ભારતનું બંધારણ: મહત્વના ભાગો (Parts) અને અનુચ્છેદ | સંપૂર્ણ લિસ્ટ અને શોર્ટકટ માહિતી (Constitution GK)
નમસ્કાર મિત્રો! ભારતનું બંધારણ દુનિયાનું સૌથી વ્યવસ્થિત બંધારણ છે. તેને અલગ-અલગ 'ભાગ' (Parts) માં વહેંચવામાં આવ્યું છે. મૂળ બંધારણમાં કુલ ૨૨ ભાગ હતા, પરંતુ સુધારા-વધારા સાથે હાલમાં ગણતરીની દ્રષ્ટિએ ૨૫ ભાગ છે. તલાટી, ક્લાર્ક અને પોલીસ જેવી પરીક્ષામાં "કયો વિષય કયા ભાગમાં આવેલો છે?" તે વારંવાર પૂછાય છે. આજે આપણે પરીક્ષાલક્ષી સૌથી મહત્વના ભાગો કોષ્ટક દ્વારા યાદ રાખીશું.
બંધારણના મહત્વના ભાગો અને વિષય (Master Table)
નીચેના કોઠામાં ભાગનો નંબર, તેનો વિષય અને કયા અનુચ્છેદ તેમાં આવે છે તે દર્શાવ્યું છે.
| ભાગ (Part) | વિષય (Subject) | અનુચ્છેદ (Articles) |
|---|---|---|
| ભાગ-૧ | સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર | ૧ થી ૪ |
| ભાગ-૨ | નાગરિકતા (Citizenship) | ૫ થી ૧૧ |
| ભાગ-૩ | મૂળભૂત અધિકારો | ૧૨ થી ૩૫ |
| ભાગ-૪ | રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો | ૩૬ થી ૫૧ |
| ભાગ-૪(A) | મૂળભૂત ફરજો | ૫૧(ક) |
| ભાગ-૫ | સંઘ સરકાર (રાષ્ટ્રપતિ, સંસદ) | ૫૨ થી ૧૫૧ |
| ભાગ-૬ | રાજ્ય સરકાર (રાજ્યપાલ, CM) | ૧૫૨ થી ૨૩૭ |
| ભાગ-૯ | પંચાયતો | ૨૪૩ થી ૨૪૩(O) |
| ભાગ-૧૫ | ચૂંટણીઓ (Elections) | ૩૨૪ થી ૩૨૯ |
| ભાગ-૧૭ | રાજભાષા (Official Language) | ૩૪૩ થી ૩૫૧ |
| ભાગ-૧૮ | કટોકટીની જોગવાઈ | ૩૫૨ થી ૩૬૦ |
| ભાગ-૨૦ | બંધારણીય સુધારો | ૩૬૮ |
વિગતવાર સમજૂતી (Detailed Highlights)
૧. ભાગ-૩: મૂળભૂત અધિકારો (Fundamental Rights):
- આને બંધારણનો 'મેગ્ના કાર્ટા' કહેવાય છે. તેમાં સમાનતા, સ્વતંત્રતા અને શોષણ વિરોધી અધિકારો છે. (અનુચ્છેદ ૧૨ થી ૩૫).
૨. ભાગ-૪: રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (DPSP):
- આ ભાગ આયર્લેન્ડ પાસેથી લીધો છે. સરકાર લોકકલ્યાણ માટે કેવા કાયદા ઘડશે તેનું માર્ગદર્શન અહીં છે.
૩. ભાગ-૪(A): મૂળભૂત ફરજો (Fundamental Duties):
- આ ભાગ પાછળથી ૪૨મા સુધારા (૧૯૭૬) દ્વારા ઉમેરાયો.
- સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી. કુલ ૧૧ ફરજો છે.
૪. ભાગ-૯: પંચાયતો (Panchayats):
- ૭૩મા સુધારા (૧૯૯૨) થી આ ભાગ ઉમેરાયો. ગ્રામ પંચાયતથી જિલ્લા પંચાયત સુધીની જોગવાઈ આમાં છે.
૫. ભાગ-૧૮: કટોકટી (Emergency):
- રાષ્ટ્રીય કટોકટી (૩૫૨), રાષ્ટ્રપતિ શાસન (૩૫૬) અને નાણાકીય કટોકટી (૩૬૦) નો સમાવેશ આ ભાગમાં થાય છે.
૬. ભાગ-૨૦: બંધારણીય સુધારો (Amendment):
- બંધારણમાં ફેરફાર કરવા માટેની પ્રક્રિયા (અનુચ્છેદ ૩૬૮) આ ભાગમાં છે. આ વ્યવસ્થા દક્ષિણ આફ્રિકા પાસેથી લીધી છે.
પરીક્ષામાં પૂછાતા અગત્યના પ્રશ્નો (One Liner GK)
- બંધારણનો કયો ભાગ રદ કરવામાં આવ્યો છે? - ભાગ-૭ (જેમાં 'ખ' વર્ગના રાજ્યો હતા).
- મ્યુનિસિપાલિટી (નગરપાલિકા) કયા ભાગમાં છે? - ભાગ-૯(A).
- સહકારી મંડળીઓ કયા ભાગમાં છે? - ભાગ-૯(B) (૯૭મા સુધારાથી ઉમેરાયો).
- ચૂંટણી પંચની જોગવાઈ કયા ભાગમાં છે? - ભાગ-૧૫.
નિષ્કર્ષ (Conclusion):
મિત્રો, આખું બંધારણ યાદ ન રહે તો કાંઈ નહીં, પણ ઉપરના ટેબલમાં આપેલા ૧૦-૧૨ મુખ્ય ભાગો તો ખાસ યાદ રાખવા. જોડકાંમાં આ જ પૂછાય છે.
વધુ વાંચો (Read More):

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો