ભારતીય સંસદ (Indian Parliament): લોકસભા અને રાજ્યસભા | અનુચ્છેદ, સત્રો અને તફાવત - A to Z સંપૂર્ણ માહિતી (Constitution GK)
નમસ્કાર મિત્રો! ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને આ લોકશાહીનું મંદિર એટલે 'સંસદ' (Parliament). બંધારણના અનુચ્છેદ ૭૯ મુજબ, ભારતની સંસદ ત્રણ અંગોની બનેલી છે: રાષ્ટ્રપતિ + લોકસભા + રાજ્યસભા. ઘણીવાર વિદ્યાર્થીઓ સંસદના સત્રો (જેમ કે બજેટ સત્ર) અને બંને ગૃહોની સત્તાઓમાં અટવાઈ જાય છે. આજે આપણે ભારતીય સંસદનું માળખું, તેના મહત્વના અનુચ્છેદ અને કામગીરી વિશે કોષ્ટક દ્વારા વિગતવાર માહિતી મેળવીશું.
૧. સંસદને લગતા મહત્વના અનુચ્છેદ (Articles Table)
બંધારણમાં સંસદ માટે કયા અનુચ્છેદ છે? તે નીચેના કોઠામાં જુઓ.
| અનુચ્છેદ | વિગત / જોગવાઈ |
|---|---|
| અનુચ્છેદ 79 | સંસદની રચના (રાષ્ટ્રપતિ + લોકસભા + રાજ્યસભા) |
| અનુચ્છેદ 80 | રાજ્યસભાની રચના |
| અનુચ્છેદ 81 | લોકસભાની રચના |
| અનુચ્છેદ 100 | નિર્ણાયક મત (Casting Vote) - સ્પીકરનો મત |
| અનુચ્છેદ 108 | સંયુક્ત બેઠક (Joint Sitting) |
| અનુચ્છેદ 110 | નાણા ખરડો (Money Bill) |
| અનુચ્છેદ 112 | વાર્ષિક નાણાકીય પત્રક (બજેટ) |
૨. લોકસભા અને રાજ્યસભા: તફાવત (Comparison Table)
નીચેના કોઠામાં બંને ગૃહો વચ્ચેનો મુખ્ય તફાવત આપ્યો છે.
| મુદ્દો | લોકસભા (Lok Sabha) | રાજ્યસભા (Rajya Sabha) |
|---|---|---|
| અન્ય નામ | નીચલું ગૃહ (Lower House) | ઉપલું ગૃહ (Upper House) |
| કાર્યકાળ | 5 વર્ષ (અસ્થાયી) | 6 વર્ષ (કાયમી ગૃહ) |
| લઘુત્તમ ઉંમર | 25 વર્ષ | 30 વર્ષ |
| મહત્તમ સભ્યો | 550 | 250 |
| વડા | અધ્યક્ષ (Speaker) | સભાપતિ (ઉપરાષ્ટ્રપતિ) |
સંસદના સત્રો (Parliament Sessions) - વિગતવાર
ભારતમાં સામાન્ય રીતે વર્ષમાં ૩ સત્રો મળે છે:
૧. અંદાજપત્ર સત્ર (Budget Session):
- સમય: ફેબ્રુઆરી થી મે.
- આ સૌથી લાંબુ સત્ર હોય છે. આમાં રેલવે અને સામાન્ય બજેટ રજૂ થાય છે.
૨. ચોમાસુ સત્ર (Monsoon Session):
- સમય: જુલાઈ થી સપ્ટેમ્બર.
૩. શિયાળુ સત્ર (Winter Session):
- સમય: નવેમ્બર થી ડિસેમ્બર.
- આ સૌથી ટૂંકું સત્ર હોય છે.
- શૂન્યકાળ (Zero Hour): પ્રશ્નકાળ પછીનો તરતનો સમય (બપોરે ૧૨ વાગ્યે). આમાં અગત્યના મુદ્દાઓ પર ચર્ચા થાય છે. આ ભારતની શોધ છે.
- કોરમ (Quorum): ગૃહનું કામકાજ ચલાવવા માટે કુલ સભ્યોના ૧/૧૦ ભાગ સભ્યો હાજર હોવા જરૂરી છે.
- પ્રો-ટેમ સ્પીકર: નવી લોકસભા ચૂંટાય ત્યારે સભ્યોને શપથ લેવડાવવા માટે કામચલાઉ અધ્યક્ષ નિમાય છે.
- વ્હીપ (Whip): પક્ષના સભ્યોને ગૃહમાં હાજર રહેવા માટે અપાતો આદેશ.
- ભારતીય સંસદની જનેતા કોને કહેવાય છે? - બ્રિટિશ પાર્લામેન્ટ.
- કોઈ ખરડો 'નાણા ખરડો' (Money Bill) છે કે નહીં તે કોણ નક્કી કરે? - લોકસભા અધ્યક્ષ (સ્પીકર).
- સંસદની સંયુક્ત બેઠક (અનુ. ૧૦૮) કોણ બોલાવે છે? - રાષ્ટ્રપતિ (પણ અધ્યક્ષતા સ્પીકર કરે છે).
- સ્વતંત્ર ભારતના પ્રથમ સ્પીકર કોણ હતા? - ગણેશ વાસુદેવ માવળંકર (ગુજરાતી હતા).
- નવું સંસદ ભવન (Central Vista Project) કોણે ડિઝાઈન કર્યું? - બિમલ પટેલ (HCP Design).
નિયમ: સંસદના બે સત્રો વચ્ચે ૬ મહિનાથી વધુ સમયગાળો ન હોવો જોઈએ.
સંસદીય પ્રક્રિયાના મહત્વના શબ્દો (Key Terms)
પરીક્ષામાં પૂછાતા અગત્યના પ્રશ્નો (One Liner GK)
નિષ્કર્ષ (Conclusion):
મિત્રો, સંસદ એ દેશનો કાયદો ઘડતી સર્વોચ્ચ સંસ્થા છે. તલાટી અને જીપીએસસીની પરીક્ષામાં ખાસ કરીને અનુચ્છેદ અને કોરમના પ્રશ્નો પૂછાય છે.
વધુ વાંચો:

બંધારણ ને લગતા બીજા part પણ એડ કરો.
જવાબ આપોકાઢી નાખો