કચ્છ જિલ્લો (Kutch District): ઇતિહાસ, જોવાલાયક સ્થળો અને સામાન્ય જ્ઞાન - સંપૂર્ણ માહિતી (GPSC/Talati Special)

નમસ્કાર મિત્રો! EduStepGujarat ની "જિલ્લા સિરીઝ" માં આપનું સ્વાગત છે. ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જિલ્લાને લગતા પ્રશ્નો અચૂક પૂછાય છે. આજે આપણે ગુજરાતના અને ભારતના વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા જિલ્લા એટલે કે 'કચ્છ' વિશે જાણીશું. કચ્છ એટલે કે કાચબો... જેનો આકાર કાચબા જેવો છે અને જેની સંસ્કૃતિ અને લોકજીવન આખા વિશ્વમાં પ્રખ્યાત છે.

jilaa sirij kutch joli



કચ્છ જિલ્લાની સામાન્ય માહિતી (General Information)

વિગત માહિતી
મુખ્ય મથક (Headquarter) ભુજ
ક્ષેત્રફળ 45,674 ચો. કિમી (ભારતનો સૌથી મોટો જિલ્લો)
લિંગ પ્રમાણ 908 (દર 1000 પુરુષોએ)
સાક્ષરતા 71.58%
RTO કોડ GJ-12
સરહદ ઉત્તરે પાકિસ્તાન, પૂર્વમાં બનાસકાંઠા અને પાટણ, દક્ષિણે અરબી સમુદ્ર

kutch jillani jankari no naksho



કચ્છ જિલ્લાના તાલુકાઓ (Talukas)

​કચ્છ જિલ્લામાં કુલ ૧૦ તાલુકા આવેલા છે. તેને યાદ રાખવા માટે નીચે મુજબનું લિસ્ટ જુઓ:

  1. ​ભુજ (Bhuj)
  2. ગાંધીધામ
  3. ​માંડવી
  4. અંજાર
  5. ​મુન્દ્રા
  6. રાપર
  7. ​ભચાઉ
  8. નખત્રાણા
  9. અબડાસા
  10. ​લખપત

​ભૌગોલિક વિશેષતા (Geography)

​રણ: કચ્છમાં બે રણ આવેલા છે - મોટું રણ અને નાનું રણ.

​સફેદ રણ: મોટા રણમાં મીઠાના થર જામેલા હોવાથી પૂનમની રાત્રે તે સફેદ ચાદર પાથરી હોય તેવું લાગે છે. અહીં દર વર્ષે 'રણોત્સવ' યોજાય છે.

​પર્વતો: કચ્છનો સૌથી ઊંચો ડુંગર 'કાળો ડુંગર' છે. આ સિવાય ભુજિયો, ખાવડા, પચ્છમ અને બેલા જેવા ડુંગરો આવેલા છે.

​નદીઓ: કચ્છમાં કોઈ બારમાસી નદી નથી. ખારી, કનકાવતી, રૂકમાવતી અને ભૂખી જેવી ૯૭ નાની નદીઓ આવેલી છે.
​જોવાલાયક સ્થળો (Tourist Places)

​૧. ધોળાવીરા (Dholavira):
ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું સૌથી મોટું નગર. તેને UNESCO World Heritage Site માં સ્થાન મળેલું છે.

​૨. નારાયણ સરોવર અને કોટેશ્વર:
હિન્દુ ધર્મના પવિત્ર પાંચ સરોવરોમાંનું એક એટલે નારાયણ સરોવર. તેની બાજુમાં જ કોટેશ્વર મહાદેવનું મંદિર છે.

​૩. માતાનો મઢ:
કચ્છના કુળદેવી આશાપુરા માતા નું પ્રખ્યાત મંદિર અહીં આવેલું છે.

​૪. કંડલા પોર્ટ (Kandla Port):
એશિયાનું સૌપ્રથમ SEZ (Special Economic Zone) અને મહાબંદર. તેનું નવું નામ 'દીનદયાળ પોર્ટ' છે.

​૫. આઈના મહેલ અને પ્રાગ મહેલ:
ભુજ શહેરમાં આવેલા આ મહેલો સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના છે. આઈના મહેલ રામસંગ માલમે બનાવ્યો હતો.

પરીક્ષામાં પૂછાતા અગત્યના મુદ્દા (One Liner GK)
​(આ સેક્શન વિદ્યાર્થીઓ માટે સૌથી મહત્વનું છે)

કચ્છના નાના રણમાં 'ઘુડખર' (Wild Ass) અભયારણ્ય આવેલું છે.
​જેસલ-તોરલની સમાધિ અંજાર માં આવેલી છે.
​શ્યામજી કૃષ્ણ વર્માનું વતન માંડવી હતું.
​કચ્છની 'બાંધણી' અને 'બ્લોક પ્રિન્ટિંગ' ખૂબ જાણીતી છે.
​એશિયાનો સૌથી મોટો વિન્ડ ફાર્મ (પવનચક્કી) માંડવી બીચ પર છે.

​નિષ્કર્ષ (Conclusion):

મિત્રો, કચ્છ વિશે લખવા બેસીએ તો પાના ઓછા પડે. આ પોસ્ટમાં અમે પરીક્ષાલક્ષી તમામ મહત્વની માહિતી આવરી લીધી છે. હવે પછીની પોસ્ટમાં આપણે 'અમદાવાદ' જિલ્લા વિશે જાણીશું.

📖 વધુ વાંચો (Read More):

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું