ગુજરાતી કોમ્પ્રિહેન્શન | 20 |
| કુલ (Part 1) | 80 માર્ક્સ |
ખાસ નોંધ: રીઝનીંગ અને ગણિતના ચેપ્ટરના નામ ઓફિશિયલ રીતે આપ્યા નથી, તેથી ગણિત-રીઝનીંગના તમામ અગત્યના ચેપ્ટર તૈયાર કરવાના રહેશે.
૨. પોલીસ કોન્સ્ટેબલ: Part-2 સિલેબસ (Scoring)
આ વિભાગ 120 માર્ક્સનો રહેશે. તમારું ફાઈનલ મેરીટ લિસ્ટ આ વિભાગના માર્ક્સ પરથી બનશે. આમાં પણ પાસ થવા 40% (48 માર્ક્સ) જરૂરી છે.
| વિષય (Subject) | માર્ક/પ્રશ્નો |
|---|---|
| ભારતનું બંધારણ | 30 |
| વિજ્ઞાન, ટેકનોલોજી અને GK | 40 |
| ઈતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ | 50 |
| કુલ (Part 2) | 120 માર્ક્સ |
૩. વિષયવાર વિગતવાર અભ્યાસક્રમ (Detailed Topic List)
તમારા અભ્યાસને સરળ બનાવવા માટે અહીં દરેક વિષયના ટોપિકનું લિસ્ટ આપેલું છે.
📘 ભારતનું બંધારણ (30 માર્ક્સ)
- ભારતીય બંધારણનો ઉદ્ભવ, વિકાસ અને લાક્ષણિકતાઓ.
- બંધારણનું આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો.
- રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો.
- સંસદીય વ્યવસ્થા: સંસદ (લોકસભા/રાજ્યસભા) અને રાજ્ય વિધાનમંડળ.
- રાષ્ટ્રપતિ, રાજ્યપાલની ભૂમિકા.
- કાર્યપાલિકા અને ન્યાયપાલિકા (સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ).
- પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ.
- બંધારણીય સંસ્થાઓ (ચૂંટણી પંચ, CAG વગેરે).
🔬 વિજ્ઞાન અને ટેકનોલોજી (40 માર્ક્સ - GK સાથે)
- સામાન્ય વિજ્ઞાન: રોજિંદા જીવનમાં વિજ્ઞાન.
- જીવ વિજ્ઞાન: સજીવોના લક્ષણો, વિવિધતા, પોષણ, અનુકૂલન, માનવ શરીરના તંત્રો, રોગો અને તેના કારણો.
- ભૌતિક વિજ્ઞાન: અંતર, બળ, ગતિ, દબાણ, ઘર્ષણ, ગુરુત્વાકર્ષણ, કાર્ય, ઉર્જા, ધ્વનિ, ઉષ્મા, ચુંબક, વિદ્યુત પ્રવાહ.
- રસાયણ વિજ્ઞાન: એસિડ, બેઈઝ, ક્ષાર, ધાતુ, અધાતુ, કોલસો, પેટ્રોલિયમ.
- પર્યાવરણ: હવા, પાણી, જળચક્ર, પ્રદૂષણ, કુદરતી આપત્તિઓ (વાવાઝોડું, ચક્રવાત).
🌍 ઈતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો (50 માર્ક્સ)
ઈતિહાસ (ગુજરાત અને ભારત):
- સિંધુ ખીણની સભ્યતા અને વૈદિક યુગ.
- જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ.
- મૌર્ય, ગુપ્ત, હર્ષવર્ધન, પલ્લવ, ચાલુક્ય વંશ.
- ગુજરાતના રાજવંશો: સોલંકી, વાઘેલા, સલ્તનત, મુઘલ, મરાઠા.
- 1857 નો વિપ્લવ અને આઝાદીની ચળવળ.
- 19મી-20મી સદીના સામાજિક સુધારા આંદોલનો.
- આઝાદી પછીનું ભારત અને ગુજરાત.
સાંસ્કૃતિક વારસો:
- કળા, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય.
- ભારતીય જીવન પરંપરા: મેળા, ઉત્સવો, પોશાક, ખાણી-પીણી.
- ગુજરાતી રંગભૂમિ: નાટકો, ગીતો, ભવાઈ.
- આદિવાસી જનજીવન: તહેવારો અને સંસ્કૃતિ.
ભૂગોળ (ગુજરાત અને ભારત):
- સામાન્ય: સૂર્યમંડળ, પૃથ્વીની ગતિ, અક્ષાંશ-રેખાંશ, વાતાવરણ.
- ભૌતિક: ભૂકંપ, જ્વાળામુખી, નદીઓ, પર્વતો, જમીનના પ્રકારો, ખડકો.
- આર્થિક: ખેતી (કૃષિ), ઉદ્યોગો, ખનીજ, પરિવહન અને વેપાર.
- સામાજિક: વસ્તી ગણતરી, સાક્ષરતા, જાતિ પ્રમાણ, આદિવાસી જનજાતિઓ.
નિષ્કર્ષ:
મિત્રો, આ સિલેબસ મુજબ તૈયારી કરવાથી સફળતા ચોક્કસ મળશે. ગણિત-રીઝનીંગ અને બંધારણ પર ખાસ ભાર આપજો.
પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
વધુ વાંચો (Read More):

Khub saras👍
જવાબ આપોકાઢી નાખોઆભાર 👏
જવાબ આપોકાઢી નાખો